Last Update : 09-August-2012, Thursday

 

શ્રી કૃષ્ણ શરણમ્‌ મમઃ

 
જ્યાં સત્ય, ધર્મ, ઇશ્વર વિરોધી કાર્યોમાં શરમ અને હૃદયમાં સરળતા હોય છે ત્યાં શ્રી કૃષ્ણ વસે છે. જયાં શ્રી કૃષ્ણનો વાસ હોય ત્યાં નિઃસંદેહ જય હોય છે ! સર્વ ભૂતાત્મા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ લીલા દ્વારા પૃથ્વી અંતરિક્ષ અને સ્વર્ગનું સંચાલન કરે છે. ધર્મ રક્ષણ માટે પાંડુ પુત્રોને આગળ રાખીને અધર્મના પુત્રનો નાશ કરે છે. સ્વયંની ઇચ્છાથી પૂર્ણાવતાર શ્રી કૃષ્ણ, કાળચક્ર, જગતચક્ર તેમજ યુગચક્ર ફેરવ્યા કરે છે - શ્રી કૃષ્ણ જ કાળ, મૃત્યુ, સ્થાવર જંગમ જગતના એકમાત્ર અધિષ્ઠાતા છે. ખેતરનો માલિક પોતાના અન્ન પાકી જતાં લણી લે છે. તેમ મહાયોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનકર્તા હોવા છતાં સ્વયં એના સંહારક પણ છે ! પોતાની મહામાયાને પ્રભાવે તેઓ જગતને મોહવશ રાખે છે પણ જે કોઈ તેનું શરણ સ્વીકારી લે છે એને માયા કે મોહ સ્પર્શ સુઘ્ધાં કરતો નથી !
શ્રી કૃષ્ણ આર્ય જીવનનો સર્વાંગી વિકાસ જોઈ શકીએ છીએ - રાજનીતિ અને ધર્મમાં અઘ્યાત્મ અને સમાજ વિજ્ઞાનમાં બધા ક્ષેત્રોમાં શ્રી કૃષ્ણને આપણે વિશેષજ્ઞના રૂપમાં જોવા મળે છે. રાજનીતિમાં શ્રીકૃષ્ણને જોઈ એ તો તેનો મહાભારતના ગ્રંથોના પૃષ્ઠો ઉથલાવવા પડે તેમાં ડોકિયું કરતા સ્પષ્ટ દેખાઈ આવે છે મહાભારત આમ તો આર્યજાતિના પડતીનો યુગ ગણવામાં આવ્યો છે. આ સમયે ભારત વર્ષમા નાના મોટા અનેક સ્વતંત્ર રાજ્યો હતા આ નાના મોટા રજવાડાઓ વચ્ચે એક સંગઠનાત્મક ભાવો ન હતા. એક ચક્રવર્તી સમ્રાટ હોવાના કારણે રાજા અત્યાચારી અને સ્વચ્છંદી તથા સ્વાર્થી બની ગયા હતા. મગધના રાજા જરાસંઘ, ચંડીનો રાજા શિશુપાલ, મથુરાના રાજા કંસ અને હસ્તિનાપુરનો રાજા તથા કૌરવો બધા જ દુષ્ટ, વિલાસી અને દુરાચારી બની ગયા હતા. ત્યારે શ્રી કૃષ્ણે પોતાની અદ્‌ભુત રાજનીતિક ચાતુર્યથી આ બધા રાજાઓના મૂળ ઉખાડી ફેંકી દીધા અને એકચક્રી રાજ્યશાસનની સ્થાપના યુધિષ્ઠીર દ્વારા કરાવવામાં આવી. શ્રી કૃષ્ણે એવી ઇચ્છા રાખી હોત તો ખુદ વિશાળ રાજ્યના શાસક થઈને સંસારને સુખ સંપત્તિની ઉપબલ્ધિ કરાવી શકત પરંતુ તેમનું આવું લક્ષ્ય હતું નહીં. સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ ઇચ્છનારા શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ચક્રવર્તી સમ્રાટના સંિહાસન પર અભિષિક્ત કર્યા તેમની આ જ ઉદાર ભાવનાને કારણે જ્યારે રાજસૂય યજ્ઞ થયો ત્યારે અગ્ર પૂજાને માટે યોગ્ય વ્યક્તિની પસંદ કરવાના પ્રશ્નો ઉપસ્થિત થતા ત્યારે ભીષ્મ પિતામહે શ્રી કૃષ્ણનું નામ સૂચવ્યું હતું ! અને સર્વાનુમતે તેમની અગ્રપૂજા કરવામાં આવી હતી. અહીં એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં શ્રી કૃષ્ણે પોતના માટે સૌના સ્વાગત કરવા અને તેમના ચરણોને પ્રક્ષાલન કરવાનું પસંદ કર્યું હતું ! આ જ તો નમ્રતાની પારાશીશી હતી.
શ્રી કૃષ્ણે માત્ર આર્યવૃત્ત રાષ્ટ્રની અખંડતાની રક્ષા કરી એથી આગળ તેમણે આ રાષ્ટ્રના સમાજનો પણ ઉત્કર્ષ કર્યો. ઉદ્‌બોધન કર્યું તે સમયે સ્ત્રીઓ અને શુદ્રોની અતિશય અધોગતિ થઈ ગઈ હતી. સ્ત્રીઓ અને શુદ્રોની મુક્તિને માટેના અધિકારી માનવામાં આવતા ન હતા. વર્ણ વ્યવસ્થા ગુણ- કર્મની અપેક્ષા જન્મથી માનવામાં આવતી હતી અને આ કારણે સૂતપુત્ર કર્ણને પાંડવો દ્વારા અપમાનિત થવું પડ્યું હતુ ! બ્રાહ્મણોએ પોતાની વૃત્તિઓ ત્યજી દીધી હતી. દ્રોણાચાર્ય જેવા વિદ્વાન પણ શસ્ત્રવિદ્યા શીખીને જીવનનિર્વાહ ચલાવતા હતા. લોકોનું અતિશય નૈતિક પતન થઈ ગયું હતું. ભીષ્મ પિતામહ જેવા ધર્માત્મા પુરુષ પણ પોતાની જાતને દુર્યોધનના પાલનપોષણ હેઠળ જીવતા રહેતા તેઓ અન્યાયના પક્ષમાં નછૂટકે પણ ભળી જવું પડ્યું હતું. તે વખતે તેમની વિદ્યા અને બુદ્ધિ- ધર્મભીરુતા બઘું દાવ પર લાગી ગયું હતું આ સમયે સમાજમાં આ પ્રકારે વઘુમાં વઘુ અવગતિ- પડતી થઈ રહી હતી. ત્યારે શ્રી કૃષ્ણએ એક નૂતન સંદેશ આપ્યો. ગીતા દ્વારા તેમણે ચારે વર્ણોને ગુણવત્તા કર્માનુસાર જાહેર કર્યા અને સ્વભાવ પર આધારિત એ સ્પષ્ટ કર્યું કે આ વ્યવસ્થાનો પાયો ગુણ, કર્મ અને સ્વભાવ આધારિત છે. જન્મની સાથે તેમને કોઈ સંબંધ નથી. આ સ્પષ્ટોક્તિની ઘોષણા કરી ગીતામાં જ શ્રી કૃષ્ણે સ્ત્રીઓ અને શુદ્રોને મોક્ષાધિકારીનું વિધાન કર્યું.
‘હે પાર્થ ! અતિ નિમ્ન સ્તરના વંશમાં જન્મેલ મનુષ્ય હોય, જેઓ મારો આશ્રય સ્વીકારે છે તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ઉચ્ચ કૂળમાં જન્મ લઈને ગોપ- ગોવાળોની સાથે પ્રેમભાવ દર્શાવવો અને તેમની સાથે મિત્રભાવ રાખવો.’ શ્રી કૃષ્ણની ઉદારતા અને સહૃદયતાનું એક સૂચક પાસું છે. શ્રી કૃષ્ણને માધવ પણ કહેવામાં આવે છે. મઘુ અથવા પૃથ્વી આદિ તત્ત્વોના સંહારક અથવા તો અકળ તત્ત્વો એમનામા લુપ્ત થતા હોવાથી તેમનું નામ મઘુહા - મઘુ નામના દૈત્યનો વધ કરનાર શ્રી કૃષ્ણ મઘુસૂદન નામથી પણ જગપ્રસિદ્ધ થયા છે.
- લાલજીભાઈ મણવર
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved