Last Update : 09-August-2012, Thursday

 
દિલ્હીની વાત
 
રામદેવના ઉપવાસમાં અણ્ણા જોડાશે?!
નવી દિલ્હા, તા.૮
અણ્ણા હજારેએ તેમની ટીમ વિખેરી નાખી છે, હવે સૌની નજર બાબા રામદેવ પર છે. આવતીકાલે રામલીલા મેદાન પર તે ભ્રષ્ટાચાર અને કાળા નાણા સામે ઉપવાસ પર ઉતરી રહ્યા છે. જોકે તે સાથે અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે. શું તેમના ઉપવાસ સરળતાથી પસાર થશે?! આ એજ ગ્રાઉન્ડ છે કે જ્યાં એક વર્ષ પહેલાં મધ્યરાત્રિએ પોલીસે ત્રાટકીને જગ્યા ખાલી કરાવી હતી. સરકાર સાથે ઉપવાસ બાબતે થયેલા કરાર અંગે તે ફરી ગયા હતા તેવો તેમના પર આક્ષેપ છે. બીજો પ્રશ્ન એ છે કે શું બાબા તેમનો કોઈ રાજકીય એજન્ડા આગળ વધારી રહ્યા છે? શું અણ્ણા હજારે ઉપવાસમાં જોડાશે? રામદેવે ઘણીવાર કહ્યું છે કે અણ્ણા ઉપવાસમાં હાજર રહેશે.
અણ્ણાનું રાજકીય ભાવિ
અણ્ણા હજારેએ તેમના રાજકીય ભાવિ અંગે સૌને વિચારતા કરી મુક્યા છે. તેમના ગામ રાલેગણસિધ્ધીમાં પાછા ફર્યા બાદ પણ આ મુદ્દે તે કશું બોલ્યા નથી. દરમ્યાન અંદરના વર્તુળો કહે છે કે તેમના ટેકેદારો નારાજ છે. બે ગૂ્રપ પડી ગયા છે. એક માને છે કે રાજકારણમાં જોડાવવું જોઈએ જ્યારે બીજું માને છે કે રાજકારણમાં ના જોડાવવું જોઈએ. તેમ છતાં બહુમતી લોકો માને છે કે અણ્ણાએ રાજકીય વિકલ્પ ચકાસવો જોઈએ. અણ્ણાએ રામદેવના ઉપવાસમાં જોડાવવા હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.
રામદેવને ફટકો
અણ્ણાના નિર્ણય અંગે કોઈ ટીકાથી બાબા રામદેવ દૂર રહ્યા છે પરંતુ તેમણે એટલો તો સંકેત આપી દીધો છે કે અણ્ણાના રાજકારણ તરફી ઝોકના તે વિરોધી છે. બાબાએ કહ્યું હતું કે ચૂંટણી લડયા સિવાય પણ કોઈ ભ્રષ્ટાચાર સામે લડી શકે છે. બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુપ્રસાદ યાદવે કહ્યું છે કે બાબા રામદેવ યોગ પર ધ્યાન વધુ કેન્દ્રીય કરે તે સારું રહેશે. લાલુના જણાવ્યા પ્રમાણે અણ્ણાનો ટીમ વિખેરવાનો નિર્ણય રામદેવ માટે મોટા ધક્કા સમાન છે.
અડવાણીના બ્લોગનો વિવાદ
૨૦૧૪માં નોન-કોંગ્રેસ અને નોન-બીજેપીના વડાપ્રધાન આવશે એમ બ્લોગ પર લખીને રાજકીય સ્ટેજ પર વિવાદ ઉભો કરનાર ભાજપના નેતા એલ.કે. અડવાણીના બ્લોગને ત્રણ દિવસ થઈ ગયા છે છતાં વિવાદ અટકવાનું નામ નથી લેતો. હવે શિવસેનાના સુપ્રિમો બાળ ઠાકરે અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા આ વિવાદમાં જોડાયા છે. ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે રીંગમાં પ્રવેશતા પહેલાં જ કેવી રીતે પરિણામ ખબર પડે?! જ્યારે અડવાણીને લખેલા પત્રમાં યેદુઆરપપ્પાએ જણાવ્યું છે કે આવા વ્યૂહના કારણે પ્રજા લક્ષથી વિમુખ થઈ જશે. આરએસએસના વિચારક એમ.જી. વૈદ્યે કહ્યું કે ૨૦૧૪ના પરિણામો વિશે કશું કહેવું તે ઘણું વહેલું કહેવાશે.
બેસૂરી મુરલી
એન્ટી બીજેપી અને એન્ટી-એનડીએ મેસેજ દર્શાવતા ભાજપના નેતા મુરલી મનોહર જોષીના ખોટા પેજ અને ખોટા એકાઉન્ટો ભોગ જોષી બન્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ પેજ સાથે ૯૭૯ લોકો જોડાયા છે. અલ્હાબાદ અને અન્ય શહેરોમાં આ સમર્થકો છે. ઓગસ્ટના મેસેજમાં લખ્યું છે કે જો એનડીએ નરેન્દ્ર મોદીને ના સ્વીકારે તો તેમણે પોતાનો પક્ષ ઉભો કરવો પડશે. જોકે બીજા જ દિવસે મેસેજ લખ્યો હતો કે મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર છે.
બુલેટ ટ્રેનમાં પ્રગતિ
સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે કલાકના ૩૦૦ થી ૩૫૦ કિ.મી.ની સ્પીડે દોડતી બુલેટ ટ્રેન અંગેની જાહેરાત વહેલી તકે કરાશે. તે માટે હાઈસ્પીડ રેલ કોર્પોરેશન પણ ઉભું કરવામાં આવ્યું છે. ગયા મહિને વડાપ્રધાન ઓફીસ બોલાવેલી મીટીંગ બાદ રેલવે અધિકારીઓ સક્રિય બન્યા હતા.
- ઈન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved