Last Update : 10-August-2012, Friday

 

નંદના સેન:બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ અભિનેત્રીને નિઃવસ્ત્ર દ્રશ્યો આપવામાં કોઈ છોછ નથી

 

પોતાની જાતને ‘વાઈલ્ડ ચાઈલ્ડ’ માનતી નંદના સેને અશ્વિન કુમારની ઈકો-થ્રિલર ફિલ્મમાં પોતાના ઝનૂનનો પરિચય આપી દીધો હતો. આ ફિલ્મમાં તે માણસખાઉ ચિત્તા અને એક પ્રેમાળ પત્નીના પાત્ર વચ્ચે ઝુલતી હતી.
આ ફિલ્મમાં દિગ્દર્શક અશ્વિન કુમાર સાથે તેની એક હોટેલની લોબીમાં મુલાકાત થઈ હતી. તે સમયે તે ન્યુયોર્ક જવાની હતી આથી તેમણે નંદનાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ મોકલી હતી. અને ઘણી વાતચીત (અફકોર્સ ઈન્ટરનેટ દ્વારા) પછી ન્યુયોર્કમાં હતી ત્યારે જ તેણે આ ફિલ્મ સ્વીકારી લીધી હતી.
આ ફિલ્મ માટે તેમણે જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં અને વાસ્તવિક જંગલોમાં શૂટંિગ કર્યું હતું. જો કે નંદનાએ તેના જીવનનોે મોટો ભાગ શાંતિનિકેતનની લાલ માટીમાં અને અમેરિકાના પર્વતો પર હાઈકીંગ કરીને પસાર કર્યો હોવાથી તેને માટે આ અનુભવ યાદગાર રહ્યો હતો. ‘‘રોજ અમે ત્રણ કલાક જંગલમાંથી જવા અને આવવા માટે પસાર કરતા હતા. રસ્તામાં કોઈ એક હાથી ડોલતો ડોલતો પસાર થતો હોય અને મારી ગાડી રસ્તા પર જ ઊભી રહી જાય તેમજ હાથમાંનું ખાવાનું ભૂખ્યાં વાંદરાએ ઝાપટી લે જેવી ક્ષણો માણવાની મને મઝા આવી. શહેરોમાં દુર્લભ છે એવા વાતાવરણ અને સ્થળોની મુલાકાત લેવાની તક મળી હોવાથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. એક વાર તો મારી ઘણી નજીકની એક અજગર પસાર થયો હતો.
અભિનય ઉપરાંત નંદનાને પુસ્તકો લખવાનો પણ શોખ છે. બાળ વાર્તાઓથી માંડીને દરેક જાૅનર પર તે હાથ અજમાવે છે.
કયા પ્રકારની ફિલ્મો કે રોલ કરવાનું પસંદ છે? એમ પૂછતાં નંદના કહે છે, ‘‘ફિલ્મોની મારી રૂચિ જરા વિચિત્ર છે એ સૌ જાણે છે. વિશ્વને બદલવાની તાકાત હોય એવી ફિલ્મો મને ગમે છે. મેં ભારત અને વિદેશોમાં કરેલી ફિલ્મો આ જ પ્રકારની છે. ‘રંગરસિયા’ જેવી કમર્શિયલ ફિલ્મોમાં પણ કોઈ સામાજિક સંદેશો જરૂર હોય છે.
‘ફોરેસ્ટ’ ફિલ્મમાં વન્ય જીવનના સંરક્ષણની વાત હતી તો રંગરસિયામાં કળા પર લાદવામાં આવેલી સેન્સરશીપનો મુદ્દો છે. આ ઉપરાંત અમેરિકાની ‘વોર વિધિન’, ભારતની ‘ટેન્ગો ચાર્લી’ અને દક્ષિણ આઆફ્રિકાની ‘ધ વર્લ્ડ અનસીન’માં યુદ્ધનો વિરોધ કરવામાં આવ્યોે છે. આમાની ઘણી ફિલ્મો બીજી ફિલ્મો કરતાં સારો દેખાવ કરે છે. પરંતુ મને વિશ્વાસ હોય તેવો વિષય હોય તો હું જોેખમ ખેડવા તૈયાર છું.
નંદના માટે અભિનય નવો નથી. તે ભણતી હતી ત્યારે જ તેણે અભિનયને પ્રથમ અનુભવ લીધો હતો. દિગ્દર્શક ગૌતમ ઘોેષે તેને તેમની ડાર્ક અને સાઈકો ડ્રામા ‘ધ ડોલ’માં મુખ્ય ભૂમિકા માટે પસંદ કરી હતી. આ ફિલ્મમાં ડોલ મઘ્યમવયના એક પુરુષની કામવાસના સંતોેષવાનું સાધન હતી. આમ પહેલી ફિલ્મથી જ નંદનાએ બોલ્ડ ભૂમિકા ભજવવાની શરૂઆત કરી હતી.
બોલીવૂડની તેની પહેલી ફિલ્મ સંજય લીલા ભણસાળીની અમિતાભ બચ્ચન અને રાણી મુખર્જીની ફિલ્મ ‘બ્લેક’ હતી. જેમાં તેણે રાણીની ૧૭ વરસની બહેનનું પાત્ર ભજવ્યું હતું. તેના આ પાત્રને સમીક્ષકો તેમજ દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી.
આ પછી રામગોપાલ વર્મા, નિતિન મનમોહન સાથેની ફિલ્મો પછી નંદનાને ૨૦૦૫માં ત્રાસવાદ પર આધારિત એકે સાયકોલોજીકલ ફિલ્મ ‘ધ વૉર વિિધિન’માં સાઈન કરવામાં આવી હતી. આ દરિમયાન તેણે પોતાની એક ઓળખ મેળવવામાં તેમજ ઓફબીટ અને પડકારરૂપ તેમજ અભિનય કરવાની તક મળે એવા પાત્રો ભજવતી અભિનેત્રી તરીકે ઓળખ મેળવવાની શરૂઆત કરી.
‘ટેન્ગો ચાર્લી’માં તેણે સંજય દત્ત, અજય દેવગણ અને બોબી દેઓલ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની ખુલ્લી પીઠ દેખાડવા જેવા બોલ્ડ દ્રશ્યો ભજવીને તેણે એક વિવાદને જન્મ આપ્યો હતો.
ધીરે ધીરે નંદના વિવાદનો એક પર્યાય બનતી ગઈ. જો કે કારકિર્દીની શરૂઆતથી જ તે વિવાદમાં ફસાતી આવી હતી. અંગ પ્રદર્શન કરવાની તેની હંિમતે તેને સતત વિવાદ અને સમાચારમાં પ્રસિદ્ધિ અપાવી છે. ક્લીવેજનું ખુલ્લુ પ્રદર્શન અંગ પ્રદર્શન તેમજ ચુંબન દ્રશ્યોએ તેને ઘણી લોકપ્રિયતા મેળવી આપી હતી.
‘રંગરસિયા’ માં પેઈન્ટરની પ્રેમિકાના પાત્રમાં તેણે પડદા પર નિઃવસ્ત્ર દ્રશ્ય આપવાની હંિમત કરી હતી. ૧૭મા કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ પ્રદર્શિત થતી હતી ત્યારે લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો.
જો કે નંદના ચોખ્ખા શબ્દોમાં કહે છે કે લોકોના અભિપ્રાય કે વિવાદની તેને કોઈ પરવા નથી અને ‘રંગરસિયા’ માં તેણે જે દ્રશ્ય ભજવ્યા છે એનો તેનો ગર્વ છે. આ ફિલ્મનું તેનું નિઃવસ્ત્ર દ્રશ્ય સ્ત્રી શક્તિનું પ્રતીક છે. ‘‘કેટ વિન્સલેટ નગ્ન દ્રશ્ય ભજવે તો ત્યાં કોઈ વાંધો ઉઠાવતું નથી. પરંતુ ભારતમાં આમ થાય તો ઉહાપોહ મચી જાય છે. કળાત્મક રીતે નગ્નતા દેખાડવામાં આવે તો એમાં શું ખોટું છે? નગ્નતા પ્રદર્શિત કરવાના બે માર્ગ છે. એક સ્ત્રીના શરીરને વાસનાનું એક સાધન બનાવી તેનું અપમાન કરવાનોે છે અને બીજોે સ્ત્રી શક્તિની ઉજવણી કરવાનો છે.’’
નંદનાના અંગત જીવનની વાત કરીએ તો કેટલાક મહિના પૂર્વે જ નિર્માતા મઘુ મન્ટેના સાથેના તેઓ નવ વરસના રોમાન્સનો અંત આવ્યો છે અને હવે નંદનાએ ન્યૂયોર્ક સ્થળાંતર કર્યું છે. લાંબા અંતરનો પ્રેમ બંનેને અવ્યવહારુ લાગવાની સમજી-વિચારીને તેમણે છૂટા પડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, ભવિષ્યમાં એક ફિલ્મમાં સાથે કામ કરવાનો તેમણે નિર્ણય કર્યો છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved