Last Update : 10-August-2012, Friday

 

ટોરેન્ટની જેમ જીઈબીએ પણ સિક્યોરિટી ડિપોઝિટ માટે નોટિસો કાઢી
GEB પણ હાઈ-લૉ ટેન્શન ગ્રાહકો પાસેથી સિક્યોરિટી ડિપોઝીટ લેશે

૧૨૫ કિલોવૉટ એમ્પિયરના વીજગ્રાહકોને સિક્યોરિટી ડિપોઝિટ પેટે વધુ અઢી લાખ જમા કરાવવા નોટિસ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ
ઉદ્યોગો માટે હાઈ ટેન્શન અને લૉ ટેન્શન વીજ જોડાણ લેતા ગ્રાહકો પાસે સિક્યોરિટી ડિપોઝિટ પેટે વધુ ૧૦૦ ટકા રકમની માગણી કરતી નોટિસ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાર વીજ વિતરણ કંપનીઓએ પાઠવી છે. પરિણામે ગુજરાતના ૩૦૦૦૦ જેટલા હાઈટેન્શન વીજગ્રાહકો અને અસંખ્ય લૉ ટેન્શન વીજજોડાણ ધારકોને માથે લાખો રૃપિયાનો સિક્યોરિટી ડિપોઝિટનો બોજ આવી જતાં ઉદ્યોગોમાં તેની સામેનો વિરોધ થવા માંડયો છે. મલ્ટી યર ટેરિફના સપ્ટેમ્બર ૨૦૧૧ના જર્કના ઓર્ડરને આધારે આ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે.
નાના ઉદ્યોગો ચલાવવા માટે પણ ૧૦૦ કિલો વોલ્ટ એમ્પિયર (૧૦૦ કિલોવોટ)થી વધુનું જોડાણ અનિવાર્ય બની ગયું છે. આ સંજોગોમાં નાનામાં નાના ઉદ્યોગને માથે વધારાની રૃા. ૨.૫ લાખની સિક્યોરિટી ડિપોઝિટ ઊભી કરવાનો બોજ આવશે. એક તરફ વાઈબ્રન્ટ ગુજરાતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રમોટ કરવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીઓ સિક્યોરિટી ડિપોઝિટને નામે તેમની નવી મૂડીઓ ઊભી કરીને ઉદ્યોગોને કમર તૂટી જાય તેવો બોજ નાખી રહી છે. ૧૦૦ કિલો વોટ એટલે કે ૧૨૫ કિલોવોટથી ઓછું વીજ જોડાણ ધરાવનારી કંપની લૉ ટેન્શન વીજ જોડાણ ધારકની હરોળમાં આવે છે. સિક્યોરિટી ડિપોઝિટ ગણવા માટે ડિમાન્ડ ચાર્જ, યુનિટદીઠ એનર્જી ચાર્જ, ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવરપરચેઝ એગ્રીમેન્ટના દર, ઇલેક્ટ્રીસીટી ડયૂટી, ટાઈમ ઑફ યુઝ અને લો ડ ફેક્ટરને ગણતરીમાં લેવામાં આવે છે. ટાઈમ ઑફ યુઝમાં ૫૦૦ કેવીએથી વધુનું વીજજોડાણ ધરાવનારાઓએ સવારે ૭થી ૧૧ અને સાંજે ૬થી ૧૦ વાગ્યા વચ્ચે વીજ વપરાશ માટે યુનિટદીઠ રેગ્યુલર દર કરતાં યુનિટે ૭૫ પૈસા વધુ અને ૫૦૦ કેવીએથી ઓછા જોડાણ ધરાવનારાઓએ યુનિટે વધારાના ૩૫ પૈસા ચુકવવા પડે છે.
તેમનું કહેવું છે કે નવા હાઈટેન્શન કનેક્શન લેવા માટે સબસ્ટેશનની ક્ષમતા વધારવા માટેનો ખર્ચ એટલે કે નેટવર્ક ડેવલપમેન્ટ કરવાનો ખર્ચ પણ જોડાણ લેનાર પાસેથી જ લેવામાં આવે છે. કિલોવોલ્ટ એમ્પિયર દીઠ રૃા. ૮૫૦ ચુકવવા પડે છે. આ નોન રિફંડેબલ ખર્ચ છે. તેમ જ હાઈટેન્શનના ગ્રાહકે સ્વિચ ગિયર માટે રૃા. ૪થી ૫ લાખનો ખર્ચ કરવો પડે છે. તેને કારણે વીજ કંપનીઓ દ્વારા વિતરીત કરાતી વીજળીના વપરાશમાં દસ ટકાનો વધારો થાય છે. પરિણામે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લૉસ ઘટે છે. છતાંય પૂરતો લાભ ઉદ્યોગોને પાસ કરવામાં આવતો નથી.
કોન્ટ્રાક્ટ ડિમાન્ડની ૮૫ ટકા રકમ વીજ બિલ તરીકે ફરજિયાત ભરવી જ પડશે તે વ્યવસ્થાને નાબૂદ કરી દેવાની માગણી કરવામાં આવી રહી છે. તેને બદલે યુનિટે દસથી પંદર પૈસા વધુ લઈ લેવામાં આવે તો તે પરવડે તેવો વિકલ્પ બની રહેશે તેવી ઉદ્યોગોએ રજૂઆત કરી હતી. ઉપરાંત ઇલેક્ટ્રીસિટી ડયૂટી ગણવાની સિસ્ટમ બદલીને બેઝિક યુનિટ દર પર જ ઇલેક્ટ્રીસીટી ડયૂટી લેવાની માગણી કરવામાં આવી છે. હાઈટેન્શન વીજ જોડાણ લેનારાઓ પાસેથી લેવામાં આવતા ૧૫ ટકાનો સુપરવિઝન ચાર્જ પણ નાબૂદ કરવાની માગણી કરવામાં આવી છે.

પાવર ફેક્ટર વધારવા ખર્ચ કરે ગ્રાહક ને નફો લે કંપની
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ
કંપની દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠાનો વપરાશ વ્યવસ્થિત થાય તે માટે કેપેસિટર બેસાડવા માટેનો ખર્ચ જે તે ઔદ્યોગિક એકમ કરે છે. તેને કારણે વીજ કંપનીઓના પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. કંપની દ્વારા વિતરીત કરવામાં આવતા પુરવઠાનો વાસ્તવમાં થતો ઉપયોગને પાવર ફેક્ટર તરીકે ઓળખાવવામાં આવે છે. સામાન્ય રીતે કેપેસિટર બેસાડવાને કારણે કંપનીના પાવર ફેક્ટરમાં અંદાજે દસેક ટકાનો સુધારો થાય છે. પરિણામે કંપનીની આવકમાં વધારો થાય છે. આ સંજોગોમાં પાવર ફેક્ટરના રિફંડ તરીકે કુલ બિલમાંથી ૨.૫ ટકા રકમ કાપી આપવામાં આવે છે. આ રકમ વધારીને ૫ ટકા કરી આપવાની માગણી કરવામાં આવી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved