Last Update : 10-August-2012, Friday

 

રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની હિટ જોડીનો કરિશ્મા

 

બોલીવુડના સૌપ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાએ ૧૯૬૯થી ૧૯૭૧ સુધીમાં એક પછી એક ૧૫ સોલો સુપરહિટ ફિલ્મો આપી હતી અને આ વિક્રમ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. આ કારણે તેમને હિન્દી સિનેમાના સૌપ્રથમ સુપરસ્ટારનું ઉપનામ મળ્યું હોવાની નવાઈ લાગતી નથી.
તેમની લોકપ્રિયતા ટોચ પર હતી ત્યારે જાહેરમાં નીકળવાનું કામ તેમને માટે ઘણું મુશ્કેલ હતું. ઘરની બહાર નીકળતા કે તરત જ આસપાસ લોકોનું ટોળું જમા થઈ જતું હતું. પરિસ્થિતિ એટલી તંગ બની જતી હતી કે તેમને પોલીસના રક્ષણની જરૂર પડતી હતી.
શર્મિલા ટાગોર, મુમતાઝ અને આશા પારેખ સાથે તેમણે ઘણી હિટ ફિલ્મ આપી હતી. સેટ પર તેઓ તેમની હિરોઈન સાથે મૈત્રી ભાવ રાખતા હતા. ઘણીવાર તેઓ તેમની સાથે પત્તા રમતા પણ જોવા મળ્યા હતા. એક વાર તેઓ સેટ પર શર્મિલા ટાગોર સાથે તીન પત્તીની રમત રમતા જોવા મળ્યા હતા. મુમતાઝને તો તેઓ ‘એ મોટી’ કહીને જ સંબોધતા હતા. શર્મિલા ટાગોર તેની ફિલ્મી કારકિર્દી સત્યજીત રેની ફિલ્મ ‘દેવી’ અને ‘અપુર સંસાર’થી શરૂ કરી. શમ્મી કપૂર સાથેની ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ દ્વારા તેણે હિન્દી ફિલ્મોની કારકિર્દી શરૂ કરી હતી. ‘બંગાળની વાઘણ’ તરીકે ઓળખાતી શર્મિલાએ ’૬૦ના દાયકામાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી. રાજેશ ખન્ના સાથેની તેની ફિલ્મોની ભૂમિકાઓએ તેને એક અભિનેત્રી તરીકે વિકાસ કરવામાં ઘણી સહાય કરી હતી. ૧૯૬૯માં રિલિઝ થયેલી ફિલ્મ ‘આરાધના’ તેમની એક સાથેની પહેલી હિટ ફિલ્મ હતી. આ પછી તેમણે ‘સફર’, ‘અમર પ્રેમ’, ‘દાગ’, ‘આવિષ્કાર’ જેવી હિટ ફિલ્મો સાથે કરી હતી. તેમજ ‘ત્યાગ’, ‘રાજા રાની’, ‘છોટી બહુ’ અને ‘માલિક’ જેવી ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા મળી નહોતી, પરંતુ સમીક્ષકોએ આ ફિલ્મોની ઘણી તારીફ કરી હતી.
પડદા પર આ બન્નેની કેમેસ્ટ્રી ઘણી વખણાઈ હતી અને બોલીવુડની સૌથી લોકપ્રિય જોડીઓની યાદીમાં તેમને સ્થાન મળ્યું હતું. ‘દાગ’માં રાજેશ ખન્ના સાથે શર્મિલા ટાગોર અને રાખી હતા. અને આ બન્ને ‘બંગાળી વાઘણો’ વચ્ચે સેટ પર ઘણી ચકમક ઝરતી હતી. કહેવાય છે કે ‘દાગ’ પૂર્વે રાજેશ અને શર્મિલાએ સાથે ફિલ્મો કરી હોવાથી તેમને સારું ફાવતું હતું અને આ કારણે રાખીને પોતે એકલી પડી ગઈ હોવાનો અનુભવ થતો હતો. ‘દાગ’માં રાજેશ ખન્નાની આ બે હિરોઈનો સાથે કામ કરતા યશ ચોપરાને નાકે દમ આવી ગયો હોવાની પણ એક અફવા હતી.
રાજેશ અને શર્મિલાની વાત છે તો એ જીપમાં શર્મિલાનો પીછો કરતા કરતા ‘મેરે સપનો કી રાની કબ આયેગી તું’ ગીત ગાતા હેન્ડસમ રાજેશ ખન્ના તેમજ દાર્જિલંિગની ટોય ટ્રેનમાં બારી પાસે બેસીને પુસ્તક વાંચવાનો ડોળ કરતી પરંતુ હકીકતમાં તો રાજેશ ખન્નાની હરકતોથી મનોમન આનંદ પામતી શર્મિલા ટાગોર તેમજ સેક્સી પરંતુ અશ્વ્લીલ નહીં એવા ‘રૂપ તેરા મસ્તાના’ ગીત અને ‘અમર પ્રેમ’ની ચિનગારી તેમજ પુષ્પા, આઈ હેટ ટીઅર્સ’ને કોણ ભૂલી શકે તેમ છે?

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved