Last Update : 09-August-2012, Thursday

 

‘જન્માષ્ટમી’ ઃ જીવનનો એક દિવ્ય સંદેશ

 

‘જન્માષ્ટમી’ કહીએ એટલે ભગવાન વિષ્ણુના નવમા અવતાર તરીકે પૂર્ણ બ્રહ્મ, પરંતત્ત્વ, પરંજ્યોતિ, પરાત્પર, પરમકૃપાળુ, પરમાત્મા શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય દિવસ. હિન્દુ ધર્મગ્રંથોમાં પૂર્ણાવતાર શ્રીકૃષ્ણ સિવાય કોઈને પણ પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવ્યા નથી. દ્વાપર યુગના અંતમાં મથુરાના મહારાજા કંસના કારાગૃહમાં શ્રાવણ વદ આઠમના દિવસની રાત્રિના બાર વાગે ઝગમગાટ પ્રકાશ સાથે માતા દેવકી અને પિતા વસુદેવના પુત્ર તરીકે તેઓ પ્રગટ થયા હતા. આ વખતે જેલના સંતરીઓ ઘસઘસાટ નિદ્રામાં પોઢી ગયા. જેલના તાળાં આપો આપ ખૂલી ગયાં. મથુરાનગરી સુમશામ બની ગઈ. દેવકી માતાએ સંકેત આપતાં વાસુદેવે બાલકૃષ્ણને ટોપલીમાં બિરાજમાન કરાવીને વરસતા વરસાદમાં ઝડપથી ગોકુળ તરફ પ્રયાણ શરૂ કર્યું. સંકર્ષણ (બલરામ) અનંતદેવ શેષનાગે પોતે ફેણ ચઢાવીને બાલકૃષ્ણને છત્રછાયા આપી. યમુનાજી પ્રચંડ વેગથી વહી રહ્યાં હતાં. બાલકૃષ્ણને પગના અંગુઠાથી સ્પર્શ કરતાં યમુનાજી પ્રસન્ન થયાં અને સામે કિનારે જવા માટે અધવચ્ચે માર્ગ કરી આપતાં વસુદેવ સામે કિનારે પહોંચીને ગોકુળ પહોંચી ગયા નંદરાયજી અને વાસુદેવ સગાસંબંધી થતા હોઈ બંનેએ રાજીખુશીથી મસલત કરી લીધી અને ઘાઢ નિદ્રામાં પોઢેલા યશોદામાતાના પાસામાંથી બાળકીને લઈને બાલકૃષ્ણલાલાને માતાના પાસામાં સુવડાવી દીધા અને ઝડપથી મથુરાની જેલમાં પરત આવી ગયા. જેલના દરવાજા અને તાળાં આપો આપ બંધ થઈ ગયાં. બીજા દિવસે નંદરાયજીના મહેલ ‘નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલકી’ના જયઘોષ નાદથી નંદોત્સવ ઉજવાયો. આજે તો નંદગામમાં ઘરે ઘરે આનંદ ઉત્સાહથી લોકો આનંદોત્સવ મનાવી રહ્યા હતા. માતા દેવકીને પ્રગટ થતાંની જ સાથે જ ચતુર્ભુજ સ્વરૂપનાં દર્શન આપ્યાં, માતા જશોદા-યશોદાજીને માટી ખાઈ સમગ્ર બ્રહ્માંડનાં દર્શન કરાવ્યાં અને ભક્ત સખા અર્જુનને યુદ્ધ મેદાનમાં દિવ્યદૃષ્ટિ આપીને વિરાટ સ્વરૂપનાં દર્શ કરાવ્યાં હતાં.
કૃષ્ણ લીલાનો આરંભ પૂતના ચરિત્રથી શરૂ થયો અને પ્રભાસમાં જરાશરના હાથે પુરો થયો. ઉદ્ધાર કર્યો ગોવર્ધન લીલા કરી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. દુષ્ટ કંસમામાને મથુરામાં મારીને કંસનો ઉદ્ધાર કર્યો. માખણ ચોરી લીલા, ચીરહરણલીલા તથા તમામ લીલાઓ હેતુસરની અને ઉપદેશ તરીકે હતી. અખિલ બ્રહ્માંડના નાયક શ્રી હરિના ગુણાનુવાદ સંપૂર્ણ રીતે ગાવાનું સામર્થ્ય તો કોઈના સાંયે છે જ નહીં. વેદો પણ જેનો મહીમા ગાતાં ગાતાં ‘નેતિ...નેતિ (આ એ નહીં)’ કહે છે. એવા શુદ્ધબુદ્ધ પ્રત્યેક ચૈતન્ય પરમાત્માના ગુણગાન આપણી શક્તિ-ભક્તિ પ્રમાણે શુદ્ધભાવથી ગાઈને ધન્ય ધન્ય બનીએ તોયે ઘણું ઘણું છે.
શ્રીમદ્‌ ભાગવત પુરાણના પહેલા શ્વ્લોકમાં કહ્યું છે કે
સચ્ચિદાનંદરૂપાય, વિશ્વોત્પત્યાદિહેતવે! તાપત્રંય વિનાશાય શ્રી કૃષ્ણં વયંનમઃ એમનું સ્વરૂપ સચ્ચાિનંદ છે. તેઓ સત્‌ ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. કૃષ્ણનો અર્થ જ છે સદ્‌આનંદ. ‘કૃષ’ એટલે સત્તા, નિત્યતા, શાશ્વતતા અને ‘ન’ એટલે આનંદ કે જે આનંદ શાશ્વત છે. અલૌકિક, નિત્ય, ત્રિકાલ, અબાધિત એવા આનંદને કૃષ્ણ કહે છે. જેમનું કાર્ય વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાનું છે જેમનો સ્વભાવ ત્રણેય તાપોનો વિનાશ કરવાવાળો છે. જેમણે હજારો વર્ષોથી માનવીના જાન ઉપર એકછત્ર અધિકાર મેળવ્યો છે. તેથી તો આજે પાંચ હજાર વર્ષો ઉપરનો સમય પસાર થઈ જવા છતાં કૃષ્ણ પ્રત્યેનો એ જ પ્રેમ, એજ ભક્તિ અને એજ ભાવ પૂર્ણ રીતે કાર્યરત છે. વળી કૃષ્ણ એટલે આકર્ષણ. શુદ્ધ પ્રેમનું આકર્ષણ.
ગૌ સેવા કરીને તો તેમણે અદ્‌ભુત ઉદાહરણ પુરું પાડ્યું છે. ખુલ્લા પગે ગાયોને ચારવા જતા હતા. જે ગાયમાતા તરીકે ઓળખાય છે તે માતાના આપણા ઉપર ઘણા જ ઉપકારો છે. ગૌમુત્ર પણ એક રસાયણ છે. ગાયનું દૂધ અને ઘી મનુષ્ય માટે ઉપકારી છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એની સેવા કરી આપણને ગુરુ સંદેશ આપ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ આપણા હૃદય સમ્રાટ છે.
આનંદ એટલે કૃષ્ણ તેવી રીતે સત્તા એટલે રાધા. સત્તા અને આનંદ પરસ્પરાશ્રિત છે તેમ શ્રીરાધાકૃષ્ણ પણ એકમેક સાથે સદા અભિન્ન છે. તેઓ એકપ્રાણ અને બે શરીર રૂપે છે. પરંતુ નિત્ય વૃન્દાવનમાં ફક્ત રાસલીલાના હેતુસર બે શરીર ધારણ કરે છે. તેમના જેવો પ્રેમ ભૂતકાળમાં કોઈએ કર્યો નથી અને ભવિષ્યમાં કોઈ કરશે નહીં. તેમનો પ્રેમ દિવ્ય છે. એટલે તો કામદેવને પણ મહાત થવું પડ્યું હતું. કૃષ્ણ એટલે ભક્તોના પાપ આદિ દોષોનો નાશ કરનાર. વળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું સ્વરૂપ એટલે કૃષ્ણ તેમજ કૃષ્ણ એટલે સર્વાધાર, સર્વબીજ અને બધા જ તેજોની અપૂર્વ રાશી કૃષ્ણમાં ‘ક’ એટલે કમલાપતિ વિષ્ણુ, ‘ૠ’ એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ‘ષ’ એટલે ષઢ ગણપતિ શ્રી ગણેશ ‘વ’ ભગવાન નૃસંિહ, ‘અ’ એટલે અગ્નિભુક, ‘વિસર્ગ’ એટલે ભગવાન નરનારાયણ પૂર્ણ બ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણ.
તેઓ કોઈ એક જાતિ, એક ધર્મ કે એક સંપ્રદાય કે એક વિશેષ વર્ગના આરાઘ્યદેવ, ગુરુ કે સર્વેશ્વર નથી. પરંતુ સર્વ વિશ્વના આરાઘ્ય-અધિશ્વર પરમાત્મા છે. પરકલ્યાણનો માર્ગ બતાવનાર ‘સબસો હિત નિષ્કામ મતિ’નું સુત્ર આપનાર, પ્રકાશ પાથરનાર, વળી નિરાશા હતાશા, ધૃણા અને દિનતાથી ભરેલા વિશ્વને આશા, પ્રેમ અને અદમ્ય ઉત્સાહ આપનાર વિશ્વના ગુરુ છે. માટે તો ‘કૃષ્ણં વન્દે જગદ્‌ગુરુ’ ગવાય છે. તેઓશ્રીએ ફક્ત ઉપદેશ જ નથી આપ્યો. પરંતુ ભગવાન હોવા છતાં માનવ અવતાર ધારણ કર્યો એટલે એક માનવીની જેમ માનવીય જીવન જીવી બતાવીને ઉમદા દાખલો પુરો પાડ્યો છે. ‘ગીતા’એ એમનું હૃદય છે. આ એક જ ગ્રંથ એવો છે કે જેને સ્વમુખે ગાયો છે. ગીતામાં સર્વ પ્રકારનાં પ્રશ્નોનો ઉકેલ મળે છે. તેઓશ્રીએ વચન આપેલ છે કે ‘જ્યારે જ્યારે ધર્મનો નાશ થતો જણાશે ત્યારે ત્યારે ધર્મની પુનઃ સ્થાપના અર્થે ભૂમંડળ પર અવતાર ધારણ કરશે.’
તેઓ પ્રજાતંત્રના હિમાયતી ક્રાન્તીકારી, ન્યાય અપાવનાર, અન્યાય સામે લડી લેવાના હિમાયતી, સામાજિક સમાનતાના સંસ્થાપક, સામ્યવાદી સાથે ખોટી માન્યતાઓને તોડનાર, નવરચનાના હિમાયતી પણ ખરા. તેઓ રાજનૈતિક, અર્થશાસ્ત્રી, રાજધર્મીરૂપે, નીડર, પ્રેમપુજારી, આદર્શ શિક્ષક, આદર્શ રાજા અને સાથે સાથે એક સાહજિકા માનવી તરીકે તેઓ આપણને જોવા મળે છે. કૃષ્ણને કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી સાથે વેર નહતું. વેરભાવથી લડનારા પણ જાણતા હતા કે જલ્દીથી કૃષ્ણના હાથે તેમનો ઉદ્ધાર થશે. કૃષ્ણની લીલાઓ અલૌકિક તેમનું કાર્ય દિવ્ય તેમની દૃષ્ટિમાં સમભાવ. આ બઘું જ વર્તન કરી જગતને બતાવ્યું.
તેઓ પ્રેમમૂર્તિ છે. પ્રેમ જ સર્વસ્વ છે. પ્રેમ જ સત્ય છે. અને સત્ય જ ભગવાન છે. માટે પ્રેમ લક્ષણ ભક્તિ ચડિયાતી છે. પ્રેમનો રસ પ્રતિ ક્ષણ વધતો જ રહે છે. કૃષ્ણની અલૌકિક, દિવ્ય, અદ્‌ભૂત લીલાએ રાસલીલા છે. પ્રેમની વૃદ્ધિનું નામ જ રાસલીલા છે. પ્રેમ જ શ્રીકૃષ્ણ-રાધા છે. શ્રી હરિવંશ મહાપ્રભુજીએ પ્રેમના પ્યાદા રૂપે શ્રીરાધાવલ્લભલાલના સ્વરૂપને પ્રગટ કર્યું.
તેઓ રાધારમણ, રાધાદામોદર, મોરારી, રણછોડરાય, દ્વારકાધિશ, ગોપાળ, ગોવંિદ, ગિરિધારી, બાંકેબિહારી, ઘનશ્યામ, મનમોહન, મદનમોહન, મદનગોપાળ, કુંજબિહારી, સ્નેહબિહારી, શ્રીનાથજીબાબા, શામળિયાજી, ૠષિકેશ, ગીતાના ગાયક યોગેશ્વર વગેરે વગેરે નામોથી ઓળખાય છે. તેઓ રસરાજ છે. તેમણે સ્વયં કહ્યું છે કે ‘હું જ મહાકાળ છું, સમગ્ર બ્રહ્માંડ મારામાં વ્યાપ્ત છે.’ તેમનું ચરિત્ર અદ્‌ભુત, તેમની લીલાઓ દિવ્ય. તેમનું નામ જ ગુણાતીત છે.
શ્રીકૃષ્ણ માટે તો ‘જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહિભાવે! ભાવે મોહિ જોઈ જોઈ સોઈ કરે પ્યારો!’ માટે શ્રીકૃષ્ણાયવયનમઃ કહી તેમના નામનું રટણ કરી ધન્ય ધન્ય બનીએ.
- અરવંિદભાઈ એન. શાહ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved