Last Update : 10-August-2012, Friday

 

ચાહત ખન્ના: અભિનેત્રીના મતે ટી.વી. ઈન્ડસ્ટ્રીમાં યુવતીઓ કરતા યુવાનો વઘુ અસલામત

 

‘બડે અચ્છે લગતે હૈ’ સિરિયલમાં ‘મમ્મી’ની ભૂમિકા ભજવતી ચાહત ખન્ના એક સમયમાં તેને જેટલું ફૂટેજ મળતું હતું તેનાથી નાખુશ હતી. તેને એમ પણ લાગતું હતું કે યુવાન વયમાં માતાનો રોલ કરવાથી ભવિષ્યમાં તેને એવા જ પ્રકારની ભૂમિકાઓ મળશે તો? આ ઉપરાંત તેને જ્યારે આ સિરિયલમાં કામ કરવાની ઓફર આપવામાં આવી ત્યારે તેને એમ કહેવામાં આવ્યું હતું કે તેની ભૂમિકા મુખ્ય અભિનેત્રીને સમાંતર હશે. પરંતુ શોે શરૂ થયા પછી તેને એમ લાગ્યું જાણે તેને સાઈડલાઈન કરવામાં આવી રહી છે. જો કે તેણે ધીરજ ધરી રાખી અને ચૂપચાપ બધોે તાલ જોયા કર્યો. હવે તેને તેના ધૈર્યના મીઠાં ફળ મળી રહ્યાં છે. તેને અગાઉ કરતાં ઘણું વધારે ફૂટેજ મળી રહ્યું છે.
હવે તેને પહેલાની જેમ મમ્મીની ભૂમિકા ભજવવાનો ભય નથી લાગતો. તેને એમ નથી લાગતું કે તેની મમ્મી તરીકેની છાપ ભવિષ્યમાં તેને માટે મુશ્કેલી સર્જશે. અદાકારા કહે છે કે હું ભવિષ્યનો વિચાર કરીને વર્તમાન બગાડવા નથી માગતી. આવો વિચાર કરીને હું વર્તમાન સમયમાં સફળ ન થઈ શકું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાહત ખન્ના અભિનેતા કાનન મલ્હોત્રા સાથે ડેટંિગ કરી રહી છે પણ હમણા બેઉ લગ્ન કરવાના નથી. અદાકારા કહે છે કે કાનને હમણાં જ એક નવો શો સાઈન કર્યો છે. તેથી આગામી વર્ષના અંત સુધીમાં વિવાહ કરવાની કોઈ શક્યતા નથી. વળી અમારા સંબંધોેને અમારા બંનેના પરિવારજનો મંજૂર કરે તો સૌથી મહત્ત્વનું છે.
બીજી અગત્યની વાત છે ચાહતનું લગ્નથી ડરવું. હા, અગાઉ તેના ડિવોર્સ થઈ ગયા હોવાથી તે બીજી વખત લગ્નના બંધનમાં બંધાવાની વાતથી પણ ડરતી હતી. પણ કાનન અને તેના કુટુંબીજનોની ભલમનસાઈ જોયા પછી તેણે બઘું પોતાના ભાગ્ય પર છોેડી દીઘું છે.
એમ સાંભળવા મળે છે કે તેના સહકલાકારોે અભિનેત્રીને એકદમ મૂડી અને ક્રોધી માને છે. પણ ચાહત આ વાતને રદિયો આપતાં કહે છે કે હું એકદમ શાંત અને આનંદી સ્વભાવની છું. ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં અફવાઓ ફેલાતી રહે તે તદ્‌ન સામાન્ય બાબત છે. મારા માટે ફેલાયેલી આ અફવા ખાસ વાંધાજનક નથી અને મને એ વાતની ખુશી છે કે મારા માટે એલફેલ નથી બોલાઈ રહ્યું.
અભિનેત્રીએ ‘થેંક યુ’માં કામ કર્યું હતું. પણ તેને ટી.વી. પર કામ કરવાનું વઘુ ગમે છે અને સલામત પણ લાગે છે. તે કહે છે કે મોટા પડદા પર કામ કરવા મોટી બાંધછોડ કરવી પડે છે. પણ હું કોઈ બાંધછોડ કરવા રાજી નથી. તેથી મારા માટે નાનો પડદો જ સારો છે. અહીં હું ગર્વભે કામ કરી શકું છું.
તેણે એવો દાવો કર્યો હતો કે તે તેને ઘણી વખત કાસ્ટંિગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. કહેવાનો મતલબ એ છે કે બોેલીવૂડના મોટા માથાઓએ કાસ્ટંિગ કાઉચ થકી તેને રોલ ઓફર કર્યાં હતાં. તે કહે છે કે ઘણી છોકરીઓ તેમને તાબે થઈ જાય છે. આમ છતાં તેમને ફિલ્મોમાં કામ મળે તે જરૂરી નથી. અભિનેત્રીએ એવો દાવો પણ કર્યો હતો કે ટી.વી. ઈન્ડસ્ટ્રીમાં પણ હવે આ દૂષણ ફેલાવા લાગ્યું છે. પણ અહીં છોકરીઓ કરતાં છોકરા વઘુ અસલામત છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved