Last Update : 09-August-2012, Thursday

 

કુંતીએ વિચાર્યું કે એક પુત્રને નદીમાં નોંધારો વહાવ્યો અને બીજાને માનવભક્ષી રાક્ષસ પાસે મોકલ્યો!

- આકાશની ઓળખ

 

એકચક્રા નગરીમાં નરભક્ષી બકાસુરનો અત્યંત ત્રાસ હતો. આ નગરીમાં માતા કુંતી અને પાંચ પાંડવોને જે બ્રાહ્મણે નિવાસની સુવિધા કરી આપી હતી, તે સંસ્કારી બ્રાહ્મણને માતા કુંતીએ કહ્યું, ‘તમારે બકાસુર પાસે જવાની જરૂર નથી. મારા પાંચ પુત્રોમાંથી એક પુત્ર એની પાસે જશે.’
માતાએ આપેલી ખાતરી સાંભળીને જ્યેષ્ઠપુત્ર યુધિષ્ઠિર ઊંડી ચંિતામાં પડી ગયા અને એમણે કહ્યું કે માતા કુંતીએ લધુબંઘુ ભીમને આ રીતે ક્રૂર, નિર્દય અને નરભક્ષી રાક્ષસ પાસે મોકલવાનું સ્વીકારીને અતિ મોટું જોખમ ઊઠાવ્યું છે.
માતા કુંતીએ કહ્યું, ‘ભીમના પરાક્રમ પર મને પૂર્ણ વિશ્વાસ છે. એણે હિડિમ્બને જે રીતે મહાત કર્યો, એનાથી આ મારો વિશ્વાસ વિશેષ દૃઢ થયો છે. એ પ્રદેશના રાજવી હિડિમ્બને મારવા માટે ભીમસેને એનું અડઘું બળ પણ અજમાવ્યું નહોતું. આટલો બળિયો છે મારો ભીમ!’
યુધિષ્ઠરે કહ્યું, ‘માતા, પિતામહ વ્યાસે હસ્તિનાપુરનું રાજસંિહાસન આપણે પામીશું એવી પ્રબળ શ્રદ્ધાનો સંચાર કર્યો, તેથી મને એમ થાય છે કે બળવાન ભીમસેન વિના ભાવિનાં કપરાં ચઢાણો કઈ રીતે ચડાશે? યુદ્ધના કે પરાક્રમ દાખવવાનાં કપરા પ્રસંગોએ આપણે સાવ નિર્બળ સાબિત થઈશું.’
માતા અને જ્યેષ્ઠબંઘુનો આ સંવાદ સાંભળીને ભીમસેને હસતાં હસતાં કહ્યું, ‘ધર્મરાજ, પ્રત્યેક માતાને એનું પ્રથમ સંતાન વિશેષરૂપે વહાલું હોય છે. એ સંતાન માટે એમણે ઘણી વાટ જોઈ હોય છે. ઘણી આશા રાખી હોય છે. બાધા-આખડી પણ કર્યા હોય. પ્રથમ સંતાનની પ્રાપ્તિ થતા એની આનંદભેર ઉજવણી કરી હોય. પછી બીજા સંતાન માટે એવો કોઈ રોમાંચ કે આનંદ રહેતો નથી. આથી મને ભયાનક દૈત્યના ભોજન અર્થે જવાની અનુમતિ પ્રદાન કરો!’
માતા કુંતીએ હસીને કહ્યું, ‘બેટા, માતાને માટે તો દરેક પુત્રો સમાન છે. ન કોઈ વઘુ વહાલો કે ન કોઈ ઓછો. માતાનું વાત્સલ્ય અસીમ અને અભેદ હોય. એને કોઈ સીમા-સરહદથી બાંધી ન શકાય. એમાં કોઈ ગમતા-અણગમતાનો ભેદ પાડી ન શકાય અને સાચું કહું, મને તો તમારા પર જેટલું વાત્સલ્ય છે, એટલું જ માદ્રીનાં સંતાનો પર પણ છે. કદાચ કોઈ વાર તમને ઉપાલંભ આપું, પણ સહદેવ અને નકુળને નહીં.’
ધર્મરાજ યુધિષ્ઠર બોલી ઊઠ્યા, ‘માતાનું હૃદય કેટલું વિરાટ ને વિશાળ હોય છે. એનું વાત્સલ્ય સહુના પર અનરાધાર વરસતું હોય છે. એને મન પોતાના અને પારકા સરખા હોય છે.’
યુધિષ્ઠિરનાં આ વચનોએ કુંતીને આંચકો આપ્યો. એ એકાએક વિચારમાં ડૂબી ગઈ. એણે વિચાર્યું કે આ જ્યેષ્ઠ પુત્રને ખ્યાલ છે ખરો કે આ માતાએ પોતાના પુત્રને પારકા બનાવ્યાં છે. એને હૈયાસરસાં ચાંપીને વાત્સલ્ય આપવાને બદલે એકલા, અટૂલા, નોંધારા સરિતાના જળમાં સૂરજની સાખે પેટીમાં વહાવી દીધા છે. કુંતી એકાએક મૌન બની ગઈ અને એની આંખમાં ઝળઝળિયા આવી જાય છે.
મહારાજ યુધિષ્ઠિર માતાના મનોભાવોનું એકાએક થયેલું પરિવર્તન કળી શક્યા નહીં. માત્ર એ વિચારમાં પડ્યા કે શું માતાને આ રીતે બળવાન ભીમને ક્રૂર રાક્ષસ સામે એકલો મોકલે છે, એનાંથી આંખમાં આંસુ આવી ગયા. ધર્મરાજે કહ્યું, ‘માતા, તમારા નિર્ણયમાં મને પૂર્ણ શ્રદ્ધા છે, ભલે ભીમસેન બકાસુર પાસે જાય. એના તુમુલ બળ આગળ બકાસુર શું કરી શકવાનો?’
સમી સાંજ થઈ. બ્રાહ્મણ બે પાડા લાવ્યો. ગાડામાં રાક્ષસને માટે અનાજ, દહીં અને મિષ્ઠાન મૂક્યા. માતા અને જ્યેષ્ઠબંઘુને પ્રણામ કરીને ભીમસેન નીકળ્યો. બ્રાહ્મણ પરિવારે ભીમસેનને ઉપકાર વચનો કહ્યાં અને આંસુ સાથે વિદાન આપી અને સાથે કહ્યું, ‘ભાઈ, સમયસર પહોંચી જજો, જો પહોંચવામાં વિલંબ થશે તો ભૂખ્યો-ડાંસ રાક્ષસ વઘુ ક્રૂર અને અતિ નિર્દય બની જશે. એનો ક્રોધ એના કાબૂમાં નહીં રહે અને ભારે આંતક મચાવશે.’
ભીમસેને કહ્યું, ‘તમે સહેજેય ચંિતા કરશો નહીં, હું સમય પ્રમાણે કામ કરીશ.’
બ્રાહ્મણ પરિવારને ભીમસેનના ‘સમય પ્રમાણે’ શબ્દનો ગર્ભિત મર્મ સમજાયો નહીં. એમણે તો માન્યું કે ભીમસેન સમયસર પહોંચી જશે. એકચક્રા નગરીની બહાર આવીને એણે નિરાંતે મિષ્ટાન્ન આરોગ્યું. અતિ ભોજન પછી વિશ્રામ પણ કર્યો અને પછી બકાસુરની ગુફા તરફ જવા લાગ્યો. ગુફાની નજીક આવ્યો એટલે એ મોટા અવાજે જોરથી બકાસુરને પડકાર ફેંકવા લાગ્યો.
ભૂખ્યો બકાસુર આવી ગર્જના સાંભળીને ક્રોધાયમાન થયો. એની આંખો રોષથી લાલધૂમ બની ગઈ. એનો દેખાવ વિકરાળ થઈ ગયો. વિશાળ મુખ અને મજબૂત મુઠ્ઠી સાથે આ ભયાનક રાક્ષસ બહાર આવ્યો. એણે જોયું તો ભીમસેન નિરાંતે અન્ન આરોગતો હતો. રાક્ષસની સામે એણે અન્ન ખાઘું. આવી રીતે એક માનવીને પોતાને માટેનું અનાજ મોજથી ખાતો જોઈને રાક્ષસ અકળાઈ ઊઠ્યો અને એના તરફ ડોળા ફાડીને બોલ્યો,
કોડ્યમન્નમિદં ભુઙ્‌ક્તે મદાર્થમુપકલ્પિતમ્‌ ।
પશ્યતો મમ દુર્બદ્ધિર્યિયાસુર્યમસાદનમ્‌ ।।૧૦।।
(મહાભારતના આદિપર્વનું બકવદ પર્વ, અઘ્યાય ૧૬૨, શ્વ્લોક ૧૦)
‘યમલોકમાં જવાની ઇચ્છા રાખનારો આ કોણ દુર્બુદ્ધિ ધરાવનારો માનવી છે, જે મારી નજર સમક્ષ જ મારે માટે તૈયાર કરવામાં આવેલા અન્નને સ્વયં ખાઈ રહ્યો છે.’
બકાસુરની આ વાત સાંભળીને ભીમસેન જોર-જોરથી હસવા લાગ્યો અને એની સહેજેય પરવા કર્યા વિના નિરાંતે અન્ન આરોગવવા લાગ્યો. નરભક્ષી રાક્ષસ માનવીની આવી વર્તણૂંક સહન કરી શક્યો નહીં. આજસુધી એણે ડરતા, ઘૂ્રજતા, આજીજી કરતા, ગભરાયેલા માનવોનો નિરાંતે આહાર કર્યો હતો, જ્યારે આ માનવી એની સામે જ એનો આહાર નિરાંતે આરોગી રહ્યો છે એણે ભયંકર ગર્જના કરી અને ભીમસેન તરફ હાથ ઊઠાવીને દોડ્યો, પરંતુ ભીમસેન તો એ જ મોજથી અન્ન ખાતો હતો એટલે રાક્ષસે કુંતીનંદન પર પોતાના બળવાન બે હાથે એની પીઠ પર પ્રહાર કર્યો. આ પ્રહારથી ભીંને ભોજનની મોજમાં સહેજે ભંગ પડ્યો નહીં. થોડા સમયે નરરાજ અને રાક્ષસરાજ વચ્ચેના ભયંકર યુદ્ધમાં ભીમસેને બકાસુરનો વધ કર્યો.
એ અંધારી રાતે કુંતીના મનમાં અનેક વિચારો જગાડી ગઈ. એની ઊંઘ વેરણ થઈ હતી અને એનું મન સતત ઉદ્વિગ્ન હતું. ક્યારેક વિચાર પણ કરતી કે એક નારીના જીવનમાં ઘટનાઓ કેવી કેવી પલટાતી રહે છે અને એના મનને કેટલા બધા અવનવા રંગો જોવા પડે છે. ક્યારેક હર્ષ, તો ક્યારેક વિષાદ, ક્યોરક પ્રેમ, તો ક્યારેક અવહેલના, ક્યારે સેવા તો ક્યારેક ઉપેક્ષા - આ બઘુ સહન કરવું પડે છે. પુરુષના જીવનમાં ક્વચિત ભાવપલટા આવે છે. વળી નારીનું હૃદય એ તો આ ભાવને વઘુ સૂક્ષ્મતાથી અનુભવે છે. કોઈપણ આઘાતજનક ઘટના સ્ત્રીના અંતરને જેટલું ઓગાળી નાખે છે, એટલું પુરુષના અંતરને ઓગાળી શક્તું નથી. માત્ર એટલું જ કે સ્ત્રીની પાસે દુઃખ સહેવાની શક્તિ છે અને એ શક્તિને આધારે હૃદયમાં ભભૂક્તા જ્વાળામુખીની જાળવીને એ જીવી શકે છે.
એક પુત્રને પેટીમાં મૂકીને જલપ્રવાહમાં વહાવી દીધો, તો બીજા પુત્રને ભયાવહ રાક્ષસ સામે લડવા મોકલવો પડ્યો. થાય છે એવું કે પુત્રો એમની પોતીકી સૃષ્ટિમાં વસે છે અને માતાને માટે સંતાનો જ એની સૃષ્ટિ હોય છે. આવા કેટલાય વિચારો અને તરંગો કરતી કુંતી આખી રાત જાગતી રહી. એને ભીમના બાહુબળમાં શ્રદ્ધા હતી, પણ સાથોસાથ મનમાં ઊંડે ઊંડે શંકા હતી કે મારો ભોળો ભીમ બળવાન સામે પરાક્રમ દાખવી શકે, પરંતુ પ્રપંચને પારખી શકતો નથી. આથી જ કપટી દુર્યોધનનાં પ્રપંચોમાં એ ફસાઈ ગયો, પણ ઈશ્વરપૃપાએ એ ઊગરી ગયો, એવું તો કંઈ નહીં થાય ને!
વળી કુંતીનું મન પોકારી ઊઠ્યું, ના, રાક્ષસો ક્રૂર છે, પણ લુચ્ચા નથી. પ્રજાને પીડનારા છે, કંિતુ પ્રપંચી નથી. એટલે મારો ભીમ જરૂર બકાસુરને પરાજિત કરીને પાછો આવશે.
રાત વીતી ગઈ. આકાશમાંથી તારલાઓએ વિદાય લીધી. પંખીઓનો મઘુર કલરવ સંભળાવા લાગ્યો, કૂકડાએ પ્રભાતના આગમનની બાંગ પોકારી અને કુંતીના મન પર ચંિતા ઘેરી વળી. એને થયું કે એના બળવાન પુત્રને રાક્ષસે પરાજિત તો કર્યો નથી ને! વળી ભીમ એનો લાડકો પુત્ર હતો. કુંતીના દુઃખોના સાગર સમા જીવનમાં માત્ર ભીમ એક જ આનંદલહરી લાવનારો હતો. એની મજાક, ટીખળ અને ખાઉઉધરાપણું એ બઘુંય કુંતીને ગમતું હતું.
થોડીવારે ભીમસેન પાછો આવ્યો. બકાસુરના વઘ પછી રાક્ષસોએ એની શરત સ્વીકારી કે હવે એ લોકો ક્યારેય મનુષ્યની હંિસા કરશે નહીં અને જો હંિસા કરશે તો એમનો બકાસુરની માફક શીધ્ર વઘ થશે. એણે બકાસુરનો નિર્જીવ દેહ નગરના દરવાજા પર રાખ્યો, જેથી પ્રજાના મનમાંથી એનો ભય જાય.
એકચક્રા નગરીમાં આ સમાચાર ફેલાયા કે હજારો નગરવાસીઓ બકાસુરને જોવા માટે ઉમટી પડ્યા. સહુ પેલા બ્રાહ્મણને પૂછવા લાગ્યા કે આવું બન્યું કઈ રીતે? ત્યારે એણે એ વાત ગુપ્ત રાખતા કહ્યું, ‘એક મંત્રસિદ્ધ શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવતાએ આ રાક્ષસનો પ્રકોપ જોઈને મારે બદલે જવાનું સ્વીકાર્યું હતું અને એમણે અવશ્ય આ લોકોપકારી કાર્ય કર્યું હશે?’
એકચક્રા નગરીમાં ચોતરફ આનંદ વ્યાપી ગયો. બ્રાહ્મણ પરિવાર માતા કુંતી પાસે ૠણ સ્વીકાર કરી રહ્યો, પરંતુ એની સાથે માતા કુંતી અને પાંચે પાંડવો આ ઘટનાને કારણે ચંિતામાં પડી ગયા અને તત્કાળ નગર ત્યાગ કરવાનું વિચારવા લાગ્યા. (ક્રમશઃ)
- કુમારપાળ દેસાઈ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved