Last Update : 10-August-2012, Friday

 

શિક્ષણ માટે ઓનલાઇન સર્ચ કરવામાં સમગ્ર વિશ્વમાં ભારતીયો બીજા નંબરે

ભારતમાં છ કરોડથી વધુ વિદ્યાર્થી વપરાશકારોઃ સૌથી વધુ સર્ચ આઇટી અને તાલીમ અભ્યાસક્રમો માટેઃ અમેરિકા નંબર વન

મુંબઈ, તા.૯
તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં માલૂમ પડયું હતું કે શિક્ષણ સંસ્થાનો તથા વિવિધ શૈક્ષણિક કોર્સ વિશે ઓનલાઇન સર્ચ કરવામાં સમગ્ર વિશ્વમાં અમેરિકા બાદ જો કોઇ બીજા નંબર પર હોય તો તે ભારત છે. ૬૦ ટકા કરતા વધુ ભારતીયો શિક્ષણ વિશે માહિતી ભેગી કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
જાન્યુઆરી ૨૦૧૧થી જૂન ૨૦૧૨ સુધી 'સ્ટુડન્ટ્સ ઓન ધ વેબ' શીર્ષક હેઠળ હેઠળ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સર્વેમાં માલૂમ પડયું હતું કે ભારતમાં શિક્ષણ સંબંધીત પ્રશ્નોતરીમાં પ્રતિવર્ષ ૪૬ ટકાની વૃદ્ધી થઈ રહી છે. ઉચ્ચ શિક્ષણ વિશે માહિતી મેળવવા માટે કરવામાં આવતા સર્ચની સંખ્યામાં પ્રતિવર્ષ ૪૦ ટકાનો વધારો થઈ રહ્યો છે. મોબાઇલ ફોનના માધ્યમથી ઇન્ટરનેટ પર શિક્ષણ વિશે કરવામાં આવતા સર્ચના પ્રમાણમાં દર વર્ષે ૧૩૫ ટકાનો વધારો થઈ રહ્યો છે.
સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે 'ભારતમાં ૧૮થી ૩૫ વર્ષની વચ્ચેના વયજૂથના છ કરોડ ઇન્ટરનેટ વપરાશકારો ઇન્ટરનેટ પર શિક્ષણ સંબંધીત સર્ચ કરે છે. ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ સર્ચ આઇટી અને તાલીમ અભ્યાસક્રમો માટે કરવામાં આવે છે. ઇન્ટરનેટ પર શિક્ષણ સંબંધીત સર્ચ કરતા વિદ્યાર્થીઓમાંથી ૪૪ ટકા વિદ્યાર્થીઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને વોકેશનલ કોર્સ વિશે સર્ચ કરતા હોય છે.૪૦ ટકા વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ અને ૧૬ ટકા વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ વિશે સર્ચ કરતા હોય છે.'
ઓનલાઇનની સાથોસાથ ઓફલાઇન સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. મુંબઈ, દિલ્હી, પુણે અને અમદાવાદ સહીત ભારતના સાત શહેરોમાં ઓફલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ૫૬ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેઓ ઇન્ટરનેટનો તેઓ ઇન્ટરનેટ પર શિક્ષણ સંબંધીત સર્ચ દરમિયાન નોકરીને સૌથી વધુ મહત્ત્વ આપે છે. ૪૯ ટકા વિદ્યાર્થીઓ કોર્સ ફેકલ્ટીને, ૪૮ ટકા વિદ્યાર્થીઓ કોર્સ કન્ટેન્ટને, ૪૩ ટકા છાત્રો શિક્ષણ સંસ્થાનની શાખને તથા ૪૧ ટકા વિદ્યાર્થીઓ સર્ચ દરમિયાન ફીને પ્રાધાન્ય આપે છે.
વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ પર શિક્ષણ સંબંધીત રિસર્ચ કરવામાં સરેરાશ પાંચ-થી છ મહીનાનો સમય લે છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved