Last Update : 10-August-2012, Friday

 
લેખાબેનની હત્યા પરિચિતે કર્યાની શંકા દ્રઢ બની
હત્યારો ડૉકટરની પત્નીની હત્યા કરવાના ઇરાદે જ આવ્યો હતો

લેખાબેન આસારામના ભગત હતાં ઃ એક યુવાન અવારનવાર તેમના ઘરે આવતો હતો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
અમરોલીની રઘુવીર સોસાયટીમાં બંગાળી ડૉકટરની યુવાન પત્નીની હત્યા સંદર્ભે પોલીસે વિવિદ દિશાઓમાં તપાસ શરૃ કરી છે. અત્યંત ધાર્મિક સ્વભાવના અને આસારામ બાપુના ભકત લેખાબેનને ત્યાં એક યુવાનની વારંવારની અવરજવર અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
અમરોલીની રઘુવીર સોસાયટીમાં રહેતા બંગાળી ડૉકટર ઉત્પલભાઇ વિશ્વાસની પત્ની લેખાબેન (ઉ.વ. ૩૫)ની ગળું કાપી હત્યા કરેલીલાશ ગત સવારે તેમના બંગલાના મુખ્ય દ્વાર પાસેના પેસેજમાંથી મળી આવી હતી. સવારના સમયે ઘરે એકલા રહેતા લેખાબેનની હત્યા કર્યા બાદ હુમલાખોરો તેમનું મંગળસૂત્ર-બંગડી લૂટી ગયા હતા. જો કે, ઘરમાંથી રોકડા રૃ. ૩ લાખ, ઘરેણાં તેમજ લેખાબેનના શરીર ઉપરથી અન્ય ઘરેણાં યથાવત્ મળી આવતાં હત્યા પાછળનું રહસ્ય ઘેરાયું હતું.
દરમિયાન, લેખાબેનની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગે પોલીસે વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઇ તપાસ શરૃ કરી હતી. બંગલાના રસોડામાં લેખાબેન ઉપર હુમલો કરનાર કોઇક જાણભેદુ હોવાની તેમજ કોઇક ઝઘડાના કારણસર હત્યા થઇ હોવાની શંકાને પોલીસે ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવી હતી. અત્યંત ધાર્મિક સ્વભાવના લેખાબેન આસારામ બાપુના પ્રખર ભકત હતાં.
પોલીસે સ્થાનિકોની પૂછપરચ કરતા એક યુવાનની વારંવાર તેમના ઘરે અવરજવર થતી હોવાની માહિતી સાંપડી હતી. પોલીસે યુવાન કોણ છે તે જાણવા ઘરમાં જે મોબાઇલ ફોનનો લોકલ ફોન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેની કોલ ડીટેઇલ મેળવી તપાસ શરૃ કરી છે. લેખાબેનના પોસ્ટમોર્ટમમાં ગળું કાપતા હત્યા થઇ હોવાની પુષ્ટિ મળી હતી અને શરીરે ઇજાના બીજા કોઇ નિશાન ન મળતાં હુમલાખોરો લૂંટ માટે નહીં પણ હત્યા કરવા જ આવ્યા હોવાનું સ્પષ્ટ થયું છે.
લેખાબેનના મૃતદેહને ગત સાંજે અંતિમવિધિ માટે વતન પ. બંગાળ લઇ જવાયો હતો. આથી ત્યાં વિધિ પૂર્ણ કર્યા બાદ ડૉકટર પરત ફરશે તે પછી જ તેમની પૂછપરછના આધારે આ બનાવમાં હકીકત બહાર આવશે. વધુ તપાસ અમરોલી પી.આઇ. બી.વી. ગોહિલ કરી રહ્યાં છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved