Last Update : 10-August-2012, Friday

 

ચૂંટણી સમયે લાભ ખાટવાનો કીમિયો
ગુજરાતમાં સરપંચોને મહિને રૃા. ૧૦૦૦ પગાર આપવા વિચારણા

ફિક્સ પગારદારોને કાયમી ના કરતી સરકાર ૧૩,૬૮૫ સરપંચોના પગારનું ભારણ વેઠવા તૈયાર!

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, ગુરૃવાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના સમયે મોદી સરકારે ગામડાંઓનો વહીવટ સંભાળતા સરપંચોને ખુશ કરવાનું નક્કી કર્યું છે. રાજ્યની ૧૩,૬૮૫ ગ્રામપંચાયતોના સરપંચોને માસિક રૃા. ૧ હજારનો પગાર કહો કે હાથખર્ચી આપવાની દરખાસ્ત નાણા વિભાગમાં મૂકાઈ છે. ચૂંટણીની જાહેરાત પહેલા આ યોજના મંજૂર કરી તેનો અમલ શરૃ થાય તેવી શક્યતા ટોચના સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે.
ગામડાંની જમીનોનો 'વહીવટ' કરીને તથા પ્રોજેક્ટોની મંજૂરી આપીને માલામાલ બનેલાં અને મોંઘી ગાડીઓ રાખતા સરપંચોને માટે તો આ મહિને હજાર રૃપિયાનું મહેનતાણું ચણા-મમરા ફાકવા બરાબર છે, પરંતુ આ દરખાસ્તનો જો અમલ થાયતો સરકારની તિજોરી ઉપર વાર્ષિક અંદાજે રૃા. ૧૬.૫૦ કરોડનો બોજો આવ તેમ છે. એક તરફ ગુજરાત સરકાર તેના ફિક્સ પગારદારોને કાયમી નોકરી ના આપવી પડે તે માટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે અને એની પાછળ ગુજરાત સરકારની મુખ્ય દલીલ તિજોરી ઉપર આવતા ભારણ અંગેની છે. બીજી તરફ સરપંચોને પગાર ચૂકવવાનો નિર્ણય કરીને નવું ભારણ લાદી રહી છે, ત્યારે આ પરિપ્રેક્ષ્યમાં સરપંચોને પગાર આપવાની યોજના અધિકારીઓમાં ચર્ચાનો વિષય બની છે. એક વર્ગ એવું પણ માને છે કે, સરકારી અમલદારોને જો પગાર ચૂકવાતો હોય તો ગ્રામપંચાયતોનો વહીવટ કરતાં સરપંચોને શા માટે મહેનતાણું ના ચૂકવાવું જોઈએ. આ વર્ગના કહેવા પ્રમાણે આ નિર્ણયથી કંઈક અંશે વહીવટમાં પ્રમાણિકતા આવશે. અલબત્ત, એવો ડર વ્યક્ત થઈ રહ્યો છે કે, સરપંચોને પગાર ચૂકવણું શરૃ થશે તો સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓના વડા અને પ્રતિનિધિઓ પણ જતે દિવસે આ પ્રકારના મહેનતાણાની માગ કરશે. જોકે, અત્યારે ચૂંટણી સમયે રાજકીય લાભ ખાટવાનો વિચાર હાવી હોઈ સરકાર ભવિષ્યનો કોઈ વિચાર કરતી નથી, એમ જણાવાઈ રહ્યું છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved