Last Update : 09-August-2012, Thursday

 
રમઝાનના પવિત્ર મહિનામાં મુસ્લિમ ભાઈ-બહેનો એમને પણ યાદ કરે છે મહાન સુફી સંત મૌલાના રૂમે
- દરબારે ઇલાહીમાં જુલ્મ કરનારને બક્ષવામાં આવતો નથી ! સારા કામ કરનારને સન્માન મળે છે !!
- ફરમાવવામાં આવ્યું છે કે - ‘નેકીનો બદલો નેકી સિવાય બીજો શો હોઇ શકે ? કુરાને કરીમમાં છે કે ‘જે કોઇ રતી બરાબર નેકી કરશે, તેને તેનો સારો બદલો જરૂર મળશે અને જે કોઇ રતિ બરાબર બૂરાઇ કરશે તેને પણ જોઇ લેશે. તેની તેને સજા મળશે જ !

હાહાન સુફી મૌલાના રૂમે પોતાની ‘મનસ્વી’માં આ પ્રસંગ લખ્યો છે કે એક વખત પયગંબર હસરત સુલેમાન અલૈપહિસ્સ લામના દરબારમાં એક પક્ષીએ આવીને પોતાની કેફિયત રજૂ કરતા આ ફરિયાદ નોંધાવી કે ‘યા અલ્લાહના નબી ! આપની કોમનો એક આલિમ (બોધ આપનાર જ્ઞાની) મારા સાથીને ઝબ્ક (શિકાર) કરીને ખાઈ ગયો. આપ એને શિક્ષા કરી મને ન્યાય અપાવો !’
હઝરત સુલેમાને તે આલિમને બોલાવીને તેની વિરુદ્ધમાં પક્ષીની ફરિયાદ કહી સંભળાવી. આલિમે પોતાના બચાવમાં જવાબ આપ્યો કે - ‘યા નબી ઉલ્લાહ ! તે પક્ષીનું માસ મારા માટે હલાલ હતું અને મેં તેનો શિકાર કરીને ખાઘું તેમાં મેં કોઇ ગુન્હો કર્યો નથી !
હઝરત સુલેમાને આલિમનો બચાવ પક્ષીને સંભળાવ્યો. ત્યારે એ પક્ષીએ કહ્યું કે, અમારું માસ તેના માટે હરામ છે. પરંતુ મારી ફરિયાદ તો એ બાબત માટે છે કે આ વૃદ્ધ કમજોર કમરથી વળી ગએલા આલિમ જ્ઞાની વિદ્વાનના પહેરવેશમાં લાકડીના ટેકે ટેકે દૂરથી ચાલ્યા આવતા હતા ! હું અને મારો સાથી રૂમે રહ્યાં હતાં. અમને મનમાં સંતોષ હતો કે આતો આલીમ છે, તેથી તેને શિકારથી શી નિસ્બત ? એ તો પાસેથી પસાર થઇ જશે, પણ અમારી પાસે આવતા જ મારો સાથી તરફડી ગયો અને તેને ઝલ્હ (શિકાર) કરી નાખ્યો ! અમે તો એનો આલિમ પહેરવેશ જોઈને નિર્ભય હતા, પરંતુ જો તેમને શિકાર કરવો જ હતો તો શિકારીના પહેરવેશમાં આવવું જોઈતું હતું, જેથી અમને ધોખો-ફરેબ અને છેતરાવાનું થાત નહિ. અને અમે ચેતીને ઉડી ગયા હોત ! અલિમનો મુખવટો ધારણ કરી તેનાથી વિરુદ્ધ કૃત્ય કરનાર સજાને પાત્ર ઠરે છે !
આ દુનિયાને બનાવનાર સૌથી મોટો ન્યાયાધીશ છે ! તે જુલ્મ કરનારને દોસી નથી બનાવતો, બલ્કે જુલ્મ કરનાર પર લાનત મોકલે છે ! અલ્લાહનો આ પયગામ પહોંચાડવા અને લોકોને સન્માર્ગે વાળવાં તેણે એક લાખ અને ચોવીસ હજાર પયગંબરો ને આ પૃથ્વી પર મોકલ્યા, જેમાં સૌથી છેલ્લે રસૂલ કરીમને રહેમતુલિબ આલેમીન (જીવનમાર્ગ પર કૃપા કરનાર અને તેમના ગુનાની માફી આપવા અલ્લાહતઆલાને સિફારીશ કરનાર બનીને આ ધરતી પર મોકલ્યા !
દરબારે ઇલાહીમાં જુલમ કરનારને બખ્શવામાં આવતો નથી અને નેકી (પુણ્ય)નું કામ કરનારને બંને જહાનમાં સન્માનિત કરવામાં આવે છે ! ફરમાવવામાં આવ્યું છે કે - ‘નેકીનો બદલો નેકી સિવાય બીજો શો હોઇ શકે ? કુરાને કરીમમાં છે કે ‘જે કોઇ રતી બરાબર નેકી કરશે, તેને તેનો સારો બદલો જરૂર મળશે અને જે કોઇ રતિ બરાબર બૂરાઇ કરશે તેને પણ જોઇ લેશે. તેની તેને સજા મળશે જ !
- ફિરોઝ ડી. ગાર્ડ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved