ઓલિમ્પિક-2012 ઃ ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

 

-બ્રિટનની નિકોલા એડમ્સે ૬-૧૧થી મેરી કોમને હરાવી

 

- ભારતની ટીન્ટુ લુકા ૮૦૦ મીટરની સેમિ ફાઇનલમાં ક્વોલિફાય થઇ

 

 

લંડન,તા.૮

 

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમ ઓલિમ્પિકની સેમિ ફાઇનલમાં હારતા તેને બ્રોન્ઝ મેડલથી સંતુષ્ઠ થવું પડયું હતુ. ે લંડન ઓલિમ્પિકમાં ભારતની પ્રથમ ગોલ્ડ મેડલની ઇતેંજારી વધુ લબાઇ હતી. મહિલાઓની ૫૧ કિગ્રાની ફ્લાયવેઇટ કેટેગરીમાં મેરી કોમને બ્રિટનની નિકોલા એડમ્સે ૬-૧૧થી પરાજય આપ્યો હતો. આ સાથે ઓલિમ્પિકમાં સૌપ્રથમ વખત યોજાઇ રહેલી મહિલા બોક્સિંગમાં ગોલ્ડ જીતવાની મેરી કોમની આશા પર પાણી ફરી વળ્યું હતુ. જો કે તેણે ભારતને સન્માન અપાવતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દરમિયાનમાં પીટી ઉષાના માર્ગદર્શન હેઠળ તૈયારી થયેલી ભારતીય એથ્લીટ ટીન્ટુ લુકાએ મહિલાઓની ૮૦૦ મીટર દોડની સેમિ ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું હતુ. જેની રેસ હવે શુક્રવારે યોજાશે.

 

લંડન ઓલિમ્પિકમાં સૌપ્રથમ વખત મહિલા બોક્સિંગ સામેલ કરવામાં આવી હતી, જેની સેમિ ફાઇનલમાં બ્રિટનની નિકોલ એડમ્સે મેરી કોમ સામે તેની ઉંચાઇનો ફાયદો ઉઠાવ્યો હતો અને બે મિનિટના સમયના તમામ ચારેય રાઉન્ડ જીતી લીધા હતા. મેરી કોમે જીતવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પણ તે જીત મેળવી શકી નહતી. મેરી કોમ સામે એડમ્સે પ્રથમ રાઉન્ડના અંતે ૩-૧થી સરસાઇ મેળવી લીધી હતી. જે પછી બીજા રાઉન્ડમાં પણ એડમ્સે મેરી કોમ પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતુ અને ૫-૨થી લીડ મેળવી હતી.

 

મેરી કોમે ફાઇનલમાં પ્રવેશવા માટે જોરદાર પ્રયાસ કર્યો હતો પણ એડ્મ્સની આક્રમક ગેમ અને પાવરફૂલ પંચીસ સામે તે નિસહાય લાગતી હતી.ત્રીજા રાઉન્ડમાં એડ્મ્સે પોતાની જીતને વધુ સુનિશ્ચિત કરતાં ૩ પોઇન્ટ મેળવ્યા હતા. જ્યારે મેરી કોમ બે પોઇન્ટ મેળવવામાં સફળ રહી હતી પણ ઓવરઓલ સ્કોરિંગમાં એડ્મ્સ૮-૪થી આગળ નીકળી ગઇ હતી. આખરી રાઉન્ડમાં એડ્મ્સ ૩ અને મેરી કોમ બે પોઇન્ટ જીતી શકી હતી. આ સાથે એડમ્સ ૧૧-૬થી વિજેતા બનીને ફાઇનલમાં પ્રવેશી હતી. જ્યારે મેરી કોમનું ગોલ્ડ જીતવાનું સ્વપ્ન બ્રોન્ઝમાં વાસ્તવિક સ્વરૃપ મેળવી શક્યું હતુ. નોંધપાત્ર છે કે તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયશીપની ક્વાર્ટર ફાઇનલમાં પણ મેરી કોમનો સામનો બ્રિટનની નિકોલા એડમ્સ સામે થયો હતો,જેમાં એડમ્સ વિજેતા બની હતી.

 

અગાઉ ભારતની લેજન્ડરી એથ્લીટ પીટી ઉષાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી ટીન્ટુ લુકાએ મહિલાઓની ૮૦૦ મીટરની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ટીન્ટુ લુકાએ બે મિનિટ અને ૧.૭૫ સેકન્ડના સમય સાથે સેમિ ફાઇનલ પ્રવેશ કર્યો હતો. લુકાની સાથેની રેસમાં વર્લ્ડ ચેમ્પિયન રશિયન મારિયા સાવીનોવાએ ૨ મિનિટ અને ૧.૫૬ સેકન્ડ સાથે પ્રથમ અને અમેરિકાની એલિસ સ્ચેમીટે બે મિનિટ અને ૧.૬૫ સેકન્ડ સાથે બીજો ક્રમ મેળવ્યો હતો. હવેતેનીરેસ આવતીકાલે રાત્રે ૧૨ વાગ્યે યોજાશે. સેમી ફાઇનલમાં કુલ ૧૮ ખેલાડીઓ ક્વોલિફાય થશે અને તેમની વચ્ચેની રેસમાંથી ટોચની છ ખેલાડીઓને ફાઇનલમાં પ્રવેશ મળશે.