Last Update : 09-August-2012, Thursday

 
‘જય કાના કાળા’ના રચયિતા પૂ. પૂનિત મહારાજની ૫૦મી પુણ્યતિથિ

 

‘અંતિમ પ્રાર્થના’
સમય મારો સાધજે વ્હાલા, કરૂ હું તો કાલાવાલા
અંત સમય મારો આવશે જ્યારે
નહીં રહે દેહનું ભાન
એરે સમય મુખે તુલસી દેજે
દેજે શ્રી યમુના પાન
- સમય મારો...
કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે
તૂટશે જીવન દોર
એરે સમય મારા અલબેલાજી
કરજે બંસરી શોર
- સમય મારો...
જીભલડી મારી પરવશ બનશે ને
હારી બેસુ હું હામ
એરે સમય મારી વ્હારે ચડીને
તું રાખજે તારૂ નામ
- સમય મારો
આંખલડી મારી પાવન કરજે ને
દેજે એક જ લ્હાણ
શ્યામ સુંદર તારી ઝાંથી કરીને
‘પુનિત’ છોડે પ્રાણ
- સમય મારો
‘હું તો જઉં છું મારે ગામ, સૌને છેલ્લા છે રામ -રામ’
સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ
સેવા તો જનસેવા કરવી લેવું રામનું નામ

 

