Last Update : 09-August-2012, Thursday

 

મુખ્યમંત્રીની ડાયરીમાં કેશુભાઈની પાર્ટી!

- મન્નુ શેખચલ્લી
આજકાલ કોઈ ડાયરી લખતું નથી. મુખ્યમંત્રીજી તો બ્લોગ પણ નથી લખતા. અડવાણી ક્યારેક લખે છે તો મુખ્યમંત્રીજીને મરચાં લાગે છે. હા, મુખ્યમંત્રીજી ટ્‌વીટરમાં ટ્‌વીટ કરે છે, પણ એની ખબર ટીવીમાં જરૂર પહોંચાડે છે! (નહિતર દેશને ખબર કેવી રીતે પડે?)
એની વે, કેશુબાપાએ ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ ચાલુ કરી એ વિશે જો મુખ્યમંત્રીજી ડાયરી લખે તો શું લખે?
* * *
કેશુબાપાએ ફરી ભારે કરી.
આઈ મિન, ફરી ‘ભારે હૈયે’ કરી. આટલાં વરસથી ભારે હૈયે ભાજપમાં હતા, ભારે હૈયે હાઈકમાન્ડને મળવા જતા હતા, ભારે હૈયે દિલ્હીથી પાછા આવતા હતા અને ભારે હૈયે ભારે હૈયાવરાળો કાઢતા હતા.
સારું થયું કે એમણે એમના નવા પક્ષનું નામ ‘ભારે હૈયે ભાજપછોડ પાર્ટી’ ના રાખ્યું.
પણ કેશુબાપા માણસ સારા.
એક જમાનામાં હું, કેશુબાપા, શંકરસંિહ અને કાશીરામ રાણા જોડે બેસીને ખિચડી-કઢી ખાતા. (પછી તો અમારા સૌની ‘ખાવાની’ શક્તિ વધી ગઈ, એટલે...)
‘ગુજરાત સમાચારે’ અમારા ચાર જણનો ફોટો છાપ્યો છે. ઉપરથી લખ્યું છ ેકે, બોલો, એક જમાનામાં આ લોકો વચ્ચે કેવો સંપ હતો!
- તે હોય જ ને? તમે એ ફોટો ઘ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે અમે ચારેય જણા એ વખતે ધરતી પર હતા! (ખુરશી પર નહિ.)
એની વે, હું જાપાન ગયો હતો એ દરમ્યાન જ બઘું રંધાઈ ગયું. કેશુબાપાએ એમના જન્મદિવસ પર દોઢ લાખનું ક્રાઉડ ભેગું કરેલું. એમ તો મારા જન્મદિવસે હું પાંચ લાખ લોકોને ભેગા કરી શકું. પણ પ્રોબ્લેમ જુતાંનો છે!
જુતાંનો એટલે?
પાંચ લાખ જોડી જુતાં જે મંડપની બહાર ઉતરાવવાં પડે એની વ્યવસ્થામાં કેટલી જફા કરવી પડે? અને જો જુતાં ના ઉતરાવું તો મારી ‘સિક્યોરીટી’નો સવાલ!!
પણ છોડો, હું જુતાંનું કેમ વિચારું છું?
જાપાનથી પાછા આવ્યા પછી લોચા વધી ગયા છે. અમરેલીમાં સાંગાણીના લોચા છે, ફિશરીઝમાં રૂપાલાના લોચા છે. મારી જોડે જે ઉદ્યોગપતિઓ જાપાનમાં ફરવા આવેલા એમને મેં કીઘું, ચાલો, અમરેલી જવાનું છે, તો મારા બેટા બધા ફસકી ગયા!
બીજી બાજુ આ ખોવાઈ ગયેલાં છોકરાંઓની બબાલ છે. યાર, અહીં વાયબ્રન્ટ વખતે થયેલાં અબજોનાં એમઓયુ ખોવાઈ ગયાં છે, એનું શું?
ઊપરથી આ દુકાળ પડ્યો છે. સખ્ખત કામ છે. લાખોની સંખ્યામાં મારા ફોટાનાં સ્ટીકરો બનાવવા પડશે! હું ભૂખ્યાઓને ખવડાવતો હોઉં એવા ફોટા પડાવવા પડશે. અરે, ખવડાવવા ઉપરથી યાદ આવ્યું...
પેલું ‘ખાતો નથી અને ખાવા દેતો ય નથી’ એવું જો દુકાળગ્રસ્ત લોકો જ કહેવા માંડશે તો?
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved