જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો તહેવાર. આ પ્રસંગે લાખો ભાવિકો ભગવાનના પારણાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં જ્ઞાાનદા સોસાયટીમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મના પવિત્ર પ્રસંગને અનુરૃપ અનોખું કલાત્મક પારણું રચવામાં આવ્યું છે. ધાર્મિક પર્વોની રસપ્રદ વાત એ છે કે ભાવિકો ખૂબ જ ધાર્મિક ભાવનાથી પારણાની રચના કરે છે. પારણું જોઈને એમ જ લાગે કે કોઈ મોટા આર્ટિસ્ટોએ પારણું બનાવ્યું હશે પણ હકીકતમાં સામાન્ય પ્રજા જ જાતે પારણાની રચના કરે છે અને હજારો લોકો આ પારણાના દર્શન કીર શ્રી કૃષ્ણના જન્મના પ્રસંગની ખૂબ જ ધાર્મિકતાથી ઉજવણી કરે છે. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)