પરોપકારાય ફલન્તિ વૃક્ષાઃ
પરોપકારાય દુહન્તી ગાવઃ
પરોપકારાય વહન્તી નદ્યઃ
પરોપકારાય સતાં વિભૂતયઃ
અર્થાત્‌ વૃક્ષો પરોપકાર અર્થે ફળ આપે છે. ગાય પરોપકાર માટે દૂધ આપે છે. નદી પરોપકાર માટે વહે છે તથા સંતો અને વિભૂતિઓ પરોપકાર કરવા માટે પોતાનું અમૂલ્ય જીવન સમર્પિત કરે છે.
એવા જ સેવામૂર્તિ સંત શ્રી પુનિત મહારાજનો પ્રાદુર્ભાવ તા. ૧૯-૫-૧૯૦૮ ની વૈશાખ વદ બીજે શ્રી નરસંિહ મહેતાની પવિત્ર ભૂમિ જૂનાગઢમાં અંબાઈ ફળીયા ખાતે પિતા ભાઈશંકર અને માતા લલિતા ને ત્યાં થયો. જેમનું મૂળ વતન ધંઘુકા હતું. બાલ્યવય તથા અભ્યાસકાળ ધંઘુકામાં વીત્યો. ભર યુવાનીમાં પિતાની છત્રછાયા છીનવાઈ જતા. વિધવા માતાએ અન્યના ઘરકામ કરી બાલકૃષ્ણને મોટો કર્યો. લગ્ન બાદ પરિવારના નિર્વાહ અર્થે અમદાવાદ આવ્યા પરંતુ બીજી નોકરી ન મળતા તેઓ કાલુપુરના જૂના રેલ્વે સ્ટેશને પોર્ટર થયા. અનેક સંઘર્ષ બાદ એક સારી નોકરી મળી. ત્યાં સંજોગો વશાત ટી.બી.નો વ્યાધિ થયો. મોત નજર સામે તાંડવ કરવા લાગ્યું. અંતે પરમ પિતા પરમાત્માનું શરણું સ્વીકાર્યું. રામ નામ મંત્ર જાપથી ટી.બી. મટી ગયો. બસ ત્યારથી જન સેવા અને પ્રભુ ભકિતના પંથે પદાર્પણ કર્યું. સારંગપુરના રણછોડજી મંદિરમાં જઇને પ્રાર્થના કરી કે ‘જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો.’
સુંદર ભજનો ભક્ત રિત્રો સાથે નિઃશુલ્ક ભાવે શાહપુરથી ભજન મંડળ શરૂ થયું. શરૂઆતમાં રામનામ મંત્રની ભેટ લઇને ભજન થતું ત્યાર બાદ ભાખરી દાન લઇને ભજન થવા લાગ્યું. જે ભાખરી સેવા ભાવી ભક્તો ગરીબોને પહોંચાડતા. બાલકૃષ્ણને હવે સૌએ ‘પુનિત મહારાજ’ નું ઉપનામ (તખલ્લુસ) આપ્યું. સેવા ભકિતનો સમન્વય થયો. મહારાજે એક જીવન મંત્ર આપ્યો, સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ, સેવા તો જન સેવા કરવી લેવું રામનું નામ.’
જનતા જનાર્દનના સહયોગતી પુનિત પ્રવૃત્તિઓને જબરદસ્ત વેગ મળ્યો. પ્રભાત ફેરી, ડાકોરની પદયાત્રા, સરયૂતીર્થમાં નિત્ય સવારે સત્સંગ થવા લાગ્યો. મહારાજને મણીનગરમાં શેઠ શ્રી ગોરધનદાસ રામોલીયાએ ભૂમિ દાન કર્યું. જે ત્યાગની ભૂમિમાં શ્રી પુનિત સેવા શ્રમ સ્થપાયો. આ પ્રસંગે દંત યજ્ઞ, નેત્રયજ્ઞ, બટુકોને જનોઇ તથા ભવ્ય શહેર ચોર્યાસીનું આયોજન થયું. ૧૯૫૧ માં જન કલ્યાણ માસિક શરૂ કર્યું. જેના માઘ્યમથી પુનિત આખ્યાનો, ભજનો, અને સંસ્કારી સાહિત્ય સમગ્ર ભારતમાં એ વિદેશોમાં પહોંચ્યું. મહારાજશ્રીએ જીવનભર નોકરી કરી ગૃહસ્થાશ્રમ નિભાવ્યો અને છતાં રાત દિવસ જોયા વિના નિઃસ્વાર્થ અને નિષ્કામ સાદગીભર્યા જીવન દ્વારા સમષ્ટિની સેવામાં કંઇ જ બાકીના રાખ્યું. ૧૯૪૧ ના કોમી તોફાનોમાં સેવા કેન્દ્ર ખોલી સૌને સમાવ્યા. દુષ્કાળમાં ગાયોને ઘાસ નીર્યું. ઠંડીમાં ગરીબોને ધાબળા દાન કર્યું.
સમગ્ર ભારતમાં ભકિતયાત્રા કરી અમદાવાદથી આફ્રિકા સુધી સેવાની સુવાસ પ્રસરાવી. ૧૯૫૬ના આફ્રિકા પ્રવાસ બાદ ૧૯૫૭ થી ૧૯૫૯ નર્મદા કાંઠે ત્રણ વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમમાં રહી તપ કર્યું. તે સમયે આફ્રિકાથી ૧૫૦ આફ્રિકન ભક્તો મોટી કોરલ આવ્યા. અગાઉ બે વાર ૨૪ લાખ ગાયત્રી મહામંત્રના પુરશ્ચરણ કર્યા હતા. તેવી જ રીતે ત્રીજુ પુરશ્ચરણ કરી કુલ ૭૨ લાખ ગાયત્રી મંત્રોનો જાપ કર્યો. શ્રી પુનિત રામાયણની સંગીતમય કથા રચી. જે રામાયણ હાથમાં લઇ ડાકોર ચાલતા આવીને રણછોડરાયને કથા દ્વારા સંભળાવ્યું. મહાપ્રભુ શ્રી વલ્લભની પ્રેરણાથી ૯૦ દિવસની પદયાત્રા કરીને ચંપારણ્ય પધાર્યા. આજે પણ ચંપારણ્યમાં શ્રી પુનિત દ્વાર નામનો મુખ્ય ગેટ છે. ભાવિક ભક્તો દ્વારા ૧૪ અબજ જેટલા રામ મંત્રો લખાવ્યા જેમાંથી સાત અબજ મણિનગરમાં તથા સાત અબજ મોટી કોરલમાં પધરાવ્યા અને મંત્ર મંદિર બનાવ્યું.
૧૯૬૦માં સમગ્ર સુરત અને આસપાસના ગામોમાં કાર્યક્રમો કર્યા. ૧૯૬૧નું આખુ વર્ષ માયાનગરી મુંબઇને ઘેલુ કર્યું. માધવ બાગ ખાતે શ્રી પુનિત ભજન મંડળ સ્થાપ્યું. ગુજરાતમાં રાજકોટ, જામનગર, વસો, નડીયાદ, એવા અનેક સ્થળોએ પુનિત સેવા સમાજ બન્યા. છેલ્લે ૧૯૬૨માં સમગ્ર વડોદરામાં સત્સંગ યોજાયો. જે દરમ્યાન તેઓને હાર્ટ એટેક આવતાં ૫૪ વર્ષની ઉંમરે અષાઢ વદ એકાદશીને તા. ૨૭-૭-૬૩ના રોજ નશ્વર દેહ છોડી વૈકુંઠ પધાર્યા. વડોદરાથી ગામે ગામ થઈ અંતિમયાત્રા અમદાવાદ પહોંચી. દૂધેશ્વર ખાતે અંતિમ સંસ્કાર થયા. તે સમયે માઘુપુરાના વેપારીભાઈઓએ સૂકો મેવો લૂંવ્યો. ગરીબોને અનાજ વ્હેચાયું. અનેક વિધવાઓ, દરિદ્રનારાયણો અને ભકતજનોની આંખો સંત પુનિતની સેવાને સંભાળતા રોઇ ઉઠી. આજે પણ ૫૦ વર્ષ પછી તેમના યાદગાર ભજનો લોક હૃદયમાં ગૂંજે છે. સમગ્ર વિશ્વમાં જય કાન કાળા મીઠી મોરલીવાળા એ આરતી ગવાય છે. આજે પણ અમદાવાદ, ડાકોર તથા મોટી કોરલના પુનિત આશ્રમોની સેવા પ્રવૃત્તિઓમાં તેઓનો પ્રાણ ધબકી રહ્યો છે.
ભજનીક મુકેશ ભટ્ટ

 

અહંકાર

અહંકારના ભાર નીચે માણસ હંમેશા દબાતો રહ્યો છે. અહંકારને દૂર કરવા પ્રયત્નો અને અભ્યાસની જરૂર છે. ‘હું’પણાનો મિજાજ માનવ જીવનને છિન્નભિન્ન કરી દે છે. અહંકાર, દંભ અને અભિમાન જ્યારે માનવીના સ્વભાવમાં પ્રવેશ કરે છે ત્યારે સદ્‌ગુણો ધીમે ધીમે નાશ પામે છે. પોતે શું કરે છે તેનું ભાન રહેતું નથી. તેનાથી જે થઈ રહ્યું છે તે બરાબર અને યોગ્ય છે. એવું તેનું માનવું મક્કમતા ભરેલું હોય છે. જેના સ્વભાવમાં અહંકારની સત્તા શાસન કરે છે ત્યાં સદ્‌ગુણ, સદાચાર જેવા અમૂલ્ય ગુણો નકામા બને છે. રાજા રાવણને પોતાના દુષ્કૃત્યનું ભાન અને પરિણામની ખબર હોત તો સીતાનું હરણ ન થાત. પોતાની સાથે લંકાનું અસ્તિત્વ મટી ન જાત. નિર્દોષના જાન ગયા.
અહંકારીને પરિણામની બીક લાગતી નથી. તેઓ ગમે તેવા પરિણામને હોંશે હોંશે સ્વીકારે છે. જેઓ અહં, દંભ અને અભિમાન જેવા વિનાશકારી તત્વોથી પીડાય છે તેમના જીવનમાં પ્રગતિ નથી. તેમનું જીવન કોઈના માટે ઉપયોગી નથી કે કોઈ તેમને અપનાવતુ નથી. ગર્વ અને અહંકારના કારણે દુર્યોધન મરતાં સુધી પાંડવોને ભાઈ તરીકે સમજી ન શક્યો. વેર ભાવનાને સંતોષવા તેણે ભરી સભામાં દ્રોપદીનું વસ્ત્રાહરણ કર્યું. અહંકારીને બીજાની સલાહ, સમજણ કે ઉપાય કામ લાગતા નથી. કોઈની સમજણ પણ તેને અસર કરતી નથી. દરેક ધર્મ ગર્વ, દંભ, અહંકાર, મદ અને અભિમાન જેવા વિનાશકારી દુર્ગુણોથી દૂર રહેવા કહે છે. સમાજ સુધારકો, ધર્મ પ્રચારકો, સંતો મહંતો, સદ્‌ગુરૂ અને શાણા સમજુ માણસો પણ આવા વિનાશક દુર્ગુણોથી હંમેશા દૂર રહેવાની સમજ આપે છે. જ્ઞાની પુરૂષોના જીવનમાં અહંકાર, દંભ અને અભિમાનને સ્થાન નથી. તેઓ સદા પૂજનીય છે. સર્વગુણ સંપન્ન છે. તેઓ પ્રેરણા સ્ત્રોત સમાન છે. તેઓ નરમાંથી નારાયણ અને માનવમાંથી મહામાનવ બની શકે છે. તેઓ સાચા સંત છે. સંતો આપણા પથદર્શક છે, પ્રેરક છે. દીવાદાંડી છે. તેમનું જીવન કવન જગતના કલ્યાણ માટે હોય છે. તેઓની પાસેથી આપણે જીવન સફળતાની ચાવી અને જીવનનો મર્મ સમજીએ તો આપણા જીવનમાંથી અહંકાર અને અભિમાન જેવા વિનાશકારી તત્વોનો નાશ થશે અને સદ્‌ગુણો, સદાચારનો જન્મ થશે. જીવન સુંદર, સરળ અને સાર્થક બનશે. દિવ્યતા પ્રાપ્ત થશે.
- ભગુભાઈ ભીમડા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved