Last Update : 10-August-2012, Friday

 

સોનાક્ષી સંિહા
પોતાના દેશી ‘લુક’ પ્રત્યે ગર્વિષ્ટ અભિનેત્રીને દેહ પ્રદર્શન નથી કરવું

 

બોલીવૂડને લાંબા સમય પછી સોનાક્ષી સિન્હાના સ્વરૂપમાં દેશી ખૂબસુરતી જોવા મળી છે. ૨૫ વર્ષની થયેલી સોનાક્ષી માટે હિન્દી ફિલ્મોદ્યોગના પંડિતો માને છે કે આ વર્ષ સોેનાક્ષીનું રહેશે. ‘રાઉડી રાઠોર’ને મળેલી ભારે સફળતા જોતાં તેમની વાત સાચી જણાય છે. હવે દર્શકો અભિનેત્રીની ફિલ્મો ‘સન ઓફ સરદાર’ , ‘જોકર’ અને ‘લુટેરા’ સામે મીટ માંડીને બેઠાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે ફિલ્મોમાં પોેતાના દેશી લુકને ઉજાગર કરનાર અભિનેત્રી ‘જોકર’માં અપ્રવાસી ભારતીય, ‘સન ઓફ સરદાર’ માં સરદારની અને ‘લુટેરા’માં બંગાળી યુવતીના રૂપમાં જોેવા મળશે. અભિનેત્રી કહે છે કે આ બધી પણ ભારતીય નારીઓની ભૂમિકાઓ છે. વાસ્તવમાં મને ભારતીય લુક, પહેરવેશ, બાંધો ખૂબ ગમે છે.
અભિનેત્રી સાદગીના સૌંદર્યમાં માને છે. તેને દેહ પ્રદર્શનમાં નહીં બલ્કે વસ્ત્રોથી ઢાંકેલા દેહમાં સુંદરતા દેખાય છે. સામાન્ય રીતે અભિનેત્રીઓ દેહ પ્રદર્શન કરવામાં કે અંતરંગ દ્રશ્યો ભજવવામાં સંકોચ નથી અનુભવતી, અથવા એમ કહી શકાય કે હરીફાઈમાં ટકી રહેવા તેઓ આમ કરે છે. પણ સોનાક્ષી આ બંનેમાંથી એકેય વાતમાં આગળ વધવા નથી માગતી. તે કહે છે કે આ બાબતમાં બધાના પોતપોતાના વિચારો હોય છે. આ બઘું મારા સિઘ્ધાંતોની વિરુઘ્ધ જાય છે અને હું મારા મૂલ્યો સાથે બાંધછોડ કરવા નથી માગતી. વળી એવું પણ નથી કે તેને કારણે મને કામ નથી મળી રહ્યું.
અદાકારાને અત્યાર સુધી જે ફિલ્મો મળી છે તે પુરુષ પ્રધાન છે. પણ સોનાક્ષી માને છે કે હજી હું આ ઈન્ડસ્ટ્રીમાં નવી છું. એક વખત હું અહીં મારું સ્થાન નિશ્ચિત કરી લઉં પછી મને પણ સ્ત્રી પ્રધાન ફિલ્મોમાં કામ મળશે તેની મને ખાતરી છે.
સોનાક્ષીની આઈટમ સોંગ કરવાની ઈચ્છા ‘જોકર’ ફિલ્મ દ્વારા પૂરી થઈ રહી છે. તે કહે છે કે મારી કારકિર્દીના આ પ્રથમ આઈટમની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી છે. આ ગીતને મુન્ની સ્ટાઈલમાં ફિલ્માવવામાં આવ્યું છે. મઝાની વાત એ છે કે એક તરફ અભિનેત્રી તેને આઈટમ સોંગ કહે છે અને બીજી તરફ તે કહે છે કે આઈટમ નંબર તો મહેમાન કલાકાર કરે. હું તો આ ફિલ્મની અભિનેત્રી છું તેથી હું તેને આઈટમ સોંગ નથી માનતી.
એમ કહેવાય છે કે અભિનેત્રીએ પોતાની વય કરતા ઘણી મોટી ઉંમરના અભિનેતાઓ સાથે કામ કર્યા પછી હવે એવી જાહેરાત કરી છે કે તે માત્ર યુવાન હિરો સાથે જ કામ કરવા માગે છે. જો કે અદાકારા આ વાતને રદિયો આપતાં કહે છે કે મેં જેની સાથે કામ કર્યું છે તે બોલીવૂડના સુપરસ્ટાર્સ છે. આ ઉપરાંત હું ફિલ્મ સાઈન કરતી વખતે માત્ર એ નથી જોતી કે તેનો મુખ્ય અભિનેતા કોણ છે. સૌથી પહેલાં તો હું ફિલ્મની સ્ક્રિપ્ટ અને મારું પાત્ર જોઉં છું. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક કોણ છે તે પણ એટલું જ મહત્ત્વનું છે. બાકી હિરો તરીકે કોેને લેવો તે તેમની મુનસફીની વાત છે.
‘લુટેરા’ ફિલ્મના તેના સહઅભિનેતા રણવીર સંિહ સાથે અભિનેત્રીનું નામ જોેડીને મિડિયામાં તેના વિશે ઘણું લખવામાં આવ્યું. પરંતુ સોેનાક્ષી આ વાતોને અફવા ગણાવતા કહે છે કે અમારા સંબંધો એકદમ પ્રોફેશનલ છે. હું હમણાં મારા કામમાં ગળાડૂબ છું તેથી પ્રેમ કરવા મારી પાસે સમય પણ નથી.
સોનાક્ષીને કોઈ રેખા જેવી તો કોઈ રીના રૉય જેવી કહે છે. ઘણાંને વૈજયંતી માલા કે મઘુબાલા જેવી લાગે છે. સૌંદર્યની અનુપમ મૂર્તિઓ સમી આ અભિનેત્રીઓ સાથે થતી તુલનાથી સોનાક્ષી રોમાંચિત થઈ ઊઠે છે. તે માને છે કે આમ કરીને લોકો તેની સુંદરતાને સમ્માન આપી રહ્યાં છે.
અદાકારા ‘પાપા કી બેટી’ છે. તેને તેના પિતા શત્રુધ્ન સંિહા પ્રત્યે ખૂબ પ્રેમ છે. તે કહે છે કે હું ગમે તેટલી મોટી અભિનેત્રી કેમ ન બની જાઉં. બોેલીવૂડમાં હું શત્રુધ્ન સંિહાની પુત્રી તરીકે જ ઓળખાવાનું પસંદ કરીશ. એમ કહેવાય છે કે સોેનાક્ષી તેની એકેય ફિલ્મ શત્રુધ્નને પૂછ્‌યા વિના સાઈન નથી કરતી. તે માને છે કે તેમની સલાહ તેના માટે અત્યંત કંિમતી છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved