Last Update : 10-August-2012, Friday

 
અભિષેક બચ્ચન:દીકરી આરાઘ્યાને બોલીવૂડની ઝાકઝમાળથી દૂર રાખવાનો ઇરાદો

 

‘બોલ બચ્ચન’ની રિલિઝ પછી અભિષેક બચ્ચન હવે ‘ઘૂમ-થ્રી’ના શૂટંિગમાં વ્યસ્ત થઈ ગયો છે. લાગલગાટ નિષ્ફળ ફિલ્મો આપ્યા પછી બોલીવુડમાં અભિષેકના સ્થાન પર એક પ્રશ્નાર્થ ચિહ્‌ન તોળાતો હતો ત્યારે તેણે સફળ ફિલ્મ ‘બોલ બચ્ચન’ આપી તેની કાકિર્દીની ડૂબતી નૈયાને કિનારા પર લાવી દીધી હતી. અંગત જીવનમાં અભિષેક આરાઘ્યાના પિતાની ભૂમિકા ભજવીને ખુશ છે.
લાંબા ગાળે એક સફળ ફિલ્મ આપી હોવાની ખુશી શબ્દોમાં વ્યક્ત કરતા અભિષેક કહે છે, ‘‘આ કારણે હું ઘણો ખુશ છું. લોકો કામની કદર કરે એ આશાએ જ સૌ કામ કરે છે. અમે પણ એના અપવાદ નથી અમને દર્શકો અને સમીક્ષકો તરફથી પ્રશંસા મળે તો અમને ઘણો આનંદ થાય છે. સફળતા અને નિષ્ફળતા જીવન સાથે જોડાયા છે અને હું તેને પચાવી શકું છું. ભૂતકાળ પર આંસુ સારીને બેસી રહેવામાં હું માનતો નથી. હું વર્તમાનમાં જીવું છું અને અત્યારે મારું વર્તમાન ઘણું સારું છે.’’
તારી પુત્રી આરાઘ્યા તારે માટે શુકનિયાળ સાબિત થઈ હોય એમ તને લાગે છે? આ પ્રશ્વ્નના ઉત્તરમાં અભિષેક કહે છે, ‘‘હું એ રીતે વિચાર કરવા માગતો નથી. તેના પર મારે એ પ્રકારનું દબાણ મૂક્યું નથી. આ એક અન્યાય છે. મારી પુત્રી મારા પ્રોફેશનથી અલગ છે. તેને હું મારી નિષ્ફળતા કે સફળતા માટે જવાબદાર ગણાવી શકું નહીં. તે અમારા જીવનમાં ઘણો આનંદ અને ગૌરવ લાવી છે અને એ કારણે હું ખુશ છું. લકની વાત છે તો એ વિકાસ કરવા માટેનો એક વિચિત્ર રસ્તો છે. તમે વઘુ મહેનત કરશો તો એ ઝડપથી આગળ વધશે. મારી ફિલ્મની સફળતાનો શ્રેય હું અજય દેવગણ અને રોહિત શેટ્ટી સહિત ફિલ્મની આખી ટીમને આપું છું.’’ અભિષેક સાથેની વાતચીત દરમિયાન તેની પુત્રી આરાઘ્યાનો વિષય વારેઘડીએ નીકળે નહીં તો જ નવાઈ. આરાઘ્યા કોના જેવી દેખાય છે એ પૂછતા અભિષેક કહે છે, ‘‘તે હજુ ઘણી નાની છે. બાળકોનો ચહેરો દર બે દિવસે બદલાય છે. જોકે તેને જોનારા લોકોનો અભિપ્રાય છે કે તે અમારા બન્નેનું મિશ્રણ છે.
એક આંતરરાષ્ટ્રીય મેગેઝિન સાથે તગડી ડીલ કરી હોવાને કારણે બચ્ચન પરિવાર ભારતીય મિડિયા સામે આરાઘ્યાનો ચહેરો છતો થાય નહીં એની ખાસ તકેદારી રાખતા હોવાની એક અફવા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જુનિયર બચ્ચન કહે છે, ‘‘આ અફવા સાવ બકવાસ છે. મારી પુત્રી પ્રદર્શનમાં મૂકવા માટેની એક ચીજવસ્તુ નથી તે હજુ ઘણી નાની છે. એક પિતા તરીકે તેનો ઉછેર કેવી રીતે કરવો નક્કી કરવાની જવાબદારી મારી છે. મારો ઉછેર એક મઘ્યમ પરિવારના છોકરા તરીકે થયો હતો. અમને કોઈ ખાસ સવલતો આપવામાં આવી નહોતી. ટીનએજમાં પ્રવેશ્યો એ પૂર્વે મને મારા પિતા એક સ્ટાર હતા એનું ભાન જ નહોતું. તેઓ મારે માટે પા અને મમ્મી મા હતી. તેઓ સેલિબ્રિટી છે એ વાતની અમને જાણ થવા દેવામાં આવી નહોતી. મારી મમ્મીએ એ વાતની પૂરતી તકેદારી રાખી હતી. મારી પુત્રીને પણ મારા જેવા સામાન્ય ઉછેર થાય એવી મારી ઇચ્છા છે.’’
આજે મિડિયાનો વ્યાપ વધી ગયો હોવાને કારણે આ વાત જરા મુશ્કેલ છે. તેના ફોટા છપાશે એ વાત પણ અભિષેક જાણે છે. આમ છતાં પણ તેની પુત્રીનો એક સામાન્ય છોકરી જેવો ઉછેર થાય એ વાતની તે ખાતરી રાખશે એમ અભિષેક કહે છે.
‘બોલ બચ્ચન’ની સફળતા પછી તેણે તેની ટીકા કરતા લોકોના મોં બંધ કરી લીધા હોવાની વાત છે તો, ‘‘ફિલ્મની સફળતાનો શ્રેય મારા એકલાનો નથી. આખી ટીમે આ ફિલ્મ પાછળ ઘણી મહેનત કરી છે. સફળ ફિલ્મ આપી મેં મારી ટીકા કરતા લોકોના મોઢા પર તાળી વાસી દીધા છે કે નહીં એ વાત મહત્ત્વની નથી એક શુક્રવારે નિષ્ફળતા મળી તો બીજો શુક્રવાર તરત જ આવવાનો છે. આવી વાતોમાં સમય ગુમાવવા કરતા હું મારા કામ પર ઘ્યાન આપવું પસંદ કરીશ. નિવૃત્તિ પછી જ તમે તમારી સફળતાનો આનંદ આરામથી માણી શકો છો.’’
અંગત જીવનને પ્રોફેશનલ જીવન સાથે કોઈ સંબંધ હોય એમ અભિષેકનું માનવું નથી. આ બન્ને એકબીજાથી સાવ અલગ છે એમ તે માને છે. ઘરની વાતો કામ પર લઈ જવી જોઈએ નહીં. દરેકની પોતાની એક સફર હોય છે. ઘણા તેમના અંગત જીવનના સંતોષ પરથી પ્રેરણા લે છે જ્યારે ઘણા તેમના જીવનના દુઃખો પરથી પ્રેરણા લે છે. કલાકારો દરેક પ્રકારની લાગણીઓમાંથી પ્રેરણા મેળવે છે.
‘બોલ બચ્ચન’ પહેલા અભિષેક કેટલીક નિષ્ફળ ફિલ્મો આપી હતી. આ દરમિયાન તે તારી જાતને શું શિખામણ આપી હતી? આ પ્રશ્વ્નના ઉત્તરમાં અભિનેતા કહે છે, ‘‘જીવનમાં કોઈ વસ્તુ મફતમાં મળતી નથી. તમારી એ કમાવી પડે છે. હું મારું ૠણ ચૂકવી રહ્યો છું. અમિતાભ બચ્ચનનો પુત્ર હોવાથી મને વઘુ સોનાની તાસક પર મળ્યું હોવાનો લોકોએ મારા પર આક્ષેપ લગાડ્યો હતો. હા, હું તેમનો પુત્ર છું અને એ વાતથી હું ક્યારે પણ દૂર ભાગતો નથી. તેમને ગર્વ આપવવા માટે હું ઘણી મહેનત કરું છું. હું ચાંદીના ધૂઘરાથી રમ્યો છું એ હું જાણું છું. અને આસપાસ ઘણા ટેલન્ટેડ લોકો છે એની પણ મને ખબર છે એનો અસ્વીકાર કરવાનો મેં ક્યારે પણ વિચાર કર્યો નથી, પરંતુ લોકો આ વાત સમજવા તૈયાર નથી. મારી પ્રથમ ફિલ્મ રિફ્‌યુજી (૨૦૦૦)ના પ્રિમિયર વખતે યશ (ચોપરા) અંકલે મને કહ્યું હતું કે, પહેલો શો જોવા લોકો મારા પરિવારને કારણે આવશે પરંતુ એ પછી મારું કામ સારું નહીં હોય તો હું તુકોણ છે એ વાતની લોકો પરવા કરશે નહીં. અને મને આ વાતનો અનુભવ થઈ ગયો છે અને ‘મેં એનું ૠણ પણ અદા કરી લીઘું છે ‘‘તને બઘુ સહેલાઈથી મળ્યું હતું તો હવે એની કંિમત ચૂકવ’’ એમ કહેવા માટે ભગવાને આ રસ્તો અપનાવ્યો હતો.
આરાઘ્યાના જન્મ પછી તેની પ્રાથમિકતામાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ તેને માટે તેની ફિલ્મો અને પરિવાર એક સરખું જ મહત્ત્વ ધરાવે છે અને આ વાત ભવિષ્યમાં પણ બદલવાની નથી એમ અભિષેક સ્પષ્ટ કરે છે. આ બેલેન્સ તે જાળવી રાખવા માગે છે. હા, કામમાં વ્યસ્ત હોવાને કારણે આરાઘ્યાને પૂરતો સમય આપી શકતો ન હોવાની મીઠી ફરિયાદ કરીને અભિષેક તેની આ મુલાકાત પૂરી કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved