Last Update : 10-August-2012, Friday

 

કાળાં નાણાં અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછાળ્યો
મારો એજન્ડા રાજકીય નથી ઃ રામદેવના ત્રણ દિવસના અનશન

કેન્દ્ર સરકારને અંતિમ ચેતવણી ઃ સરકાર- સાંસદો સામે સૌમ્ય ભાષા ઃ રાજકીય એજન્ડા ન હોવાની સ્પષ્ટતા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૯
ભ્રષ્ટાચાર અને કાળા નાણા સામે યોગ ગુરુ બાબા રામદેવના ત્રણ દિવસના ઉપવાસ આજથી શરૃ થયા છે. તેમણે દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની, કાળુ નાણું દેશમાં પરત લાવવાની અને મજબૂત લોકપાલ બનાવવાની સરકારને છેલ્લી ચેતવણી આપી છે. જોકે બાબાએ ઉગ્ર ભાષા વાપરી સરકારને ઉશ્કેરવાને બદલે સમતોલ શબ્દોનો ઉપયોગ કરીને વિવાદો ટાળવાનું પસંદ કર્યું હતું. આંદોલન પાછળ કોઇ રાજકીય એજન્ડા ન હોવાનું અગાઉ સ્પષ્ટ કરીને બાબાએ પાણી પહેલા પાળ બાંધી દીધી છે. આજે ઉપવાસના સ્થળે મંચ પર અણ્ણા હઝારે અને તેમના સાથીઓમાંથી કોઇની હાજરી નજરે પડી નહોતી. ઉપવાલના પહેલા દિવસે રામલીલા મેદાન ખાતે બાબાના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.
રામલીલા ખાતે યોગ ગુરુ રામદેવે જણાવ્યું હતું કે તેમની માગણીઓ અંગે આ ત્રણ દિવસમાં સરકાર કોઇ પગલાં ભરતી નહીં જણાય તો તેઓ શનિવારે આંદોલનની આગળની રણનીતિ જાહેર કરશે. રામદેવે કહ્યું હતું કે ''કોઇ આમરણ કે અચોક્કસ મુદતના ઉપવાસ નહીં થાય. અમે ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા રહીશું. હું સરકારને માગણીઓ અંગે પગલા ભરવા ત્રણ દિવસનો સમય આપું છું.''
યોગ ગુરુએ ઉમેર્યું હતું કે ત્રણ દિવસ બાદ સરકાર કંઇ પગલાં ભરતી દેખાશે નહીં તો આંદોલનનો આગળનો તબક્કો શરૃ થશે. સરકાર મૌનનો અવાજ નહીં સાંભળે તો તેને અહિંસક ક્રાંતિનો અવાજ સંભાળવવાની ફરજ પડશે. તેમણે કહ્યું હતું કે વિદેશોમાં જમા થયેલું કાળુ નાણું પરત આવશે તો પેટ્રોલ પ્રતિ લિટર રૃા. ૩૫ના ભાવે મળતું થશે અને મોંઘવારી પણ ઘટશે. પરંતુ તેના માટે પ્રામાણિક અને હિંમતવાળા વડાપ્રધાનની જરૃર છે. ઉપવાસના સ્થળે લગાડેલા પોસ્ટરોમાં આઝાદીના લડવૈયાઓની સાથે રામદેવના સાથી બાલકૃષ્ણનો ફોટો પણ મૂકાતા વિવાદ થયો હતો. રામદેવની માગણીઓમાં ચૂંટણી કમિશનર, કેગ, સીવીસી અને સીબીઆઇના વડાની નિમણૂક પ્રક્રિયા પારદર્શી બનાવવનો પણ સમાવેશ થાય છે.
રામદેવે જણાવ્યું હતું કે ''લોકપાલ માટેની લડાઇ પૂરી થઇ નથી પરંતુ અમે તેને આગળ લઇ જઇશુ. તમામ ભ્રષ્ટ લોકોને સજા મળવી જ જોઇએ. અનેક લોકોએ આંદોલન સામે શંકા વ્યક્ત કરી છે. અમે અણ્ણાના સામાજિક એજન્ડાની સાતે છીએ પણ અમે ટીમનો ભાગ નથી.''
યોગ ગુરુએ અગાઉના અનુભવો પરથી પાઠ લઇને આ વખતે શબ્દપ્રયોગ ગણા સમજી વિચારીને કર્યા હોવાનું માનવામાં આવે છે. તેમણે વિવાદો ટાળવાનો પ્રયત્ન કરતાં જણાવ્યું હતું કે તેઓ કોઇ વ્યક્તિ કે પક્ષની વિરૃધ્ધમાં નથી. તેમનો હેતુ ભારતને મહાન રાષ્ટ્ર બનાવવાનો છે અને તેઓ કોઇને સત્તા પરથી પછાડવા માગતા નથી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved