Last Update : 09-August-2012, Thursday

 

ગોલ્ડ માટે અઢી કરોડ, સિલ્વર માટે દોઢ કરોડ, બ્રોન્ઝ માટે એક કરોડ રોકડનું ઈનામ
ભારતનું ઓલમ્પિક સ્ટેટ બનતું હરિયાણા સ્પોર્ટસમેનનું સ્વર્ગ

 

- સ્પોર્ટસ સ્કોલરશીપ, નોકરીમાં તકો પેન્શન જેવી અનેક સવલતો મળે છે

 

લંડન ઓલમ્પિકમાં ભારતને જે કંઈ સિઘ્ધી મળી છે તેમાં ૮૦ ટકા ફાળો હરિયાણાનો છે. દેશના ઓલમ્પિક સ્ટેટ તરીકે ઓળખાઈ રહેલું હરિયાણા કેવી રીતે મહિલા ખેલાડીઓને ચાન્સ આપે છે તે આજકાલ બહુચર્ચિત પ્રશ્ન બન્યો છે. હરિયાણાની છાપ સમાજમાં થોડી જુદી છે. અહીં ભૂ્રણ હત્યાનો સળગતો પ્રશ્ન છે. બાળકીને જન્મ નહીં આપવાનો એક પાગલ ક્રેઝ અહીં છે. અહીં પ્રેમી પંખીડાઓને સમાજ હત્યા સુધીની સજા ફરમાવે છે. મહિલાઓમાં પ્રગતિ આડે અનેક રોડાં નાખનાર હરિયાણાની જાતિ પ્રથાની સાથે સાથે કેવી રીતે ઓલમ્પિક મેડલો જીતી શકનાર મહિલાઓ તૈયાર થઈ તે પણ એક પ્રશ્ન છે. દેશમાં ઓલમ્પિક મેડલ જીતનાર પ્રથમ મહિલા ગીતા ફોગટ હરિયાણાની છે તો હાલમાં લંડન ઓલમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર ગગન નારંગ હરિયાણાના છે. હરિયાણાના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રસંિહ હૂડાએ તરત જ એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આ લખાય છે એટલે કે મંગળવાર સુધીમાં ભારત જીતેલા ત્રણ મેડલ પૈકી બે હરિયાણાને ફાળે ગયા છે.
ગગન નારંગ બ્રોન્ઝ જીત્યો ત્યારે એક હિન્દી અખબારે ખુબ ચિત્તાકર્ષક હેડીંગ માર્યું હતું કે ‘નારંગ ગગનમાં’... ભારતના સ્પોર્ટસ પ્રધાન અજય માકેણે ગગન નારંગને આઈએએસ રેન્કની જોબ આપવાની ખાત્રી આપી હતી.
આ રીતે સરકારે યુવાનોને સ્પોર્ટસ તરફ વાળ્યા છે અને હવે રાજ્યની પ્રશંસા થઈ રહી છે. ભારતના કોઈ રાજ્યે ના મેળવી હોય એવી સિઘ્ધી હરિયાણાએ મેળવી છે. અહીં સ્પોર્ટસમેનને ઉછેરવામાં આવે છે. એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી લાગતી. ચાર વર્ષ પહેલાં બૈજીંગ ઓલમ્પિકમાં વિજેન્દ્ર સંિહે બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારે હરિયાણા સરકારે તેને નોકરી અને ઈનામોની લ્હાણી કરી હતી.
આ ઘટનાએ હરિયાણાના યુવાધનને સ્પોર્ટસ તરફ આકર્ષ્યા હતા. આશ્ચર્ય તો એ છે કે લંડન ઓલમ્પિક્સમાં ભારતના કુલ ૮૧ ખેલાડીઓની ટુકડીમાં ૧૮ તો હરિયાણાના છે.
આ અગાઉ જ્યારે નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ રમાઈ ત્યારે હરિયાણાના ખેલાડીઓએ ૨૧ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આમ કોનવેલ્થ ગેમમાં હરિયાણાએ ભારત માટે ડંકો વગાડ્યો હતો.
હરિયાણા પ્રથમ એવું રાજ્ય છે કે જેણે ઓલમ્પિક શરૂ થતાં પહેલાં જ રોકડ ઈનામની જાહેરાત કરી દીધી હતી. ગોલ્ડ મેડલ જીતનારને અઢી કરોડ, સિલ્વર મેડલને દોઢ કરોડ અને બ્રોન્ઝ માટે એક કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. આ ઉપરાંત હરિયાણા સરકારે ‘પદક લાઓ પદક લાઓ’વાળી સ્કીમ ઉભી કરીને મેડલ જીતનારને ક્લાસ-ટુ ગેઝેટેડ ઓફીસર બનાવવાનું પ્રોમીસ આપ્યું હતું. પ્રોફેશનલ અને ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટમાં સ્પોર્ટસમેન માટે રિઝર્વ બેઠકો પણ રાખવામાં આવી હતી. રાજ્ય સરકારે પોલીસ ખાતામાં પણ સ્પોર્ટસમેનને ટોચની પોસ્ટ આપી છે. જેમકે પાંચ ડીએસપી, ૧૮ ઈન્સ્પેક્ટર અને ૧૪ને સબઈન્સ્પેક્ટર બનાવ્યા છે. સ્પોર્ટસ માટે રાજ્ય સરકારે પાંચ કરોડનું ફંડ ફાળવ્યું છે. સ્પોર્ટસમેન નિવૃત્ત થાય ત્યારે પણ તેને સ્પેશ્યલ પેન્શન મળી રહે તેવું આયોજન પણ કરાયું છે. હરિયાણા સરકારે જેને સ્પોર્ટસમાં વઘુ રસ હોય તેવા વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસ એન્ડ ફીઝીકલ એપ્ટીટ્યુડ ટેસ્ટનું પ્લાનીંગ કર્યું હતું. જે ટેસ્ટ દર વર્ષે લેવાય અને સ્પોર્ટસ સ્કોલરશીપ આપવાનું પણ નક્કી કરાયું હતું. છેલ્લે તો હરિયાણાની સરકારે દરેક વિદ્યાર્થી રોજ સ્પોર્ટસ પાછળ ચોક્કસ સમય ફાળવે તે માટે આયોજન કર્યું હતું.
પોતાના રાજ્યની દિકરીઓ વિશ્વના ટોપના સ્પોર્ટસમેન સાથે ટકરાય એ કોને ના ગમે!! હરિયાણામાં ઓલમ્પિક્સ જોવા લોકો ટીવી સામે ગોઠવાઈ જાય છે. ગગન નારંગ જીત્યો ત્યારે ઠેરઠેર આતશબાજી જોવા મળી હતી.
હરિયાણાના કર્નાલ જીલ્લાના સોહના ગામનો સુમીત સંગવાન રોજ લંડનથી તેના પિતા સાથે ફોન પર વાત કરતો હતો અને પૂછતો હતો કે મકાઈ કેવી થાય તેમ લાગે છે. ભારતની ઓલમ્પિક ખેલાડીઓની ટુકડીમાં તે સૌથી નાની ઉંમરનો હતો. હરિયાણામાં સેક્સ રેશિયો નિરાશાજનક છે. અહીં ૧૦૦૦ છોકરાઓએ ૮૩૦ છોકરીઓ છે. આ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા છે. છતાં ભારતની પ્રથમ ઓલમ્પિક રેસ્ટલર ગીતા હરિયાણાની છે. ગીતા બલાલી ગામની છે. તેના પિતાને ચાર પુત્રીઓ છે.
બીજી બે દત્તક છે. ગામના અવરોધ વચ્ચે પિતાએ પુત્રીઓને સ્પોર્ટસમાં તૈયાર કરી હતી. આ કુટુંબને હરિયાણાના મુખ્ય પ્રધાને મારૂતિ એસએક્સ-૪ ભેટ આપી છે.
આટલું વાંચીને એમ થાય કે હરિયાણા જેવા નાના રાજ્યનો ઓલમ્પિકસમાં ડંકો વાગે છે તો પછી ગુજરાતનો કેમ નહીં!! ગુજરાત રાજ્ય પોતાને બિઝનેસમેન, વહિવટકાર અને બુઘ્ધિ કૌશલ્યમાં ખપાવે છે એટલે જ ઓલમ્પિક અને લશ્કરમાં પ્રવેશ જેવા ક્ષેત્રે ગુજરાતીઓની સંખ્યા પાંખી છે.
ગુજરાત સરકારે ગુજરાતનું યુવાધન ઓલમ્પિક જેવા રમતોત્સવમાં ચમકે એટલે ખાસ આયોજન કરવાની જરૂર છે. તો જ ગુજરાત હરિયાણાવાળી કરી શકશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved