Last Update : 10-August-2012, Friday

 

૧૮ મહિનાની તપાસ બાદ તપાસપંચનો અહેવાલ જ જાહેર ના થયો
મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

૩૩ વર્ષ બાદ ગુજરાતની ગોઝારી મોરબીની મચ્છુ ડેમ હોનારત પર પુસ્તક લખનાર ગુજરાતી પરિવારના ઉત્પલ સાંડેસરા હાવર્ડ યુનિ.ના સ્કોલર છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરુવાર
આજથી ૩૩ વર્ષ અગાઉ ૧૧ ઓગષ્ટ,૧૯૭૯ના રોજ ગુજરાતના ઈતિહાસની સૌથી ગૌઝારી પૈકીની એક હોનારત સર્જાઈ હતી.આ જ દિવસે મોરબીના ઉપરવાસમાં બંધાયેલો મચ્છુ-૨ ડેમ તુટી પડયો હતો.જેણે મોરબીને તબાહ કરી નાંખ્યુ હતુ.ડેમ પાછળના જળાશયમાંથી નીકળીને મોરબી પર ફરી વળેલા પાણીએ કેટલાના જીવ લીધા તે આંકડો આજે પણ ચોક્કસ નથી.એવી અટકળો થાય છે કે આ હોનારતમાં ૨૫૦૦૦ જેટલા મોરબીવાસીઓએ પોતાના જીવનથી હાથ ધોવા પડયા હતા.
મચ્છુ ડેમ તુટી જવાની દુર્ઘટના વિશ્વની ભયંકર કબાહીઓ પૈકીની એક છે પરંતુ દુર્ઘટનાના સમયગાળાને બાદ કરીએ તો તેના પર બહુ ઓછુ લખાયુ છે.સરકારી કબાટોમાં ધુળ ખાતા દુર્ઘટનાના દસ્તાવેજોને નવી પેઢી સમક્ષ ઉજાગર કરવાનુ બીડુ અમેરીકામાં વસવાટ કરતા ગુજરાતી પરિવારના યુવાન ઉત્પલ સાંડેસરા અને તેના મીત્ર ટોમ વૂટને ઝડપ્યુ છે.છ વર્ષની ભારે મહેતન બાદ હાવર્ડ યુનિવર્સીટીના આ બે સ્કોલર્સે મોરબી હોનારત પર આધારીત 'નો વન હેડ એ ટંગ ટુ સ્પીક'નામનુ પુસ્તક લખ્યુ છે.
આજે ઉત્પલ સાંડેસરા એમ.એસ.યુનિવર્સીટીની જર્નાલીઝમ ફેકલ્ટી અને આર્ટસ ફેકલ્ટીના હિસ્ટ્રી વિભાગના ઉપક્રમે યુનિવર્સીટીમાં વક્તવ્ય આપવા માટે આવ્યા હતા.તેમણે એક વાતચીતમાં જણાવ્યુ હતું કે મોરબીના મહારાજાએ ૧૯૨૮માં ડેમ બાંધવાની વિચારણા કરી હતી.તે સમયના જાણીતા હાઈડ્રો એન્જીનીયર વિશ્વૈશ્વરૈયાએ મહારાજાને ચેતવ્યા હતા કે સૂચીત જગ્યાએ બંધાનારો ડેમ મોરબી માટે આશીર્વાદરૃપ નહી બલ્કે મોરબીના વિનાશ માટે તકાયેલી તોપ પુરવાર થઈ શકે છે.તેમણે આપેલી સલાહ બાદ મહારાજાએ આ યોજના પડતી મુકી હતી.આઝાદ ગુજરાત સરકારે જ્યારે આ ડેમ બાંધવાનુ નક્કી કર્યુ ત્યારે વર્ષો પહેલાની ચેતવણી તો ભુલાઈ જ ગઈ હતી પરંતુ કેન્દ્ર સરકારે સૂચવેલી કેટલીક ટેકનીકલ બાબતોને પણ અવગણવામાં આવી હતી.
જેમકે કેન્દ્ર સરકારે ડેમનુ સૂચિત સ્થળ બદલવાનુ કહ્યુ હતુ.બીજી તરફ પૂર આવે તો ડેમમાં કેટલુ પાણી ભરાય અને મહત્તમ કેટલુ પાણી છોડી શકાય તેની ગણતરી પણ યોગ્ય રીતે થઈ ન હતી.
ગણતરી માટે નવી ટેકનીકલ પધ્ધતિ અપનાવવાના કેન્દ્ર સરકારના સૂચનોની અવગણના થઈ હતી.
મોરબી અન માળીયાની પ્રજાને ડમ તુટવાની શક્યતાઓ અંગે સમયસર ચેતવણી પણ મળી નહતી.તેના કારણે હોનારતમાં મરનારાઓની સંખ્યા વધી ગઈ હતી.
ટેલીફોન તથા તારની સુવિધાઓ બગડી ગઈ હોવાથી ડેમ સાઈટ પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે ચેતવણી આપવાનુ મુશ્કેલ બની ગયુ હતુ.
ઉત્પલે કહ્યુ હતુ કે દુર્ઘટનામાં ખરેખર કેટલા લોકો મર્યા તે આજે પણ અટકળોનો વિષય છે.પરંતુ મોરબીના લોકો માટે સૌથી વધારે અન્યાય કરનારી બાબત એ છે ક હોનારતમાં નીમવામાં આવેલા તપાસપંચનો અહેવાલ ક્યારેય જાહેર થયો ન હતો.મોરબીના લોકોને દુર્ઘટનાનુ સાચુ કારણ ક્યારેય જાણવા મળ્ય ન હતુ.
તપાસપંચની કામગીરી દરમ્યાન જ્યારે મુખ્ય એન્જીનીયરનુ નિવેદન લેવાનુ થયુ ત્યારે હૃદયની તકલીફ થવાથી તેઓ પંચ સમક્ષ હાજર થયા ન હતા.એ બાદ તો સિંચાઈ વિભાગની ખામીયુક્ત પધ્ધતિઓ તરફ તપાસ વળી ત્યારે કેેટલાક ઈજનેરોે સરકારમાં ફરીયાદ કરી હતી અને તત્કાલીન સરકારે પણ આદેશ આપ્યો હતો કે તપાસપંચ જલ્દી આટોપી લો.તપાસ ચાલુ રહી હોત તો કદાચ બીજા કેટલાય એન્જીનીયર્સને હાર્ટની તકલીફ થઈ હોત.

મોરબી ડેમ હોનારત પરનુ પુસ્તક કેવા સંજોગોમાં લખાયુ
ઉત્પલ અને તેના મીત્ર ટોમ વૂટને ગુજરાતમાં આવીને સરકારી દસ્તાવેજો ફંફોસ્યા અને મોરબીના ૧૪૮ લોકોના ઈન્ટરવ્યૂ લીધા
મોરબી હોનારત પરનુ સર્વપ્રથમ અને એક માત્ર પુસ્તક કેવી રીતે લખાયુ? તેવા પ્રશ્નના જવાબમાં ઉત્પલે ક્હ્યુ હતુ કે હું અમેરીકામાં જ જન્મ્યો અને ઉછર્યો છું.૨૦૦૪માં ટીવી પર સુનામી હોનારતના સમાચાર નીહાળતી વખતે મારી માતાને મોરબી હોનારતની યાદ આવી ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુ સરી પડયા હતા.જ્યારે હોનારત થઈ ત્યારે મારી માતાના માતા પિતા મોરબીમાં જ રહેતા હતા.આ ઘટના અંગે મારી માતા પાસે થોડી વિગતો જાણ્યા બાદ મેં તેના પર જ વધારે સંશોધન કાર્ય કરવાનો નિર્ણય કર્યો હતો.ેમેં હાવર્ડ યુનિવર્સીટીમાં બીએ વીથ સોશ્યલ સ્ટડીઝના અભ્યાસ દરમ્યાન મારી સાથે અભ્યાસ કરતા મારા મીત્ર ટોમ વૂટન સમક્ષ આ વિચાર મુક્યો હતો.૧૮ મહિના સુધી આ વિષય પર હોમવર્ક કર્યા બાદ અમે ભારત આવ્યા હતા.ગુજરાતમાં રોકાણ દરમ્યાન સરકારી ખાતાઓમાંથી દુર્ઘટના અંગેેના દસ્તાવેજો મેળવવામાં નાકે દમ આવી ગયો હતો.આ માટે પણ અમારે મુખ્યમંત્રીને અરજી કરવી પડી હતી.મોરબી ખાતે અમે રોકાણ કર્યુ હતુ.હોનારતમાં બચી ગયેલા ૧૪૮ લોકોના અમે ઈન્ટરવ્યૂ લીધા હતા.આ તમામ માહિતીના આધારે અમે તાજેતરમાં પુસ્તક લખી શક્યા હતા.કદાચ આગામી વર્ષ સુધીમાં અમે આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ બહાર પાડી શકીશુ.પુસ્તક લખવા માટેની ફેલોશીપ પણ અમને હાવર્ડ યુનિવર્સીટીએ જ આપી હતી.

 

૨૦ જેટલા લોકોને ડુબતા બચાવનાર કેદીની સજા માફ કરાઈ હતી
હોનારતમાં બચી ગયેલા લોકોના અનુભવો અંગે ઉત્પલે કહ્યુ હતુ કે દસ મીટર ઉંચી પાણીની દિવાલથી બચવા માટે લોકોએ મરણીયા પ્રયાસો કર્યા હતા.પૂરથી બચવા માટે ઝાડ પર વળગી રહેલી માતાઓએ બચવા માટે પોતાના બાળકોને ધસમસતા પાણીમાં છોડી દેવા પડયા હતા.રામ મંદિર પર પાણી ફરી વળ્યા ત્યારે તેમાં આશ્રય લઈ રહેલા ૧૦૦ લોકો મંદિર સાથે ડુબી ગયા હતા.સ્થાનિક જેલમાં કેદી તરીકે સજા ભોગવી રહેલા જોરાવર નામના યુવાને પાણીમાં તણાઈ રહેલા ૨૦ કરતા વધારે લોકોને બચાવ્યા હતા.રાતોરાત હીરો બની ગયેલા આ યુવાનની સજા માફ કરાઈ હતી.મોતથી બચવા માટે ઝઝુમવાના કેટલાક અદ્ભૂત કિસ્સા અમને જાણવા મળ્યા હતા.જેમાં કમરથી નીચે અપંગ એવી યુવતીએ પૂરના પાણી પર તગારામાં બેસીને પોતાનો જીવ બચાવ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved