Last Update : 10-August-2012, Friday

 

વિદ્યા બાલન
અર્વાચીન ભારતની એક માત્ર ‘સેક્સ ગોડેસ’

 

 

તેની સમકાલીન અભિનેત્રીઓ તેમના શરીરની ચરબી કોસ્મેટિક સર્જનની મદદથી દૂર કરતી હતી ત્યારે તેને તેના વજન માટે ટીકામાં ફસાવું પડ્યું હતું. એક તરફ અભિનેત્રીઓ બિકિની પહેરીને દરિયામાંથી બહાર નીકળતી હતી ત્યારે પોતાને ભારતીય પોશાક સાડી જ શોભે છે એ વિદ્યા
સમજી ગઈ હતી.
સમકાલીન ભારતની એક માત્ર ‘સેક્સ ગોડેસ’ અને ‘ફિમેલ સુપરસ્ટાર’ તેમજ ઓલ રાઉન્ડર રોલ મોડેલ વિદ્યા બાલનના શબ્દકોષમાં ધીરજ શબ્દનું મહત્ત્વ ઘણું છે અને તેની ધીરજે તેને આ સ્થાને પહોંચાડી છે એમ કહી શકાય છે. કારકિર્દી દરમિયાન તેણે ઘણા જોખમ લીધા છે અને ‘કિસ્મત કનેક્શન’ જેવા કેટલાક જોખમો તેને ફળ્યા નથી. જ્યારે ‘ઈશ્કિયાં’, ‘ડર્ટી પિક્ચર’ અને ‘કહાની’ જેવી ફિલ્મોએ તેને એક હીરો સાથે તુલના થઈ શકે એવી અભિનેત્રીઓની હરોળમાં બેસાડી દીધી હતી. આ અભિનેત્રીઓનું અસ્તિત્ત્વ અત્યાર સુધી ભૂલાઈ ગયું હતું તેને સજીવન કરવાનો શ્રેય વિદ્યાને જાય છે.
તેની સમકાલીન અભિનેત્રીઓ તેમના શરીરની ચરબી કોસ્મેટિક સર્જનની મદદથી દૂર કરતી હતી ત્યારે તેને તેના વજન માટે ટીકામાં ફસાવું પડ્યું હતું. એક તરફ અભિનેત્રીઓ બિકિની પહેરીને દરિયામાંથી બહાર નીકળતી હતી ત્યારે પોતાને ભારતીય પોશાક સાડી જ શોભે છે એ વિદ્યા સમજી ગઈ હતી.
તેની સમકાલીન અભિનેત્રીઓને તેમના કોલેજ કાળ કે એ પહેલા જ લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે વિદ્યા બી.એ.(હિસ્ટ્રી)ની પદવી મેળવ્યા પછી બૉલીલૂડમાં પ્રવેશી હતી. સેમી પોર્ન ફિલ્મની અભિનેત્રીનું પાત્ર ભજવવાની સ્વીકૃત્તિ આપીને વિદ્યાએ સી ગ્રેડની પોર્ન અભિનેત્રીનો ટેગ મેળવવાનું જોખમ ખેડ્યું હતું. પરંતુ પૂરા પરિવારને આ ફિલ્મ તરફ આકર્ષવામાં તેને સફળતા મળી હતી. વર્ષો સુધી જે કામ હિરોઈનો કરી શકી નહોતી એ કામ વિદ્યાએ કર્યું હતું. તેણે તેની ફિલ્મોમાં અભિનેતાને પાછલી પાટલી પર ધકેલવામાં સફળતા મેળવી હતી. આ બધી વાત વિદ્યાને એક સુપરસ્ટાર બનાવવા પૂરતી છે.
‘ડર્ટી પિક્ચર’ના તેના ભરાવદાર શરીરના જોક્સ સામે વિદ્યાએ પ્રોસ્થેટિક પેટ પહેરીને ‘કહાની’ જેવી સફળ ફિલ્મ આપીને તેની ટીકા કરનારા લોકોના ગાલ પર એક સણસણતો તમાચો ચોઢી દીધો હતો. ડર્ટી પિક્ચરમાં અંગ દેખાડનારી વિદ્યા આ ફિલ્મમાં પગથી માથા સુધી ઢંકાયેલી જોવા મળી હતી.
‘કહાની’ તેમજ ‘ઈશ્કિયા’ અને ‘ડર્ટી પિક્ચર’ વચ્ચે એક પણ સમાન વસ્તુ જોવા મળશે નહીં. વિવિધ પાત્રો પસંદ કરવાની તેની ચીવટ દાદ દેવા લાયક છે. રજનીકાંતના સનગ્લાસીસ તેમજ સલમાનના શર્ટ વગરના શરીરની જેમ વિદ્યાની સેક્સ્યુઆલિટી લોકોમાં ચર્ચાને પાત્ર બની છે. ‘‘રૂા.૨૦૦ની સાડીમાં પણ તેને પામવાની ઈચ્છા થાય છે.’’ એવી ‘ઈશ્કિયાં’ દરમિયાન એક વિવેચકે કોમેન્ટ કરી હતી. સિલ્ક સ્મિતાના પાત્રને તેણે એક અનોખા પ્રકારની સેક્સ્યુઆલિટી આપી હતી. તેમજ ‘કહાની’ના તેના પાત્ર અને કોલકાતાના પોલીસ વચ્ચેના અસ્વસ્થ સેક્સ્યુઅલ ટેન્શનને તેણે જરા પણ અશ્વ્લીલ બનવા દીઘું નહોતું. ‘ડર્ટી પિક્ચર’ જોઈ કોઈને તેમનું મસ્તક શરમથી ઝુકાવવાની જરૂર પડી નહોતી. આ ફિલ્મને હલકી કક્ષાની ફિલ્મ કહી શકાય તેમ નથી. આ ફિલ્મ દ્વારા તે ભરાવદાર કાયા ધરાવતી માનુનીઓની આઈકન બની ગઈ છે. ઝરીન ખાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે વિદ્યા બાલન અને સોનાક્ષી સંિહાને કારણે હવે હૃષ્ટપુષ્ટ કાયાનો ટ્રેડ શરૂ થયો છે.
વિદ્યાના શબ્દોમાં કહીએ તો તેની ફિલ્મો અને તેના પાત્રો આગલી હરોળના દર્શકોથી માંડીને છેલ્લી હરોળમાં બેઠેલા દર્શકોના દિલ સુધી પહોંચી ગયા છે.
ડર્ટી પિક્ચર જેવા પાત્રો ભવિષ્યમાં પણ ભજવવાની ઈચ્છા છે. ભવિષ્યમાં તેને ‘પરિણીતા’ તરીકે કાયમ યાદ કરાશે એમ તેને લાગતું હતું. પરંતુ ‘પા’, ‘ડર્ટી પિક્ચર’, ‘ઈશ્કિયાં’, ‘કહાની’ અને ‘નો વન કિલ્ડ જેસિકા’ જેવી ફિલ્મો પછી લોકો તેને અલગ દ્રષ્ટિથી જોવા લાગ્યા હોવાનો તેને આનંદ છે.
વિદ્યાનો અનુભવ કહે છે, ‘‘આજના દર્શકો નવી વસ્તુઓ અપનાવવાના મૂડમાં છે. જો કે એમા તથ્ય હોવું જરૂરી છે. આપણે હવે આપણા મૂળિયા તરફ પાછા ફરવા માડ્યા છીએ. ‘દબંગ’ હોય કે ‘કહાની’ હોય, લોકો એને અપનાવી લે છે. આજે વિશ્વમાં ભારતીય વસ્તુઓની પ્રશંસા થાય છે. એક નિમ્ન કક્ષાની મહિલા, સેક્સ સિમ્બોલ કે ખલનાયિકાની ભૂમિકાઓ ભજવતા અભિનેત્રીઓને લાજ કે ડરનો અનુભવ થતો નથી. પ્રેરણા પૂરી પાડે એવા પાત્રો ભજવવાની સૌને ઈચ્છા છે. મારી વાત છે તો મારી આ જ ઈચ્છા છે.’’
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ બૉલીવૂડની મસાલા ફિલ્મોની માગ છે. આપણી ફિલ્મો ચોક્કસ ક્ષણની લાગણી પ્રદર્શિત કરે છે અને વિશ્વભરમાં રહેતા ભારતીયો તેમના દેશ સાથે આ જ રીતે સંપર્કમાં રહે છે. ભારતીયો ઉપરાંત પણ બીજા લોકો હંિદી ફિલ્મો જોવા માંડ્યા છે, આ એક સારી નિશાની છે. ફિલ્મો શક્ય હોય એટલા વઘુ દર્શકો સુધી પહોંચે એવો હેતુ હોય છે. ધીરે ધીરે આ તરફ વાત આગળ વધતી જાય છે. એમ વિદ્યાનું માનવું છે.
આજની પરિસ્થિતિ જોતા કહી શકાય છે કે વિદ્યાની કારકિર્દીનો સૂરજ હમણા મઘ્યાન્હે તપી રહ્યો છે અને લાંબા સમય સુધી આ પરિસ્થિતિ રહેવાની છે એ વાતમાં કોઈ શંકા નથી.

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved