Last Update : 09-August-2012, Thursday

 

દીકરાને કહેજો કે યાચનાથી નહીં, આવડત અને પરાક્રમથી પદ મેળવે!
દુષ્ટોનું દમન અને સાઘુઓનું પરિત્રાણ કરનારા શ્રીકૃષ્ણ!

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ
 

 

આજની વાત
બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે?
બીરબલ ઃ જહાંપનાહ, ઉત્તર પ્રદેશના જેલમંત્રી રાજા ભૈયાએ કેદીઓને માટે જેલમાં કુલર લગાવવાનો આદેશ આપ્યો.
બાદશાહ ઃ ક્યા ખૂબ
બીરબલ ઃ જહાંપનાહ, આવા અનુભવી અને જેલનિવાસના જાણકારને મંત્ર બનાવવાનો આ જ તો સૌથી મોટો ફાયદો છે.

 

 

યુગપુરુષ શ્રીકૃષ્ણના હૈયામાં જરાય જંપ નહોતો, કારણ કે દુનિયાના આ બાગમાં ફૂલછોડને મેવાદાર વૃક્ષોનો અભાવ વધતો જતો હતો, ને એનું સ્થાન કાંટાળાં વૃક્ષોે ઝાડી-ઝાંખરાં લઈ રહ્યાં હતાં. એ બધામાં આગ ચાંપવી સુકર હતી, પણ સૂકા ભેગું લીલું બળે તો જગતને ધર્મ, ન્યાય અનેે માનવતા પરથી ઇતબાર ટળી જાય તેવી સ્થિતિ હતી.
દાનવતા કઠોર હોય છે, માનવતા કોમળતામાં જીવનારી હોય છે. સદ્‌ગુણોનો બધો બોજ માનવતા નિર્વહતી હોય છે, ને જાનના જોખમે પણ સિદ્ધાંતની રેખામાં લવલેશ ચેકચાક સહન કરવા એ તૈયાર હોતી નથી!
વિરાટનગરમાં ભારતવિખ્યાત સુંદરી દ્રૌપદીનો સ્વયંવર રચાયો હતો. સુંદરી, સુવર્ણ અને સત્તા એ ત્રણની પાછળ તો આખો જમાનો દીવાનો હતો. આ વખતે કાપડીના વેશમાં આવેલા એક બ્રાહ્મણે સ્વયંવરની શરત પૂરી કરી દ્રૌપદીને મેળવી, રાજા-મહારાજાઓ વા ખાતા રહી ગયા.
યુગપુરુષ શ્રીકૃષ્ણ એ બ્રાહ્મણ પાસે ગયા. બ્રાહ્મણ જુવાન તેઓના ચરણમાં નમ્યો ને બોલ્યો, ‘હસ્તિનાપુર અમારું નગર. કુરુ એ અમારું કુળ. પાંડુ અને ઘૃતરાષ્ટ્ર એ કુળના બે સગા ભાઈ. ઘૃતરાષ્ટ્ર સો પુત્રો તે કૌરવો. પાંડુના પાંચ પુત્રો તે પાંડવો. એ પાંચ પાંડવોમાં વચેટ હું અર્જુન!’
‘ઓ હો હો! તમે કુંતી ફોઈના પુત્રો છો? વારુ, લોકો તો કહે છે કે વારણાવતના લાક્ષાગૃહમાં તમે બળી ગયા હા!’
‘વડીલ! એ લાક્ષાગૃહમાં બિચારું અમને શું બાળે? પણ હવે અમારાં દિલ ખુદ લાક્ષાગૃહ બની બેઠાં છે!’
‘શાંતિ રાખો. ધીરજનાં ફળ મીઠાં છે. એકએક પગથિયે આગળ ચડો. મહારાજ ઘૃતરાષ્ટ્ર પાસે તમે તમારો ભાગ માગો.’ શ્રીકૃષ્ણે સલાહ આપી. સાવ સાદા એ શબ્દો હતા.
હસ્તિનાપુરના રાજવી ઘૃતરાષ્ટ્ર વિચક્ષણ પુરુષ હતા. તેઓએ જોયું કે કીડો ફૂલની સંગતથી દેવના મસ્તકે ચડ્યો છે. જંગલમાં રોઝ જેવા રઝળતા આ પાંચ ભાઈઓને ભારત-સુંદરી કૃષ્ણા મળી, સાથે દ્વારકાપતિ શ્રીકૃષ્ણનો સાથ મળ્યો અને દેશ પંચાલ સાથે લોહીસંબંધ બંધાયો ઃ હવે બહુ ના-હા કરવામાં સાર નથી.
એમણે ભાઈઓને ભાગ વહેંચી દીધો. વહેંચણીમાં અસમાનતા રહે એ સ્વાભાવિક હતી. આ તો મોસાળ જમણ હતું, ને મા પીરસણે હતી, પછી તો બાકી જ શું રહે? ઘૃતરાષ્ટ્રે ન્યાય તોળ્યો ઃ સો કૌરવોને સો ભાગ મળવા ઘટે, પાંચ પાંડવોને પાંચ ભાગ મળે. અને રાજ્યના બે ભાગ નહિ પણ એક્સો પાંચ ભાગ કરીને એમણે વહેંચી આપ્યા. ખાંડવપ્રસ્થનો અને યમુના નદીની પશ્ચિમ તરફનો વેરાન પ્રદેશ પાંડવોને ભાગમાં આપતાં રાજવી ઘૃતરાષ્ટ્રે કહ્યું, ‘શૂરવીર પાંડવોને અરણ્યનો ડર નથી, એ તો જંગલમાં મંગલ કરે એવા છે.’
યુગપુરુષ શ્રીકૃષ્ણની આ પાંચ પાંડવો તરફ ચાંપતી નજર હતી. એમને થયું યાદવો સાથે પાંડવો લોહીના સંબંધથી બંધાય તો એમનું પડખું વિશેષ મજબૂત બને. શ્રીકૃષ્ણે ખૂબીથી પોતાની બહેન સુભદ્રાનાં લગ્ન મહારથી અર્જુન સાથે કરાવી દીધાં. થોડો ખળભળાટ મચ્યો, પણ પંચાલ તથા યાદવોનું બળ આખરે પાંડવોને વર્યું.
પરાક્રમશીલ પાંડવો હવે ચક્રવર્તી બનવાનાં સ્વપ્ન સેવવા લાગ્યા. શ્રીકૃષ્ણ જેવો નેતા જેની પાસે હોય, એનાથી શાંત કેમ બેસી રહેવાય? શ્રીકૃષ્ણે કહ્યું કે ચક્રવર્તીપણાની કલ્પના ક્ષત્રિયોના મનમાં પરશુરામના સમયથી જન્મી હતી. અનેકનું આધિપત્ય એક પાસે રહે, અને એ એક જેમ કાર્યક્રમ ચલાવે તેમ સહુ ચાલે ઃ એ એકચક્રી રાજા ચક્રવર્તી કહેવાય. પણ આ તો ઘરઘરના ચક્રવર્તી છે, એમાંય રાજગૃહનો રાજા જરાસંઘ મહાબળિયો છે. એના કારણે મથુરા છોડી દ્વારકા જવું પડ્યું. પણ એના હંસ ને ડંિબિક નામના બે મહારથીઓ હમણાં મૃત્યુ પામ્યા છે. રાજકારણમાં તક એ મહત્ત્વની વાત છે. તમે મારી સાથે આવો તો જરાસંઘનું કાસળ કાઢી નાખીએ. ભારતવર્ષ માટે એ પ્રજાપીડક અને સુશાસન માટે ભારભૂત બન્યો છે.’
એક યોજના ગોઠવાઈ. અર્જુન તથા ભીમને લઈને શ્રીકૃષ્ણ જરાસંઘ પાસે ગયા. એ વખતે દ્વંદ્વ-યુદ્ધનો રિવાજ પ્રચલિત હતો. આવાહન મળતાં ગમે તેવા રાજાને પણ અખાડામાં ઊતરવું પડતું. જરાસંઘને હાકલ થતાં એ ભીમ સાથે કુસ્તી કરવા ઊતરી આવ્યો. ચૌદ દિવસ કુસ્તી ચાલી. જરાસંઘ ચૌદમે દિવસે ઘડીભર થાક ખાવા થોભ્યો. શ્રીકૃષ્ણ એ તકનો લાભ લેવા ભીમને ઇશારો કર્યો. ભીમે જરાસંઘની દેહને ચીરીને ઊભાં બે ચીરિયાં કરી નાખ્યાં! શ્રીકૃષ્ણ ઉત્સાહમાં આવી ગયા. એમણે કહ્યું ઃ ‘જાઓ દેશોદેશ જીતોને ચક્રવર્તીપદ હાંસલ કરો.’
અર્જુન ઉત્તરમાં વિજયયાત્રાએ નીકળ્યો. ભીમ દક્ષિણમાં, નકુલ પૂર્વમાં ને સહદેવ પશ્ચિમમાં નીકળી પડ્યો. ઠેર ઠેર યુદ્ધ આપી એમણે વિજય હાંસલ કર્યો. મૂંઝાયા ત્યાં મહારાત્રિને મહામુસદ્દી શ્રીકૃષ્ણની સલાહ લીધી. આ સલાહે તેઓને રાજવીઓમાં શિરમોર બનાવ્યા. હવે એમણે ચક્રવર્તીપદ પ્રાપ્ત કરતાં પહેલાં કરવો પડતો રાજસૂય યજ્ઞ આરંભ્યો. આ યજ્ઞમાં ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, દુર્યોધન તથા તેના ભાઈઓને નિમંત્રણ પાઠવ્યાં. કોઈ રાજીથી, કોઈ કરાજીથી અને કોઈ કુતૂહલથી યજ્ઞમાં ભાગ લેવા આવ્યા.
આ વખતે યજ્ઞમાં અગ્રપૂજા કોની કરવી, તેનો પ્રશ્ન જાગ્યો. પાંડવોનો તથા ભીષ્મ પિતામહનો મત શ્રીકૃષ્ણ માટે હતો. પાંડવોને રૂડો પ્રતાપ એમનો હતો. આ વખતે ચેદિ દેશના રાજા શિશુપાળે શ્રીકૃષ્ણને બેફામ ગાળો દીધી, એ ન બોલવાનું બોલ્યો. તે જ પળે શ્રીકૃષ્ણનું સુદર્શન નામનું અપ્રતિમ ચક્ર તેના ગળા પર ફરી વળ્યું. જમ જેવો જરાસંઘ અને પ્રતાપી શિશુપાલ વાતવાતમાં મોતને ઘાટ ઊતરી ગયા. બઘા શેહ ખાઈ ગયા. ઘણાએ મનમાં વેરની ગાંઠ વાળી. પ્રગટ રીતે વેર કરવા જતાં જરાસંઘને શિશુપાલ જેવા જીવના ગયા, તો બીજાનું શું ગજું?
પછી પાંડવોને ફસાવવા એક નવો પાસો નંખાયો ઃ પ્રતિકૂળ નહિ, પણ અનુકૂળ ઉપસર્ગ યોજવામાં આવ્યો. યુધિષ્ઠિરને હસ્તિનાપુરમાંથી પાસાની રમત રમવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું. આવા નિમંત્રણનો અસ્વીકાર એ જમાનામાં કાયરતા લેખાતો. યુધિષ્ઠિર પાસા રમ્યા, ને હોડમાં રાજપાટ, ધનદોલત ને દ્રૌપદી સુદ્ધાં હારી ગયા. પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો.
આ વખતે દ્વારકાથી શ્રીકૃષ્ણ તથા અર્જુનની પત્ની સુભદ્રા પોતાના પુત્ર અભિમન્યુ સાથે આવ્યા, વૃદ્ધ રાજા દ્રુપદ પણ આવ્યા, વિરાટના રાજા પણ આવ્યા. સહુએ મળીને કહ્યું, ‘રાજ મેળવવા પ્રયત્ન કરો. પુરુષાર્થીને પૃથ્વી મળતી રહી છે. અમે મદદ કરીશું.’
રાજ મેળવવા માટે યુદ્ધ સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ. આ વખતે અર્જુન અને દુર્યાધન શ્રીકૃષ્ણ પાસે મદદ માગવા ગયા. અર્જુને શ્રીકૃષ્ણને પસંદ કર્યા, દુર્યોધને ગોપસેના સ્વીકારી. બલરામને આ યુદ્ધ પસંદ નહોતું. તેઓ તટસ્થ રહ્યાને યાત્રાએ ઊપડી ગયા. બંને પક્ષ તરફથી સૈન્ય એકત્ર થવા લાગ્યાં. કૌરવો બલવાન ને વગદાર હતા મદદમાં નવ રાજાઓ ને અગિયાર અક્ષૌહિણી જેટલી જંગી સેના ખડી હતી. પાંડવો સત્યનિષ્ઠ હતા. તેઓના લશ્કરમાં જરાસંઘનો દૌહિત્ર અને શિશુપાલના પુત્ર સાથે સાત રાજાઓ હતા, ને સાત અક્ષૌહિણી સેના હતી.
વિગ્રહના નિયમ મુજબ ઘૃતરાષ્ટ્રે શાંતિદૂત તરીકે સંજયને મોકલ્યા. પાંડવોએ કહ્યું ઃ ‘ઘૃતરાષ્ટ્ર અમારા વડીલ છે. દુર્યોધને કરેલાં અપમાન અમે ભૂલી જઈશું. પાંચ ભાઈને ફક્ત રહેવા-ખાવા એકએક ગામ આપો. અમે એટલાથી સંતોષ માનીશું. સાથે સાથે એ પણ કહેજો કે વિગ્રહ કે શાંતિ બંને માટે અમે તૈયાર છીએ.’
દુર્યોધને કહેવરાવ્યું ઃ ‘સંગ્રામ વિના સોયના નાકા જેટલી પણ ધરતી નહિ મળે.’ તેણે પાંડવોના વિનયને કમજોરી માની લીધી.
પાંડવો તરફથી શ્રીકૃષ્ણ વિષ્ટિકાર તરીકે હસ્તિનાપુર ગયા. પણ તેમની વાત કાને ધરવામાં આવી નહીં. બલ્કે તેઓને પકડી લેવાનો વિચાર કર્યો. શ્રીકૃષ્ણે વૃદ્ધ ઘૃતરાષ્ટ્રને કહ્યું ઃ ‘તમારા દીકરાઓને સમજાવો.’
ઘૃતરાષ્ટ્રે લાચારીથી બોલ્યા, ‘મારા દીકરાઓ આગળ મારું કંઈ ચાલતું નથી.’અંતમાં શ્રીકૃષ્ણ વિદુરજીને ત્યાં રહેતાં માતા કુંતાને મળ્યા ને પુત્રો માટે સંદેશો માગ્યો. તેઓએ કહ્યું, ‘મારા દીકરાઓને એટલું કહેજો ઃ હવે ભીખ માગશો નહિ. પરાક્રમથી પોતાનું પદ મેળવજો.’ આખરે કુરુક્ષેત્રનું યુદ્ધ ફાટી નીકળ્યું. દિલ્હીથી વાયવ્ય દિશામાં આવેલા કુરુક્ષેત્ર નામના વિશાળ મેદાનમાં બંને સૈન્યો સામસામાં આવી ખડાં થયાં.
કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહ હતા, પાંડવોનો સેનાપતિ ઘૃષ્ટદ્યુમ્ન હતો. છેલ્લી વખતે અર્જુનને ભલા યુધિષ્ઠિર સગાંઓના સ્નેહભાવને યાદ કરી ઢીલા પડી ગયા, પણ શ્રીકૃષ્ણે કહ્યું ઃ ‘ભાવના અને કર્તવ્ય જુદી વસ્તુ છે. કર્તવ્ય હમેશાં ભાવનાથી ચડિયાતું હોય છે. કર્તવ્ય બજાવો!’
યુધિષ્ઠિરે પ્રતિપક્ષી ભીષ્મ, દ્રૌણ, શલ્ય ને કૃપાચાર્યના આશીર્વાદ લઈ રણમેદાનમાં ઝુકાવ્યું. અઢાર દિવસના યુદ્ધમાં દશ દિવસ ભીષ્મ લડ્યા. એ પછી ૮૫ વર્ષના દ્રોણ હવે સેનાપતિ થઈને મેદાને પડ્યા. સાથે કૌરવોએ સંશપ્તકોને ઉશ્કેર્યા. એમણે બળવો જગાવ્યો, અને અર્જુનને એ મારગે જવું પડ્યું. અહીં ચક્રવ્યૂહ રચાયો. સોળ વર્ષનો અર્જુનપુત્ર અભિમન્યુ મેદાને પડ્યો, પણ હણાયો. શ્રીકૃષ્ણે ધર્મરાજના ધર્મ અને સત્ય ન્યાયના યુદ્ધમાં મદદે લીધાં. હરએક હૃદયની કમજોરી એ જાણતા હતા. અશ્વત્થામાના મૃત્યુની અફવા એમણે ધર્મરાજના મુખે ફેલાવી. પુત્રપ્રેમી દ્રોણ ઢીલા પડ્યા. ઘૃષ્ટદ્યુમ્ને તરત એમનું માથું ઉતારી લીઘું!
પછી મહારથી કર્ણ સેનાપતિપદે આવ્યો. શલ્ય રાજા સારથિ બન્યો. શલ્ય કુળાભિમાની હતો, કર્ણને એ વારંવાર હલકાં વચનો સંભળાવતો. જ્ઞાનતંતુના યુદ્ધમાં કર્ણ ખૂબ નંખાઈ ગયો. એવામાં રથનું પૈડું કાદવમાં ખૂંપી ગયું. શ્રીકૃષ્ણે અર્જુનને તકનો લાભ લેવા કહ્યું.
કર્ણે કહ્યું ઃ ‘આ અધર્મ યુદ્ધ કહેવાય. મને પૈડું કાઢી લેવા દે.’
શ્રીકૃષ્ણે કહ્યું, ‘દ્રૌપદીનાં ચીર ખેંચાતા હતાં ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો?’
મહારથી કર્ણ હણાયો ને સેનામાં નાસભાગ થઈ. સામે આવેલા દુઃશાસનને ચીરીને ભીમે એની છાતીનું લોહી પીઘું. હવે નાસી છૂટેલા દુર્યોધનને ભીમે પડકાર્યો. એ તળાવમાં છુપાઈ બેઠો હતો. એ બોલ્યો ઃ
‘હું થાક્યો છું. પૃથ્વી તારી છે.’
‘હું કંઈ બક્ષિસ લેવા આવ્યો નથી. કાયર, બહાર નીકળ! દ્વંદ્વયુદ્ધ આપ!’
યુધિષ્ઠિરને દુર્યોધનની દશા પર દયા આવી. એના તમામ ભાઈ કપાઈ ગયા હતા. એ થાકેલો હતો. દયાભાવથી ધર્મરાજ બોલ્યા ઃ ‘દુર્યોધન! અમારાથી ગમે તેની સાથે યુદ્ધ કર! જીતીશ તો તમામ રાજ તારું!’
શ્રીકૃષ્ણ નારાજ થઈ ગયા. એ બોલ્યાઃ ‘અઢાર દિવસનું કાંત્યું-પીંજ્યુ ઘૂળ કરવું છે? ધર્મરાજ! લડાઈ તો સમકક્ષ સાથે હોય, સમવયસ્ક સાથે હોય. ભીમને દુર્યોધન એકસરખી ઉંમરના છે.’
ભીમના હૃદયમાં તેર વર્ષ જૂનું વેર છુપાયેલું બેઠું હતું. દુર્યોધને નિર્લજ્જ બનીને દ્રોપદીને બતાવેલી જાંઘને ભાંગવાનું એણે પણ લીઘું હતું. લડાઈ શરૂ થઈ. ભીમે દુર્યોધનની જાંઘ પર આકરો ઘા કર્યો. દુર્યોધન નીચે પડ્યો. યુધિષ્ઠિર ને બલરામ નારાજ થયા, બોલ્યા, ‘ભીમ નિયમવિરુદ્ધ વર્ત્યો છે.’
કૃષ્ણે કહ્યું, ‘આ જાંઘ અપવિત્ર છે. ભીમે એને યોગ્ય દંડ દીધો છે. એણે ત્યાં દ્રૌપદીને બેસાડવાની ઇચ્છા જાહેર કરી હતી! અને વળી હવે કલિયુગ શરૂ થયો છે. નીતિ-ન્યાયનું માળખું નવેસરથી વિચારવું જોઈશે, સંગ્રામની શરતો નવેસરથી ચર્ચવી પડશે. માત્ર જડ નિયમ તરફ જ નહિ, પુણ્ય આશય તરફ પણ જોવું પડશે.’
દુષ્ટોનું દમન ને સાઘુઓના પરિત્રાણ માટેના આ યુદ્ધયજ્ઞમાંથી વિદાય લેતાં યુગપુરુષ શ્રીકૃષ્ણે પાંડવોને સંદેશ આપ્યોઃ ‘ન્યાયથી અને પરાક્રમથી ધરતીને ધારી શકો ત્યાં સુધી ધારજો, પછી હિમાલયની ગુફા શોધજો!’

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved