Last Update : 09-August-2012, Thursday

 

આપ આર્થિક દેવામાં છો અને ઘરમાં કંકાશથી પીડિત છો ? આ રહી ગુરૂચાવી

 

સંસારમાં મનુષ્ય શાંતિથી જીવી શકે એવી સવાર એ શોધતો હોય છે પરંતુ દરેક મનુષ્યને એ શાંતિની સવાર નસીબ થતી હોતી નથી. ઘણાં લોકો ખૂબ જ મહેનત કરતા હોવા છતાં પણ ધંધાકીય સફળથા મળવાને બદલે આર્થિક દેવામાં સપડાઈ ગયા હોય અને વ્યાજનાં મોટા ચક્કરો ચૂકવતા હોય છે એ મનુષ્યો માનસિક રીતે એટલા હતાશ અને નિરાશ થઈ ગયા હોય છે કે એમને આત્મહત્યા કરવા સુધીનો વિચાર આવતો હોય છે.
આ દુનિયા અને આજનો યુગ એ લક્ષ્મીનાં સામ્રાજ્યનો યુગ છે. જેની પાસે પૈસા છે એ વ્યક્તિઓનાં જીવનમાં ભલે દુઃખ હોય પણ એ લોકો ઘણા-ખરા દુઃખોને પૈસાનો ઉપયોગ કરીને એનો ઉકેલ લાવી શકતા હોય છે. પરંતુ જ્યારે મનુષ્ય પાસે પૈસાનો અભાવ થઈ જાય, માથા પર દેવું થઈ જાય ત્યારે ઘરમાં કલેશ અને કંકાસ વધતા જતા હોય છે. પૈસા વગરના પુરુષની જોડે એના સગા મા-બાપ, સગો ભાઈ કે પોતાની પત્ની પણ ઊભી રહેવા તૈયાર થતાં નથી. ભલે મારી આ વાત વાંચનારને કડવી લાગે પરંતુ કલિયુગનું આ સનાતન સત્ય છે. હું પૈસાને પ્રાઘ્યાન્યતા આપવા નથી માંગતો પરંતુ પૈસાને આજના યુગમાં અવગણી શકાય એમ નથી અને હું પૈસાને પ્રાધાન્યતા ના પણ આપુ તો પણ પૈસાની તાકાતને બદલી શકાય તેમ નથી. દરેક વ્યક્તિ એ આજના યુગની પોતાની સાચી તાકાત અને શસ્ત્ર પૈસાને જ માને છે. ઘણાં લોકો આ વાત મોઢેથી સ્વીકારશે અને ઘણાં લોકો મનમાં સ્વીકારશે.
૧૮ ઓગષ્ટ, ૨૦૧૧ ના દિવસે એક પતિ પત્ની મને મળવા આવ્યા. પતિએ મને કીઘું કે ગુરૂજી મારા ધંધામાં મારે ખૂબ જ મોટા રૂપિયા ફસાઈ ગયા છે. હું કાપડનો હોલસેલનો ધંધો કરું છું. મારો માલ દક્ષિણ ભારતમાં જાય છે. એમાં એક વેપારીમાં મારા મોટા રૂપિયા ફસાઈ ગયા છે. છેલ્લા ચાર વર્ષથી તો હું દેવામાં ડૂબેલો છું અને ધંધામાંથી કમાઈને વ્યાજનાં મોટા ચક્કરો ભરુ છું. એમાં જો આ રૂપિયા પરત નહીં આવે તો હું સંપૂર્ણપણે ખતમ થઈ જઈશ. કાપડ બજારમાં મારી ઈજ્જત અને સમાજમાં પ્રતિષ્ઠા જતી રહેશે. છેલ્લા ચાર વર્ષથી મેં કમાઈને વ્યાજના ચક્કર ભરી મારી આબરૂ સાચવી રાખી છે. જો આ રૂપિયા નહિ આવે તો ભગવાન જાણે શું થશે ? મારા વ્યાજના દેવાને કારણે મારા અને મારી પત્ની વચ્ચે ખૂબ જ કલેશ-કંકાસ થાય છે. મારી પત્ની આ બધી તકલીફોમાં મને જ દોષિત માને છે અને દોષનો ટોપલો મારા ઉપર ઠાલવે છે. હું ચારે બાજુથી ઘેરાઈ ચૂક્યો છું. આપ ગુરૂજી મને માર્ગદર્શન આપો. જેથી હું આમાંથી બહાર નીકળી શકું.
મારી પાસે આવેલા આ ભાઈને દેવામાંથી બહાર નીકળવાનો અને અટકેલા અને ફસાયેલા રૂપિયા નીકળી જાય અને ધીમે ધીમે વ્યાજનું ચક્કર બંધ થઈ જાય અને ખાસ કરીને ઘરમાં કલેશ અને કંકાસ બંધ થઈ જાય એ માટે મંત્રસાગરનાં અમૃતમાંથી મંત્રરૂપી એક અમૃતબંિદુ એ વ્યક્તિને આપ્યું. બે મહિના પછી એ ભાઈ મારી પાસે મીઠાઈનું બોક્ષ લઈને આવ્યા. એમને મને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરીને કહ્યું કે ગુરૂજી તમે આપેલા મંત્રએ મારા જીવનમાં ચમત્કાર કર્યો છે. તમે આપેલા મંત્રએ રામબાણ કામ કર્યું છે અને હું સંપૂર્ણપણે વ્યાજના ચક્કરમાંથી મુક્ત થઈ ગયો છું. મેં પૂછ્‌યું કે ભાઈ આ ઘટના કેવી રીતે બની ? તેણે કહ્યું કે ગુરૂજી આપે આપેલા મંત્રને હું શ્રદ્ધાપૂર્વક કરતો હતો. મંત્રના એકવીસમાં દિવસે જે રૂપિયા ફસાયેલા હતા એની પૂરી રકમ આવી ગઈ. પરંતુ સાચુ કહું ગુરૂજી તમને તો ય મને મંત્ર ઉપર વિશ્વાસ ન બેઠો. મને એવું લાગ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી હું એ વેપારી પર દબાણ કરતો હતો તેનાં કારણે પૈસા આવ્યા છે. મેં એ પૈસામાંથી મારું દર મહિનાની જેમ વ્યાજનું ચક્કર પૂરુ કર્યું. પરંતુ બરાબર પીસ્તાલીસ દિવસે એક ચમત્કાર થયો. એ દિવસે મારો સાળો મારા ઘરે આવ્યો. એ આર્થિક રીતે પુષ્કળ સદ્ધર છે. છેલ્લા ચાર વર્ષથી મારા માથે દેવું છે અને હું કમાઈને વ્યાજનું ચક્કર ભરું છું. એ વાતથી એ પૂરેપૂરો વાકેફ હતો. છતાં ચાર વર્ષમાં એણે ક્યારેય પણ મને મદદ કરી ન હતી અને એ દિવસે એણે મને સામેથી કીઘું કે બનેવી તમારું જેટલું પણ દેવું છે એ દેવાના રૂપિયા હું તમને આપુ છું તમે ચૂકવી દો અને વ્યાજના ચક્કરમાંથી મુક્ત થઈ જાઓ અને મારા રૂપિયા તમે ધીમે ધીમે સગવડે મૂડીપરત કરજો. આગળ એણે કહ્યું કે મારું એક ખૂબ મોટું કામ અચાનક થઈ ગયું જે છેલ્લા ત્રણ વર્ષથી અટકેલું હતું. એ કામ પૂરું થતાં જ મને એ વિચાર આવ્યો કે મારા બનેવીને હું દેવામાંથી બહાર કાઢી દઉ. બસ મારા સાળાની વાત સાંભળતા જ હું એ જ ક્ષણે માની ગયો કે મંત્રશક્તિ અને મંત્રશાસ્ત્ર એ અમોઘ શસ્ત્ર છે અને મંત્રશક્તિ જેવો રામબાણ ઈલાજ કોઈ જ નથી. મને આપના પર અને મંત્રશાસ્ત્રની શક્તિ પર પૂર્ણ વિશ્વાસ બેસી ગયો. આ સત્ય ઘટના વાંચી આપને પણ એમ થતું હશે કે આપને પણ એ મંત્ર મળે. મંત્રશક્તિના રામબાણ શસ્ત્ર સમાન આ મંત્ર હું આપને આપુ છું.
મંત્ર ઃ ।। ૐ સજત્યમાતિ સજત્યમાતિ વૃન્ડક લક્ષ્મીદેવી નમામિ નમઃ ।।
આ મંત્રનો સવારે ૭ થી ૯ અથવા રાત્રે ૮ થી ૧૦ દરમિયાન લાલ અથવા તો સફેદ રંગના વસ્ત્ર પહેરી ૪૫ વખત જાપ કરવો. આ મંત્ર જાપ કરતી વખતે સ્ટીલની અથવા તો તાંબાની વાડકી અથવા તો લોટામાં પાણી લઈ આ મંત્ર કરી એ પાણી કોઈપણ ઝાડ અથવા તો છોડમાં દેવામાંથી મુક્તિ મળે અને કલેશ-કંકાસ બંધ થાય એવો સંકલ્પ કરી રેડી દેવું. આ મંત્રથી આપ આવી તકલીફોમાંથી ચોક્કસ મુક્ત થઈ જ જશો.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved