Last Update : 10-August-2012, Friday

 

આજે જન્માષ્ટમી ઃ આ ઉત્સવ ગ્લોબલ બન્યો
૧૦૦થી વધુ દેશોમાં શંખનાદ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

દ્વારકા-શામળાજી-ડાકોર-જગન્નાથજી મંદિર ખાતે ભક્તોની ભીડ જામશે ઃ મેળા-મટકી ફોડનું આયોજન

અમદાવાદ, ગુરુવાર
તા.૧૦મી ઓગસ્ટનાં રોજ જન્માષ્ટમી છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનો આ તહેવાર હવે ગ્લોબલ બની ગયો છે. સમગ્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વનાં ૧૦૦થી વધુ દેશોમાં શુક્રવારે રાત્રે ૧૨ વાગ્યે શંખનાદ થશે અને ભગવાનનો અભિષેક થશે. હિંદુઓ જ નહીં અન્ય ધર્મનાં વિદેશીઓ પણ આ સમયે દર્શન માટે હાજર રહે છે. આ સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી-નાં જયઘોષ પણ થશે.
ગુજરાતમાં આ દિવસે અનેક સ્થાનોએ મેળાનું આયોજન થશે અને મટકી ફોડનાં કાર્યક્રમો યોજાશે ત્યારબાદ ભગવાનને પારણીયે ઝુલાવવામાં આવશે. સુપ્રસિદ્ધ તીર્થધામ દ્વારકા ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરશે. આવો જ માહોલ શામળાજી અને ડાકોર ખાતે રહેશે. જ્યારે અમદાવાદનાં જગન્નાથજી મંદિર ખાતે પણ ભજન-કીર્તનનું આયોજન કરાયું છે અને રાત્રે જન્મોત્સવ ઉજવાશે. જ્યારે ગૌપૂજન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. જ્યારે ઇસ્કોન મંદિર, ભાગવત વિદ્યાપીઠ-સોલા ખાતે પણ મોટી સંખ્યામાં લોકો આવશે. આ દિવસે ખાસ એવી પંચાજીરી(પંચજીરી)નો પ્રસાદ આપવામાં આવે છે. જેનું આયુર્વેદિક મહત્ત્વ પણ છે. વિદેશમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી અંગે ઇસ્કોન-ગુજરાતનાં પ્રમુખ જશોમતીનંદજીએ જણાવ્યું કે ભારત સહિત વિશ્વનાં ૧૦૦થી વધુ દેશોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. હવે તો વિદેશીઓ પણ આ જન્મોત્સવની ઉજવણી જોવા આવે છે. ઇસ્કોનનાં ૪૦૦થી વધુ મંદિરો દેશ-વિદેશમાં આવેલા છે. તેમાં પણ લંડન ખાતે તો રાત્રે ૧૨ વાગ્યે મોટી સંખ્યામાં લોકો જોડાય છે. જેમાં વિદેશીઓ પણ હોંશભેર આવે છે. આવો જ માહોલ અમેરિકાનાં લોસ એન્જલસ, ન્યૂયોર્ક, શિકાગો અને ફ્લોરિડાનાં મંદિરોમાં જોવા મળે છે.
તેમણે જણાવ્યું કે લોસ એન્જલસનાં મંદિરમાં તો એકવાર ૬૦૦ વાનગીઓનો રાજભોગનાં દર્શન જન્માષ્ટમીનાં દિવસે કરવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો આવે છે. સાથે જ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમયે શંખનાદ કરવામાં આવે છે ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનનો અભિષેક કરવામાં આવશે. અનેક વિદેશી ભક્તો પણ આ દિવસે ઉપવાસ રાખે છે.
આ દિવસે અમદાવાદનાં સ્વામિનારાયણ મંદિર-રામબાગ-કાંકરિયા ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે સ્વામિનારાયણ ભગવાનનાં ગુરુ રામાનંદ સ્વામીની ૨૭૩મી જયંતીની ઉજવણી કરવામાં આવશે. કીર્તન-ભક્તિ પણ થશે.
પ્રમુખસ્વામી મહારાજના સવારનાં દર્શને ભક્તો ઉમટશે
જન્માષ્ટમીનાં દિવસે બી.એ.પી.એસ.નાં વડા, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર-શાહીબાગ, અમદાવાદ ખાતે સવારનાં દર્શન આપશે. આ દિવસે દર્શન માટે ભક્તો ઉમટી પડશે. જ્યારે રાત્રે સંતોની નિશ્રામાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અને ભક્તિપૂર્વક ઉજવવવામાં આવશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved