એન્ડોર્સમેન્ટ મેળવવામાં પ્રાચી દેસાઇએ દીપિકાને રિપ્લેસ કરી

 

- બ્યુટી પ્રોડક્ટ્સનું એન્ડોર્સમેન્ટ

 

- બોલ બચ્ચનની સફળતાનો ફાયદો

 

મુંબઇ, તા. ૯ ઑગસ્ટ, ૨૦૧૨

 

બોલ બચ્ચનની સફળતા પ્રાચી દેસાઇને ખૂબ સારી રીતે ફળી છે. ફિલ્મ્સની ઓફર્સની સાથે પ્રાચીને કમર્શિયલ એન્ડોર્સમેન્ટના ક્ષેત્રે પણ ફાયદો મળી રહ્યો છે. પ્રાચી એડવર્ટાઇઝર્સની ફર્સ્ટ ચોઇસ બની ગઈ છે. જાણીતી કંપનીની બ્યુટી પ્રોડક્ટ્સની જાહેરાત માટે પ્રાચીને સાઇન કરવામાં આવી હતી. આ બ્યુટી પ્રોડક્ટ્સની અડધી રેન્જ માટે પ્રાચીને અન્ડોર્સ કરવામાં આવી હતી જ્યારે બીજી અડધી રેન્જ માટે દીપિકાને એન્ડોર્સ કરવામાં આવી હતી. પરંતુ હવે દીપિકાના સ્થાને બ્યુટી પ્રોડક્ટ્સની સમગ્ર રેન્જ માટે પ્રાચીને એન્ડોર્સ કરવામાં આવી છે. હવે પ્રાચી બ્યુટી પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે.

 

 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બોલ બચ્ચનની સફળતાને કારણે પ્રાચીની લોકપ્રિયતામાં વધારો થયો છે. જેનો લાભ પ્રાચીને મળ્યો છે અને તેને બ્યુટી પ્રોડક્ટ્સની સમગ્ર રેન્જ માટે એન્ડોર્સ કરવામાં આવી છે.