Last Update : 09-August-2012, Thursday

 
જૈન ધર્મના તેવીસમાં તીર્થંકર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન
- આંખ છીપ, અંતર મોતી
- વામાદેવીને આવેલા એ ચૌદ સ્વપનો જ નહોતા, મહા સ્વપ્નો હતા

બે ધસમસતી નદી વહે છે.
એક છે વારણા નદી, બજી છે અસી નદી.
આ બંને સરિતાઓની મઘ્યમાં એક નગર વસ્યુ છે.
એનું નામ વારાણસી.
વારાણસીમાં મહારાજા અશ્વસેનનું શાસન તપે છે. મહારાજા અશ્વસેન જેવા પ્રતાપી છે, તેવા શાંત છે. આખાયે રાજ્યમાં જનગણ સુખી છે. પ્રામાણિક વેપારીઓ અને નીતિમાન પ્રજા હરિયાળી ધરતીની સોડમ જેવાં બની રહ્યાં છે.
મહારાજા અશ્વસેનના સુશીલ મહારાણી વામાદેવી રૂપે એ અનોખા છે અને ગુણે અનુપમ છે. માનવીમાત્ર એમને નિહાળે છે ને મનમાં અહોભાવ પ્રકટે છે.
મહારાજા અશ્વસેન અને મહારાણી વામાદેવી ઃ જાણે ઇન્દ્ર-ઇન્દ્રાણીથીય અધિકું સખ્ય જોઈ લો ! સુખભર્યા અને કોડભર્યા એમના દિવસો વીતે છે.
એક રાતની વાત છે.
મહારાણી વામાદેવી નિદ્રા માણી રહ્યાં છે. ગવાક્ષમાંથી ટપકતું ચન્દ્રમાનું વિમળ કિરણ એમના રૂપાળા મુખને તેજસ્વીતા અર્પે છે. મનોરમ અને નિરવ વેળા છે. એ કાળે અને એ સમયે મહારાણી વામાદેવીએ અદ્‌ભૂત ચૌદ સ્વપ્નો નિહાળ્યાં.
મીઠી-મઘુરી નિદ્રા માણતાં વામાદેવીને આવેલાં એ સ્વપ્નો જ નહોતાં, મહાસ્વપ્નો હતાં. એમાં છેલ્લું સ્વપ્ન તો સાવ અનોખું હતું ઃ નિર્ઘૂમ અગ્નિ !
આવા રૂડાં સ્વપ્નો નિહાળીને મહારાણી વામાદેવી જાગ્યાં ત્યારે એમને કંઇક સુંદર નિહાળ્યાનો ભાવ થયો હતો. એમના આનંદને અંત નહોતો. એમને થતું હતું કે પોતાને કંઇક મહાન સુખ મળનાર છે, તેનાં જ આ એંધાણ છે !
મહારાણી વામાદેવી ધીરગંભીર પગલે મહારાજા અશ્વસેન પાસે પહોંચ્યા. પોતાને આવેલા ચૌદ સ્વપ્નોની વાત કહી.
મહારાજા અશ્વસેને એ સ્વપ્નોની વાત સાંભળી ત્યારે એમને અધિરો આનંદ થયો. એમણે કહ્યું ઃ
‘દેવી, મને બીજી કશી તો ખબર ન પડે પણ તમે જે જોયું તે ઉત્તમ જોયું છે તેવું મને લાગે છે ઃ આપણને કુળદીપક જેવા પુત્રરત્નની પ્રાપ્તિ થશે.’
મહારાણીના નેત્રોમાં અપાર હર્ષ છલકાયો. એમણે વસ્ત્રના છેડે શુકનની ગાંઠ વાળી.
સુખના દિવસો વીતતા ક્યાં વાર લાગે છે ?
મહારાણી વામાદેવીની કુક્ષીએ પૂરે માસે પુત્ર જન્મ થયો. ધરતીની ધેનુઓ અને માનવીઓ મોહી જાય તેવો એ સુંદર બાળક હતો. સૌએ તેનું નામ પાડ્યું ઃ ‘પાર્શ્વકુમાર’
(૨)
પાર્શ્વકુમારે યુવાનીના આંગણે પગ મૂક્યો
ક્રમશઃ
-આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરિજી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved