Last Update : 09-August-2012, Thursday

 

ભારતીય રાષ્ટ્રઘ્વજના ત્રણ રંગ ઃ ત્રણ ઉત્તમ લક્ષ્યનો મજાનો પ્રેરણાસ્રોત!!

- અમૃતની અંજલિ

 

‘મહાભારત’ની એક કથા બહુ પ્રસિદ્ધ છે કે પાંડવો-કૌરવોને ધનુર્વિદ્યા શીખવી રહેલ ગુરુ દ્રોણાચાર્ય રાજકુમારોનાં કૌશલ્યની પરીક્ષાર્થે, માટીની ચકલી દૂર-સુદૂરના વૃક્ષ પર મૂકીને એની ડાબી આંખ વીંધી બતાવવાનું અયોજન કર્યું.
યુધિષ્ઠિર-ભીમ-દુર્યોધન-દુઃશાસન વગેરે રાજકુમારો ઉત્સુકતાપૂર્વક પરીક્ષા આપવા આગળ આવતા ગયા. ગુરુ દરેકને એક પ્રશ્ન પૂછતા કે ‘‘સામે શું દેખાય છે?’’ દરેકનો ઉત્તર લગભગ એ જ રહેતો કે ‘‘અમને વૃક્ષ-ચકલી-પર્વત-નદી વગેરે દરેક દ્રશ્યો દેખાય છે.’’ દ્રોણાચાર્યે એ સહુને ધનુષ્ય ઉઠાવવાની પરવાનગી આપ્યા વિના જ એમનાં સ્થાને બેસાડી દીધા. સહુને મહેસૂસ થયું કે પોતે ક્યાંક ભૂલ કરી છે. પરંતુ ‘કઈ ભૂલ?’ એ સમજાયું નહિ.
એવામાં અર્જુનનો ક્રમ આવ્યો. એને પેલો પ્રશ્ન પૂછતાંવેંત નિશ્ચલ ઉત્તર આપ્યો કે ઃ ‘‘ગુરુદેવ! મને અત્યારે ચકલીની ડાબી આંખ સિવાય કંઈ દેખાતું નથી. કેમ કે મારું લક્ષ્યાંક હાલમાં માત્ર એ નિશાન તાકવાનું જ છે.’’ પ્રસન્ન થઈ ગયેલ ગુરુએ એને બાણ ચલાવવાની પરવાનગી આપી અને એક જ પ્રયત્નમાં અર્જુને લક્ષ્ય આબાદ સિદ્ધ કરી બતાવ્યું!!
આ મહાભારત કથા એ પ્રેરણા આપે છે કે જીવનમાં લક્ષ્યાંક-ઘ્યેય અચૂક નિશ્ચિત હોવા જ જોઈએ. નહિ તો જીવન દિશાવિહીન નાવની જેમ ભટકતું રહે. આજે આપણે અહીં ત્રણ એવાં લક્ષ્યાંકો પ્રસ્તુત કરીશું કે જે આગામી ૧૫ ઓગષ્ટના ભારતીય સ્વાતંત્ર્યદિનને અનુરૂપ હોય અને એ માટે પ્રતીકરૂપે વિચારીશું ભારતીય રાષ્ટ્રઘ્વજના ત્રણ રંગો.
ભારતીય રાષ્ટ્રઘ્વજનો એક રંગ છે કેસરી. કેસરી રંગ શૌર્યનું પ્રતીક ગણાય છે. ભારતીય ઈતિહાસ એમ કહે છે કે પરદેશી વિધર્મી આક્રમણોએ સાગર જેવા સૈન્યો સાથે આક્રમણ કરતા ત્યારે હંિદુસ્તાનના રાજપુત રાજાઓ માતૃભૂમિની રક્ષા કાજે કેસરિયાં કરતા હતા. તેઓ નખશિખ કેસરિયાં વસ્ત્રો પરિધાન કરીને રણભૂમિમાં ‘યા હોમ’ કરીને ઝંપલાવતા અને ‘એકે હજારા’ બનીને આતતાયીઓનો વિનાશ વેરતાં વેરતાં વીરમૃત્યુ વરતા હતા. દરેક નાગરિકની એ ફરજ છે કે અવસર આવે ત્યારે રાષ્ટ્રરક્ષા કાજે આવું કેસરિયા કૌવત-ખમીર દાખવવું.
મોજમજા અને એશઆરામમાં મહાલતી આજની શહેરી યુવાપેઢીને કેસરિયા કૌવતની આ વાત ભલે આકાશી તારા જેવી લાગે. પરંતુ આજે ય શહેરી યુવાપેઢીમાં ક્યાંક ક્યાંક આવી વૃત્તિ ય નિહાળવા મળે છે કે જે આ કેસરિયા કૌવતના ખમીરને અનુરૂપ હોય. એમને સ્વયં થયેલ એક આવો અનુભવ આજે અહીં ટાંકીએ ઃ
ઈ.સ. ૨૦૧૧નું ગત વર્ષ. અમારા ગુરુદેવ આચાર્યપ્રવર શ્રી સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજનાં સાન્નિઘ્યમાં એ વર્ષે ડભોઈતીર્થે એક યાદગાર ચાતુર્માસ આયોજનો સાથે જારી હતું. એમાં રવિવારીય શિબિરોમાં સુરતથી એક યુવા જૈન દંપતી આવ્યું. નામ હતા એમના મેહુલભાઈ અને પ્રીતિબહેન. શિબિરની સમાપ્તિ બાદ ઔપચારિક વાર્તાલાપમાં ધર્મ માટે બલિદાન આપનાર-રાષ્ટ્ર માટે બદિલાન આપનાર વ્યક્તિઓની વાતો ચાલી. વાતવાતમાં અમે એક કથા કહી કે જેમાં વતનને આતતાયીઓથી બચાવવા પોતાના ત્રણ જોધારમલ જુવાન પુત્રોને યુદ્ધમાં મોકલનાર માતાની આંખમાં ત્રણે ય પુત્રોની શહાદતના સમાચારથી ભીનાશ છવાઈ જાય છે. કો’કે કહ્યું કે મા, હવે રડો છો. એના કરતાં યુદ્ધે મોકલતાં પૂર્વે વિચાર કર્યો હોત તો? માએ ખુમારીથી ધગધગતો ઉત્તર દીધો કે ત્રણ પુત્રો મૃત્યુ પામ્યા માટે મારી આંખ નથી ભીંજાઈ. પરંતુ યુદ્ધમોરચે મોકલવા હવે કોઈ ચોથો પુત્ર મારે નથી રહ્યો એ વિચારે હું આંસુ સારું છું!!
અમારી વાત સાંભળતાં પ્રીતિબહેન અને મેહુલભાઈની આંખના ખૂણા ભીંજાયા. પછી એમણે તુર્ત કથા નહિ, નક્કર વાસ્તવિકતા કહી કે ‘‘મહારાજશ્રી! અમારે એકનો એક દીકરો છે. એ હવે થોડો મોટો થયો છે. અમે એને જાણી-બુઝીને અને એના વિચારોથી વાકેફ થયા બાદ લશ્કરી ટ્રેનીંગની સ્કૂલમાં આ વર્ષે જ ભણવા મૂક્યો છે. એ મોટો થઈ રાષ્ટ્રની સરહદોની રક્ષા કરે એ અમારું સ્વપ્ન છે. પ્રભુ એને સો વર્ષનું આયુષ્ય બક્ષે. પરંતુ જો કદાચ એ રાષ્ટ્ર માટે શહીદ પણ બની જશે તો અમને બન્નેને એનો ગર્વ હશે, શોક કદાપિ નહિ!!’’
ખ્યાલમાં રહે કે આ ગુજરાતી દંપતી જૈન છે. ઘણા એમ માને છે કે જૈનોમાં રાષ્ટ્રભાવના જેવી લાગણી નથી. એ માન્યતા પર ઘા કરે એવી અમે ખુદ અનુભવેલી આ ગત વર્ષની સત્ય ઘટના છે. ઈતિહાસ ગવાહ છે કે ભામાશાહ નામના જૈન શ્રેષ્ઠીએ માતૃભૂમિને શત્રુઓની ચુંગાલમાંથી મુક્ત કરાવવા કાજે મહારાણા પ્રતાપને સાડા બાર વર્ષ સુધી લશ્કરની તમામ જરૂરિયાત પૂર્ણ થાય એટલી જંગી આર્થિક સહાય પૂર્ણ સ્વેચ્છાએ કરી હતી, તો પરમાર્હત ગણાયેલ સમ્રાટ કુમારપાળે મા-ભોમ કાજે યુદ્ધમેદાનોમાં તલવારો પણ તાણી હતી.
રાષ્ટ્રઘ્વજનો કેસરિયો રંગ આ શૌર્ય અને આ શહાદતની પ્રેરણા પૂરી પાડે છે...
ભારતીય રાષ્ટ્રઘ્વજનો બીજો રંગ છે શ્વેત. શ્વેતવર્ણ શાંતિનું પ્રતીક ગણાય છે. શાંતિનો પ્રચાર-પ્રસાર કરતાં જૈન સાઘુ-સાઘ્વીજીનાં વસ્ત્રોનો વર્ણ શ્વેત હોય છે, તો યુદ્ધ વિરામ સૂચવવા ફરકાવાતી ધજાનો વર્ણ પણ શ્વેત હોય છે. રાષ્ટ્રઘ્વજનો શ્વેતવર્ણ પ્રેરણા આપે છે કે શાંતિમય સહઅસ્તિત્વને અંગીકાર કરવું. વ્યક્તિ પોતાના પડોશી સાથે જો શાંતિમય સહઅસ્તિત્વનો અભિગમ અપનાવે તો એ અને પડોશી બન્ને સુખી થાય. કંિતુ જો તે પડોશી સાથે સંઘર્ષનો માર્ગ અપનાવે તો દુઃખી થવાનો જ અંજામ આવે. પડોશી કદાચ દુઃખી થાય યા ન થાય, પરંતુ સંઘર્ષકારી એ વ્યક્તિને તો દુઃખી થવાની નોબત આવે જ આવે. શું પડોશી કે શું પરિવાર, શું શેરીજનો કે શું જ્ઞાતિજનો, શું સમાજ કે શું સ્ટાફ ઃ સર્વત્ર આ વાત છે કે શાંતિમય સહઅસ્તિત્વ સુખનું કારણ છે.
એક વાત ખબર છે? ૩ અને ૬ ઃ આ બન્ને અંક તો એના એ જ હોય છે. પરંતુ એ જ્યારે સહઅસ્તિત્વની ભાવનાથી એકમેકની સન્મુખ થાય - સુમેળ ધરે તો એ બની જાય છે ‘૬૩’. એ જ ૩ અને ૬ જો અસહકારની વૃત્તિ રાખીને પરસ્પરથી વિમુખ રહે - અવળા બની જાય તો એનું મૂલ્ય ઘટીને ‘૩૬’ થઈ જાય છે. આ એમ દર્શાવે છે કે સહઅસ્તિત્વ-સુમેળમાં તાકાત વૃદ્ધિ પામે છે. એટલે જ શાંતિનો શ્વેત રંગ સહઅસ્તિત્વની પ્રેરણા પૂરી પાડે છે. રાષ્ટ્ર રક્ષા ઉપરાંત શીલ-સદાચાર-ધર્મ-સંસ્કૃતિની સુરક્ષા માટે જો કેસરિયો રંગ જીવનમાં જરૂરી છે, તો સુખ-શાંતિ-આબાદી માટે શ્વેત રંગ પણ જીવનમાં જરૂરી છે...
રાષ્ટ્રઘ્વજનો ત્રીજો રંગ છે લીલો. તજ્જ્ઞો એમ કહે છે કે ભારત કૃષિપ્રધાન - ખેતીપ્રધાન દેશ છે, હરિયાળી ક્રાંતિ એની સમૃદ્ધિનો આધાર છે. એથી એને પ્રતિનિધિત્વ આપવા આ લીલો રંગ રાષ્ટ્રઘ્વજમાં પસંદ કરાયો છે. અમે આ રંગ સાથે જરા અલગ મજેદાર કલ્પના સંલગ્ન કરવા ચાહીએ છીએ. સામાન્ય રીતે જ્યાં લીલીછમ હરિયાળી હોય ત્યાંથી પસાર થતાં કે એના પર દ્રષ્ટિપાત કરતાં આંખ અને અંતર આનંદથી તર-બ-તર થઈ જતાં હોય છે. આમ લીલો રંગ લીલાછમ રહેવાની - પ્રસન્ન રહેવાની - આનંદિત રહેવાની પ્રેરણા પૂરી પાડે છે. રાષ્ટ્રઘ્વજનો લીલો રંગ પણ આપણને આ પ્રસન્નતા ધરવાનો જ સંદેશ આપે છે.
આજના અતિ વ્યસ્ત અને ‘સ્ટ્રેસ’સભર યુગની સૌથી મોટી સમસ્યા જ આ છે કે માનવી સહજ પ્રસન્ન રહી શકતો નથી. આજના માનવી પાસે સાધનોની ભરમાર છે, સુવિધાઓ બેસુમાર છે, તો આવડત પણ અપાર છે. આમ છતાં ભીતરથી એ સતત ‘ટેન્શન’મય અને ત્રસ્ત છે. એ સ્મિત કરે, તો પણ તે પ્લાસ્ટિકનાં ફૂલ સમું કૃત્રિમ હોય છે અને ખુશખુશાલ દેખાવાની કોશિશ કરે તો એ ય તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી હોય છે. માનવીની હાલત અદ્દલ પેલી પરદેશી
વ્યક્તિ જેવી છે ઃ
પરદેશમાં એક વ્યક્તિ ત્યાંના મોટા ‘સાયકોલોજીસ્ટ’ પાસે ગઈ. કોઈ દેખીતી મોટી સમસ્યા ન હોવા છતાં પોતે સતત તનાવગ્રસ્ત - ભયગ્રસ્ત હોવાની કેફિયત એણે માનસચિકિત્સક સમક્ષ રજૂ કરી. ઊપલક જાણકારીના અંતે માનસચિકિત્સકે પેલી વ્યક્તિને સરળ સલાહ આપી કે ‘‘આમ તો તમારે કોઈ દવાની-સારવારની જરૂર નથી. તમે માત્ર આપણા દેશના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ગ્રેમાલ્ડીના હાસ્યકાર્યક્રમોમાં જાવ. પેટ પકડીને હસતા થઈ જશો, એટલે આ તનાવભય લગભગ ગાયબ થઈ જશે.’’
પેલી વ્યક્તિએ કપાળ કૂટતાં કહ્યું ઃ ‘‘આપનો આ ઉપાય કામિયાબ નહિ નીવડે એની મને ખાતરી છે. કારણ કે એ ગ્રેમાલ્ડી તો હું પોતે જ છું!!’’ રે! કેવી કરુણતા! દુનિયાને ભરપેટ હસાવનાર પણ અંગત જીવનમાં પ્રસન્નતાના બુંદથી ય વંચિત હોય.
સાવધાન! આપણે આ અવદશાનો ભોગ ન બનવા ચાહતા હોઈએ તો નાની-મોટી બાબતોમાંથી નાની-મોટી સમજણનું પાથેય એકત્ર કરીને જીવનને પ્રસન્નતાથી ‘શેર’ કરતાં શીખીએ, એને વેંઢારવાનું બંધ કરીએ. રાષ્ટ્રઘ્વજના લીલા રંગની પ્રેરણા આ છે.
આ ત્રણ લક્ષ્યાંક ભારતભરની પ્રજામાં આત્મસાત્‌ થઈ જાય તો પેલા રાષ્ટ્રભાવનાસભર ગીતની પ્રસિદ્ધ પંક્તિઓ અક્ષરશઃ સત્ય ઠરે કે ઃ-
‘‘સારે જહૉંસે અચ્છા,
હંિદોસ્તા હમારા...’’

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved