Last Update : 10-August-2012, Friday

 

આમિર ખાન તેની આગામી ફિલ્મમાં રાણી મુખર્જી અને કરીના કપૂર સાથે ડાન્સ કરશે

સાયકોલોજિકલ થ્રિલર 'તલાશ'ને પ્રમોટ કરવા માટે મ્યુઝિકલ વિડિયો જરૃરી હોવાનો અભિનેતાનો મત

મુંબઈ, તા.૯
આમિર ખાનની આગામી ફિલ્મ 'તલાશ' અત્યાર સુધી અનેક કારણોસર ચર્ચામાં રહી છે. છેલ્લે ૨૦૦૯માં 'થ્રી ઈડિયટસ'માં કામ કર્યા બાદ ત્રણ વરસ પછી આમિર ફરી રૃપેરી પડદે જોવા મળશે. આ ફિલ્મમાં આમિર સાથે રાણી મુખર્જી અને કરીના કપૂર પણ છે જેણે અત્યાર સુધી માત્ર એક વખત જ આમિર સાથે કામ કર્યું છે. રાણીએ ૧૯૯૮માં આવેલી 'ગુલામ' અને કરીનાએ 'થ્રી ઈડિયટસ'માં આમિરની હિરોઈન તરીકે કામ કર્યું હતું.
૨૦૦૧માં આવેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ' પછી ફરી એક વખત આમિર ખાન નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની સાથે કામ કરી રહ્યો છે. 'તલાશ' ફિલ્મની વાર્તા એવાં ત્રણ પાત્રોની છે જેના દ્વારા આમિર, રાણી અને કરીના એક જ ફ્રેમમાં જોવા મળશે. આ પૂર્વે આ ત્રણેય કલાકારોએ કોઈપણ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું. આજ કારણે આમિરને કરીના અને રાણી સાથે કામ કરવાનો વિચાર આવ્યો હતો.
ફિલ્મ સાથે સંકળાયેલા એક આંતરિક સૂત્રે જણાવ્યા મુજબ, 'તલાશ એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે અને ફિલ્મસર્જકોએ તેમાં એક હળવા પ્રકારનો મ્યુઝિકલ વિડિયો ઉમેરીને ફિલ્મને પ્રમોટ કરવાનું નક્કી કર્યું છે. તેમણે તાજેતરમાં આમિર, રાણી અને કરીનાને લઈને આ પ્રમોશનલ વિડિયોનું શૂટિંગ કર્યું હતું જેમાં આમિરે આ બંને અભિનેત્રીઓ સાથે ડાન્સ કર્યો છે.
આ વાતને સમર્થન આપતા એકસેલ એન્ટરટેઈન્મેન્ટના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે, 'હા, આ ફિલ્મ માટે એક પ્રમોશનલ વિડિયોનું શૂટિંગ થયું છે અને તેમાં ત્રણેય કલાકારોને સાથે લેવાનો વિચાર આમિરનો જ હતો. આમ તો આ એક ગંભીર વિષયવાળી ફિલ્મ છે પણ તેમાં આવો મ્યુઝિક વિડિયો હોય તો દર્શકોને મનોરંજન પણ માણવા મળશે. આમિરે આપેલો આયડિયા બધાને ગમ્યો હતો.'
આમિર ખાન પ્રોડકશન્સ અને એકસેલ એન્ટરટેઈન્મેન્ટના બેનર હેઠળ બનેલી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'તલાશ'નું દિગ્દર્શન રીમા કાગતીએ કર્યું છે. આમિર ખાન, રાણી મુખર્જી અને કરીના કપૂર અભિનિત આ ફિલ્મ ૩૦મી નવેમ્બરે રિલિઝ કરવામાં આવશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved