Last Update : 09-August-2012, Thursday

 

ઉપરાષ્ટ્રપતિની બીજી મુદત

ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીનું નામ અસલમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ગણાતું હતું, પરંતુ એ પદ માટેના રાજકીય કાવાદાવા વધી પડતાં તે સ્થાન છેવટે પ્રણવ મુખર્જીને મળ્યું અને અન્સારી બીજી મુદત માટે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બન્યા. મમતા બેનરજી જેવાં સાથીએ આ હોદ્દે બીજાં નામો તરતાં મૂકી જોયાં, પણ છેવટે પ્રણવ મુખર્જીની જેમ હમીદ અન્સારી માટે પણ વાસ્તવિક સ્પર્ધા ન રહી. તે ભાજપી નેતા જસવંતસંિઘને હરાવીને સહેલાઇથી બીજી મુદત માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા છે. બન્ને ગૃહોના સાંસદોના મતમાંથી અન્સારીને ૪૯૦ અને જસવંતસંિઘને ૨૩૮ મત મળ્યા હતા.
જંિદગી આખી રાજદ્વારી અફસર તરીકે કામ કરનાર અન્સારી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે અને લખતા-વાંચતા જણ તરીકેની મજબૂત છાપ ધરાવે છે. ભારતના રાજકારણમાં તેમનું મુસ્લિમ હોવું એ પણ તેમના માટે અમુક અંશે વિશેષ લાયકાત નહીં તો પણ, ઉપયોગી સાબીત થયું છે. અમેરિકાની જેમ ભારતમાં પણ ઉપરાષ્ટ્રપતિઓ રાષ્ટ્રપતિ બને એવી કોઇ પ્રથા કે પરંપરા નથી. ઉપરાષ્ટ્રપતિઓને બીજી મુદત પણ ભાગ્યે જ મળે છે. અન્સારી આ તક મેળવનારા ફક્ત બીજા ઉપરાષ્ટ્રપતિ છે. પાંચ દાયકા પહેલાં વિદ્વાન અભ્યાસી ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણને બે વાર ઉપરાષ્ટ્રપતિપદ શોભાવ્યું હતું. એ રાજકારણ કે જાહેર સેવા કરતાં પણ વધારે તેમની પ્રખર વિદ્વત્તા માટે જાણીતા હતા. અન્સારીએ પણ ઇરાન-ઇરાક સંઘર્ષ અને ઇઝરાઇલ-પેલેસ્ટાઇન સમસ્યા જેવા વિષયો અંગે કેટલાંક અભ્યાસપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. લ
ઇન્ડિયન ફોરેન સર્વિસ દ્વારા રાજદ્વારી કારકિર્દીમાં દાખલ થનારા અન્સારી સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિ તરીકે રહી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રિય બાબતોમાં સ્પષ્ટ અને ક્યારેક ભારતના સત્તાવાર વલણથી જુદા વિચારો ધરાવવા માટે અન્સારી જાણીતા છે. કારણ કે તેમનો પાયો અને તેમની મુખ્ય ધરી રાજકારણ નથી. અગાઉ તે ભારતના લધુમતી પંચના અઘ્યક્ષ હતા ત્યારે ખ્રિસ્તી ધર્મના પોપ સોળમાએ ઇસ્લામ વિશે કેટલાંક આત્યંતિક વિધાન કર્યાં હતાં. તેનો પ્રતિભાવ આપતાં અન્સારીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે ‘(વર્તમાન) પોપની ભાષા ૧૨મી સદીમાં મુસ્લિમો વિરુદ્ધ જેહાદ જગવતા તે સમયના પોપને શોભે એવી છે. મુસ્લિમ વિશ્વ સાથે વ્યાપક સંબંધો ધરાવતા વેટિકનની આ ભાષાથી મને નવાઇ લાગે છે.’
જમ્મુ-કાશ્મીરના પ્રશ્નો વિશે વડાપ્રધાન દ્વારા આયોજિત પરિષદમાં ઉભય પક્ષે વિશ્વાસનું વાતાવરણ પેદા કરવા માટે કેવાં પગલાં લેવાં જોઇએ, તે નક્કી કરવા માટે એક જૂથની રચના કરવામાં આવી હતી. અન્સારીના અઘ્યક્ષપદે રહેલા આ જૂથના અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કાશ્મીરમાંથી કાઢી મૂકાયેલા પંડિતોને પોતાના વતનમાં પાછા ફરવાનો- સ્થાયી થવાનો અધિકાર છે અને તેનો કોઇ અવઢવ વિના સરકારી નીતિ તરીકે સ્વીકાર થવો જોઇએ.
રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે અન્સારીનું નામ ડાબેરી પક્ષોની દેન છે. યુપીએ સરકારની પહેલી મુદતમાં ડાબેરી પક્ષો સરકારને ટેકો કરતા હતા ત્યારે તેમણે હમીદ અન્સારીનું નામ સૂચવ્યું હતું અને કોંગ્રેસે હોંશભેર એ નામ સ્વીકારી લીઘું હતું. પરંતુ બીજી મુદત માટે અન્સારીનું નામ આવ્યું ત્યાર પહેલાં તેમની સાથે રાજકીય ગતિવિધિઓ જોડાઇ ચૂકી હતી. એટલે ભાજપ અને એનડીએના કેટલાક પક્ષોએ બીજી મુદત માટે અન્સારીનો વિરોધ કર્યો.
હોદ્દાની રૂએ રાજ્યસભાના અઘ્યક્ષ એવા ઉપરાષ્ટ્રપતિ અન્સારીની રાજ્યસભાની કામગીરી એકંદરે તટસ્થ અને નિષ્પક્ષ ગણાઇ હોવા છતાં, આત્યંતિક પક્ષાપક્ષીના આ સમયમાં બન્ને પક્ષે સ્વીકૃત બને એટલું તાટસ્થ્ય જાળવવું અઘરું છે. બલકે, એ જો જાળવી શકાય તો તેને તાટસ્થ્ય કહેવાય કે કેમ એ સવાલ રહે છે. એવી રીતે અન્સારી ઉપર પણ સરકારની તરફેણમાં વર્તવાનો આરોપ લોકપાલ ખરડાના મુદ્દે લાગ્યો હતો. ગૃહના સત્રમાં મોડી રાત સુધી લોકપાલ ખરડાની ચર્ચા ચાલી અને વિપક્ષોએ તેમાં અઢળક સુધારા સૂચવ્યા ત્યારે મોડી રાતે ગૃહના અઘ્યક્ષ તરીકે અન્સારીએ કાર્યવાહી આટોપી લીધી હતી. તેનાથી લોકપાલ ખરડો રાજ્યસભામાં અટકી પડ્યો અને ભાજપ સહિત બીજા વિપક્ષોએ બહુ હોહા મચાવી હતી. પરંતુ આ એવો ટેકનિકલ નિર્ણય હતો, જેની તરફેણમાં અને વિરોધમાં પણ દલીલ થઇ શકે.
જનતા દળ (યુ) અને શિવસેના જેવા એનડીએના સાથી પક્ષો રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીના ટેકામાં રહ્યા હતા, પરંતુ ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમના સાંસદોએ અન્સારીને મત આપ્યા નથી અને આ મતલબની જાહેરાત તેમણે અગાઉથી કરી દીધી હતી. પરંતુ મોટા તફાવતથી જીતીને અન્સારી બીજી મુદતમાં પ્રવેશી ચૂક્યા છે. ૭૫ વર્ષના અન્સારી હવે પછીનાં પાંચ વર્ષ રાજ્યસભાના અઘ્યક્ષ તરીકે કેવી રીતે કામ કરે છે અને કેવા નિર્ણયો લે છે તેની પરથી, ભવિષ્ય તેમને એક રાજદ્વારી તરીકે યાદ કરશે કે રાજકારણી તરીકે, એ નક્કી થશે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved