Last Update : 10-August-2012, Friday

 

ભરૃચ જિલ્લાના ૧૩ ગામોને અસર
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

બપોર બાદ સપાટી સ્થિર ઃ ભયજનક પૂરનો ખતરો ટળતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો

ભરૃચ,તા.૯
મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ૧૨૮ મીટર ઉપરથી ઓવરફ્લો થતા ભરૃચ ખાતે નર્મદા નદી ૨૪ ફૂટની ભયજનક સપાટીને વટાવી બપોર સુધીમાં ૨૮ ફુટની સપાટીએ પહોંચતા જિલ્લાના ત્રણ તાલુકાના તેર ગામોને અસર થવા પામી હતી. ભરૃચ શહેરના કેટલાક નીચાણવાળા ભાગોમાં પણ પાણી મળતા હતા.
નર્મદા ડેમ ૧૨૧.૯૩ મીટરની સપાટી વટાવી ૧૨૮.૯૫ મીટર પરથી ઓવરફ્લો થતા ભરૃચ ખાતેના ગોલ્ડન બ્રીજ પર નર્મદાએ ૨૪ ફુટની ભયજનક સપાટી વટાવી દીધી હતી. બપોરના ત્રણ સુધીમાં ધારણા મુજબ ૨૮ ફૂટની આસપાસ પહોંચી જતા નર્મદા બંને કાંઠે વહેવા લાગી હતી.
જીલ્લા વહીવટી તંત્રએ પૂરની સંભવિત પરિસ્થિતને ધ્યાનમાં લઈ તાકીદની બેઠક હાથ ધરી તે અંગેની સમીક્ષા કરી અધિકારીઓને જીલ્લાના નીચાણવાળા કાંઠા વિસ્તારના ગામડાઓમાં રવાના કરી સ્થળાંતર માટે તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી હતી.
બપોર બાદ કેવડીયા ખાતે ઈનફ્લો ઘટીને ૨,૬૩,૮૩૭ ક્યુસેક થયો હતો અને આઉટ ફ્લો ૭,૧૩,૫૧૩ ક્યુસેક થતા પાણીની સપાટીમાં ઘટાડો થવા લાગ્યો હતો. જેના કારણે વહીવટીતંત્રને રાહત થવા પામી હતી. ભરૃચ ખાતે પણ ગોલ્ડન બ્રીજ પર પોણા ૨૮ ફૂટ સપાટી સ્થિર રહીને લેવલ વધવાની ઝડપ પણ ઘટી ગઈ હતી. દે જોતા ભયજનક પૂરની સંભાવના પણ ટળી જવા પામી હતી.
ભરૃચ શહેરની ગોલ્ડનબ્રીજ ઝૂપડપટ્ટી, દાંડીયા બજાર તેમજ ફૂરજા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ભરૃચ અંકલેશ્વરના નીચાણવાળા ગામોમાં સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. જેમાં ભરૃચની ગોલ્ડન બ્રીજ ઝૂપડપટ્ટીના ૪૫, દાંડીયા બજાર ઝૂપડપટ્ટીના ૧૫, કબીરવડ બેટના-૬૧, અંકલેશ્વરના સફરૃદ્દીન ગામના ૨૫૫, ખાલપીયાના ૫૨, તરીયાના - ૩૨૫ જૂના કાંસીયાના ૨૭ અને જૂના પોરા ગામના ૩૫૦ વ્યક્તિઓનો સમાવેશ થતો હતો.

 

નર્મદા ડેમ ઓવરફલોનો નવો રેકોર્ડ ૧૨૮.૯૫ મીટર નોંધાયો

ગયા વર્ષે ડેમ સૌથી વધુ ૧૨૭.૧૮ મીટર ઓવરફલો થયો હત ઃ ડેમ ખાતે ધીમી ગતિએ ઘટાડો શરૃ
કેવડીયા કોલોની,તા.૯
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીમાં સતત પાણી છોડાતા નર્મદા ડેમની જળ સપાટી ગઇ મધરાત્રે ૧૨૮.૯૫ મીટરે પહોંચી હતી. જે એક રેકોર્ડ છે. તા.૨૮-૮-૨૦૧૧ના રોજ ડેમની ઓવરફલો સપાટી વધુમાં વધુ ૧૨૭.૧૮ મીટર નોંધાઇ હતી. જે રેકોર્ડ હતો, પરંતુ ગઇ મધરાતે આ રેકોર્ડ તુટી ગયો હતો. અને ૧૨૮.૯૫ મીટરનો નવો રેકોર્ડ સર્જાયો છે.
ગઇ મધરાતે નર્મદા ડેમનું જળસ્તર ૧૨૮.૯૫ મીટરે પહોંચ્યુ ત્યારે ડેમ પરથી ૭.૦૩ મીટરનો ઓવરફલો થઇ રહ્યો હતો. જો કે એ પછી સપાટીમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાવો શરૃ થયો હતો.
ગઇ મધરાતે રાતે બે વાગ્યે વધુમાં વધુ જળ સપાટી નોંધાય બાદ આજે સવારે ૮ વાગ્યે ૧૨૮.૬૩ મીટર સપાટી નોંધાઇ હતી ત્યારે ૬.૮૧ મીટરનો ઓવરફ્લો પાણીનો ધોધ અદભુત સૌંદર્ય સર્જતો હતો. બપોરે બે વાગ્યે સપાટી ઘટીને ૧૨૭.૬૦ મીટર થયા બાદ ચાર વાગ્યે ૧૨૭.૨૪ મીટર થઇ હતી. બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધીમાં એક કલાકમાં સપાટી ૧૬ સેમી ઘટી ગઇ હતી. સાંજે ૮ વાગ્યે સપાટી ૧૨૬.૬૫ મીટર નોંધાઇ હતી.
ત્યારે પાણીની આવક ૨,૪૪,૮૮૯ ક્યુસેક્સ હતી. જયારે જાવક ૫,૩૭,૧૧૭ ક્યુસેક્સ નોંધાઇ હતી. છેલ્લા ૧૮ કલાકમાં ડેમની સપાટીમાં ૨.૩૦ મીટરનો ઘટાડો નોંધાયો છે.
પાવર હાઉસ, ટર્બાઇન, કેનાલ હેડ પાવર તથા કેનાલ મળી પાણીની કુલ જાવક ૬,૪૬,૦૨૮ ક્યુસેક્સ થઇ હતી. ઉપરવાસમાંથી પાણી છોડાયાના કોઇ હેવાલ નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved