Last Update : 10-August-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૦-૦૮-૨૦૧૨, શુક્રવાર
શ્રાવણ વદ આઠમ - જન્માષ્ટમી
કૃષ્ણ મહોત્સવ - ગોકુળ, મથુરા, દ્વારકા, ડાકોર.
મુસલમાની શહાદતે હજરત અલી

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૮ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૩ મિ. (સૂ) ૭ ક. ૦૫ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મ રાશિ ઃ આજે બપોરના ૧ ક. ૩૪ મિ. સુધીમાં જન્મેલા બાળકની મેષ (અ. લ.ઈ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલા બાળકની વૃષભ (બ. વ. ઉ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ભરણી સવારના ૬ ક. ૪૭ મિ. સુધી પછી કૃતિકા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - કર્ક, મંગળ - કન્યા, બુધ - કર્ક, ગુરૂ - વૃષભ, શુક્ર - મિથુન, શનિ - તુલા, રાહુ - વૃશ્ચિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપ્ચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - બપોરના ૧ ક. ૩૪ મિ. સુધી મેષ પછી વૃષભ.
વિક્રમ સંવત્સર ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર ઃ જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન ઃ વર્ષા ૠતુ રા. દિ. શ્રા / ૧૯ માસ તિથિ વાર ઃ શ્રાવણ વદ આઠમને શુક્રવાર. - આજે જન્માષ્ટમી છે, - કૃષ્ણ મહોત્સવ- ગોકુલ, મથુરા, દ્વારકા, ડાકોર, - મુસલમાની શહાદતે હજરત અલી - ઘઉંના ભાવ વધે.
મુસલમાની હિજરી સન ૧૪૩૩ રમજાન માસનો ૨૧ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાંમદ માસનો ૨૮મો રોજ.

 

-------------------------------------------------------------------

 

તા. ૧૧-૮-૨૦૧૨ શનિવાર
શ્રાવણ વદ નોમ - નંદ મહોત્સવ
અમૃત સિદ્ધિયોગ સવારના ૯ ક. ૫૩ મિ.થી શરૂ

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૩ મિ., (સૂ) ૭ ક. ૦૫ મિ., (મું) ૭ ક. ૦૮ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ કૃતિકા સવારના ૯ ક. ૫૨ મિ. સુધી પછી રોહિણી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - કર્ક, મંગળ - કન્યા, બુધ - કર્ક, ગુરૂ - વૃષભ, શુક્ર - મિથુન, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન, વર્ષાૠતુ, રા.દિ. શ્રા/ ૨૦.
માસ-તિથિ-વાર ઃ શ્રાવણ વદ નોમ ને શનિવાર.
- આજે નંદ મહોત્સવ.
- અમૃતસિદ્ધિયોગ સવારના ૯ ક. ૫૩ મિ.થી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૨૨ રોજ.
પારસી શહેનશાહી વર્ષ સ્પેર્દાંમંદ માસનો ૨૯ રોજ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૧૦-૦૮-૨૦૧૨, શુક્રવાર

 

મેષ ઃ જન્માષ્ટમીના પર્વે આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ, રાહત, આનંદ, અનુભવતા જાવ. બહાર જવાનું થાય.

 

વૃષભ ઃ જન્માષ્ટમીના આજના પર્વે હળવાશ, રાહત છતાં આનંદ, ઉત્સાહ, સ્ફૂર્તિ જણાય નહીં, બપોર પછી બહાર જવાનું થાય, ખર્ચ થાય.

 

મિથુન ઃ આજે આપના રોજીંદા કામકાજમાં ખર્ચ વધે પરંતુ સગા- સંબંધી મિત્રવર્ગ, પુત્ર- પૌત્રાદિકથી આનંદ રહે, ધર્મકાર્ય થાય.

 

કર્ક ઃ જન્માષ્ટમીના આજના પર્વે ધર્મકાર્યથી હૃદય- મનની પ્રસન્નતા રહે, સીઝનલ ધંધો આવક થાય, પુત્ર- પૌત્રાદિકનુંકામ થાય.

 

સંિહ ઃ આજે આપના ઘર- પરિવારના, નોકરી- ધંધાના, વડીલ વર્ગના કામની વ્યસ્તતા, ચંિતા રહે, બપોર પછીના કામમાં ચંિતિત રહો.

 

કન્યા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા- ઉચાટ વ્યથા ઓછા થાય, ધર્મકાર્યથી આનંદ રહે, બહાર જવાનું થાય.

 

તુલા ઃ આજે બપોર પછી વ્યવહારિક, સામાજિક, કૌટુંબિક કામમાં, ધાર્મિક, કામમાં જાગૃતિ રાખવી, લપસી પડવાથી સંભાળવું.

 

વૃશ્ચિક ઃ જન્માષ્ટમીના પર્વે કામની વ્યસ્તતા રહે, ધર્મકાર્ય થાય, નિકટના સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, આનંદ રહે.

 

ધન ઃ અન્યના કારણે આપના કામમાં રૂકાવટ કરે, અન્યને સહકાર આપવા પ્રયત્ન કરવો પડે, બહાર જવાનું થાય.

 

મકર ઃ જન્માષ્ટમીના આજના પર્વે ધર્મકાર્યથી આનંદ રહે, ઘર પરિવારના, સગા- સંબંધી, મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા રહે.

 

કુંભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા- ઉચાટ, બેચેની અનુભવાય, અન્યના કારણે ધર્મકાર્યમાં એકાગ્રતા જળવાય નહિ.

 

મીન ઃ જન્માષ્ટમીના ધાર્મિક પર્વે ધર્મકાર્યથી, યાત્રા- પ્રવાસથી હૃદય- મનની પ્રસન્નતા રહે, બહાર જવાનું થાય, આકસ્મિક કોઈને મળવાનું થાય છે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૦-૦૮-૨૦૧૨, શુક્રવાર

આજની તારીખે જન્માષ્ટમી શરુ થઈ રહેલું આપનું જન્મવર્ષ કાર્યસફળતા, પ્રગતિનું રહે. ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે આનંદથી વર્ષ પસાર કરી શકો. નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં ફેરફારી, નવું આયોજન શક્ય બને. સ્થળ- સ્થાનની ફેરફારી, બઢતી, માન- સન્માનમાં વધારો થાય.

 

- આપના જીવનની કારકિર્દીનો એક નવો તબક્કો શરુ થાય. તમારી કાર્યશક્તિ- મહેનત- બુદ્ધિનું સારું પરિણામ પ્રાપ્ત થાય.

 

- પુત્ર- પૌત્રાદિક- પત્નીના નસીબ ભાગ્યથી તમારી પ્રગતિ આવક સુખ સંપત્તિમાં વધારો થાય. અવિવાહિત વર્ગને વિવાહ લગ્નનું નક્કી થાય.

 

- સ્ત્રી વર્ગને સાસરી પક્ષ- પિતૃપક્ષ પરિવારની પ્રગતિથી, ધર્મકાર્યથી આનંદ રહે.

 

- વિદ્યાર્થી વર્ગને ભણવા માટે સારી તક પ્રાપ્ત થાય. કારકિર્દીના ઘડતર માટે વર્ષ મહત્ત્વનું રહે.

 

---------------------------------------------

 

તા. ૧૧-૮-૨૦૧૨ શનિવાર

 

મેષ ઃ નંદ મહોત્સવનું પર્વ હળવાશ- આનંદનું રહે. નોકરી, ધંધાના કામકાજમાં સાનુકૂળતા રહે. વધારાનું કામકાજ થઈ શકે.

 

વૃષભ ઃ આજે નોકરી- ધંધાના કામમાં, ઘર પરિવારના કામમાં કંટાળો આવે, આળસ, સુસ્તી, બેચેની અનુભવો, ઉંઘ આવે છતાં કામ કરવું પડે.

 

મિથુન ઃ નુકસાન- વિવાદ થાય નહીં તેની તકેદારી રાખવી, સગા-સંબંધી મિત્રવર્ગના નોકરી- ધંધાના જવાબદારીવાળા કામમાં જાગૃતિ રાખવી.

 

કર્ક ઃ આપના વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. નોકરી- ધંધાના પુત્ર- પૌત્રાદિકના કામ અંગે ચંિતા પછી રાહત જણાય.

 

સંિહ ઃ નંદ મહોત્સવના દિવસે આજે આપના વધારાના કામને ઉકેલવામાં વ્યસ્ત રહેવું પડે પરંતુ પરિવારમાં ગુસ્સો કરવો નહીં.

 

કન્યા ઃ આપના રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. નોકરી- ધંધાના કામ અંગે પરિવારના કામ અંગે કોઈને મળવાનુંં થાય. ચર્ચા- વિચારણા થાય.

 

તુલા ઃ નંદ મહોત્સવનો આજનો દિવસ આપને શારીરિક- માનસિક અસ્વસ્થતાનો રહે, નાણાંકીય ચંિતા રહે, નોકરી- ધંધામાં સંભાળવું પડે.

 

 

વૃશ્ચિક ઃ આજે નંદ મહોત્સવના દિવસે માનસિક પરિતાપ છતાં તમે તમારું કામ ઉકેલવામાં આગળ વધી સકો. કામ ઉકેલાતા રાહત જણાય.

 

ધન ઃ આરોગ્યની અસ્વસ્થતા, સુસ્તી બેચેનીના કારણે કામ કરવાનો કંટાળો આવે આરામ કરવાની ઇચ્છા થાય છતાં આરામ મળે નહી.

 

મકર ઃ નંદ મહોત્સવના આજના દિવસે આપના રોજીંદા કામમાં હળવાશ રહેવાથી ચંિતા દોડધામ ઓછી રહે, બહાર જઈ શકો.

 

કુંભ ઃ હરો ફરો કામકાજ કરો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં, નકારાત્મક વિચારો આવ્યા કરે, ચંિતા થયા કરે.

 

મીન ઃ નંદ મહોત્સવના આજના દિવસે યાત્રા- પ્રવાસ મુલાકાતમાં તેમજ રસ્તામાં આવતા જતા વાહન ચલાવતા સંભાળવું, બેઘ્યાન થવું નહીં.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૧-૦૮-૨૦૧૨, શનિવાર

આજથી શરુ થઈ રહેલું આપનું જન્મ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા આનંદ, ઉત્સાહમાં, આત્મવિશ્વાસમાં વધારો થાય નોકરી- ધંધાના ક્ષેત્રે વર્ષ લાભદાયી રહે જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને આ વર્ષમાં આકસ્મિક ન ધારેલી તક પ્રાપ્ત થાય, ફેરફારી થાય.

 

- આ વર્ષથી તમારો ભાગ્યોદય, પ્રગતિ શરુ થાય.

 

- નોકરી- ધંધો હોય તેમને આવકમાં સુખ, સંપત્તિમાં માન- સન્માનમાં વધારો થાય.

 

- અવિવાહિતને વિવાહ લગ્નનું નક્કી થાય, પુત્ર પૌત્રાદિક માટે વર્ષ પ્રગતિનું રહે.

 

- સ્ત્રી વર્ગને પતિ- સંતાન સુખની પ્રાપ્તિ, પ્રગતિથી ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે.

 

- વિદ્યાર્થી વર્ગને ભણવા માટેની સારી તક પ્રાપ્ત થાય, આર્થિક તકલીફ ચંિતા ઉકેલાય.

 

સુપ્રભાતમ્

હે જગતની માતારૂપી લજ્જા! અહીં કુતપાણિ નામે પ્રસિદ્ધ રાજા છે, તે તો માત્ર જમીનના એક ટુકડાનો જ સ્વામી છે, બાકી એ બીજાનો સેવક છે પણ તેનો પુત્ર સતત પોતાને માટે રાજાનું બિરદ ઈચ્છે છે. પછી હે લજ્જા! તું તો નિરાધાર જ થઈ ગઈ !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

- સર્વે પ્રકારનાં દુઃખોમાં પણ જેની બુદ્ધિ ક્ષય પામતી નથી તે માણસ તે બુદ્ધિના પ્રભાવથી મુશ્કેલીઓને પાર કરી જાય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોનો આનંદ વધારતી વાનગીઓ

પિસ્તાની ધારી

 

સામગ્રી ઃ ૧ કિલો માવો, ૧૦૦ ગ્રામ પિસ્તા, ૭૫૦ ગ્રામ ખાંડ, ૧ ચમચી દૂધ, પ્રમાણસર બદામ, એલચી-જાયફળ, કેસર-ગુલાબની પાંદડીઓ, જાવંત્રી-ઘી.

 

રીત ઃ બદામ-પિસ્તા - ચારોળી ઝીણા પીસી નાખવા. પીસેલા ભૂકામાં માવો નાખવો. પછીથી ખાંડની એકતારી ચાસણી બનાવવી. તેમાં માવો, બદામ, પિસ્તા, એલચી વગેરેનો ભૂકો ભેળવી દેવો. બરાબર હલાવવું ઘટ્ટ થાય એટલે સગડી પરથી ઉતારી લેવું. આ બધામાં એક ચમચી દૂધમાં ધૂંટેલું કેસર ભેળવવું અને એક ચમચી જાવંત્રી નાખવી. આ બઘું હલાવીને થાળીમાં ઠારી દેવું.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved