Last Update : 09-August-2012, Thursday

 
પ્રભુના અલૌકીક સ્વરૂપનું દિવ્ય ગાન

- શ્રી મઘુરાષ્ટકમ્‌
અધરં મઘુરં વદનં મઘુરં
નયનં મઘુરં
હસિતં મઘુરમ્‌ ।
મઘુરાધિપતેરખિલં મઘુરમ્‌ ।।

પ્રભુ કેવા રૂપાળા છે લૌકીક જીવનમાં ઠાકોરજીનું સ્વરૂપ નીહાળતાં હૃદયમાં આનંદ આનંદ થઈ જાય છે.
પ્રભુનું દિવ્ય સ્વરૂપ શ્રદ્ધા અને ભક્તિ જગાડે છે. આમેય ‘મંદિર’ એ પ્રભુનું વૈકુંઠ ધામ છે.
‘મઘુરાષ્ટકમ્‌’માં ઠાકોરજીના દિવ્ય ગુણોનું - સ્વરૂપનું વર્ણન છે એટલે જ વારંવાર ભક્તો ગાય છે.
ચરણ-કમળમાં શીશ નમાવી
વંદન કરૂ શ્રીનાથજી રે
દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી રે
તારા ભરોસે જીવન નૈયા હાંકી રહ્યા પ્રભુજી રે
બની સુકાની પાર ઉતારો
નાથદ્વારાના શ્રી નાથજીરે!
એક કાવ્ય છે ઃ
મિલતા હૈ સચ્ચા સુખ કેવલ ભગવાન તુમ્હારે
ચરણોમેં
તેરી યાદોં મેં આહોં ધામ રહે ઘ્યાન તુમ્હારે
ચરણોમેં.
મઘુરાષ્ટક એ પ્રભુની દિવ્ય સ્તુતિનો પ્રકાર છે
પ્રભુના ગુણલાનું અમર કાવ્ય છે. મઘુરાષ્ટકમ પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને દ્રઢ આશ્રય જગાવે છે તે સદાય ફલરૂપ છે.
પ્રભુ પ્રત્યેનો પ્રેમ ભક્તને ભીનો બનાવે છે અને પ્રભુ મેળવવાની લાલસા ભક્તને રડાવે છે.
માણસનું ચિત્ત એજ વૃંદાવન છે. ચિત્તમાં સદાય પ્રભુની ઝાંખી રાખો. તમારા હૃદયરૂપી વૃંદાવનમાં બાલકૃષ્ણલાલ બંસરી વગાડશે.
પ્રભુની ભક્તિ અમૃત છે. જીવનમાં લુંટાય એટલે લુંટવી એજ જીવનનો સાર છે.
પ્રભુના સૌંદર્યમાં સદાય વસંત છે. દર્શન માત્રથી જીવ પ્રફુલ્લિત બને છે.
જેના ચિત્તની વૃત્તિઓ પુર્ણરૂપે છે. ભગવદ્‌ભાવ દેખે છે. સદાય જેના હૃદયમાં પ્રભુના દર્શનની ઝાંખી છે તેનું જીવન ખીલેલું રહે છે.
‘મઘુરાષ્ટકમ્‌’ના પ્રારંભે જ શ્રી મહાપ્રભુજી વર્ણવે છે. પ્રભુના હોઠ મઘુર છે. પ્રભુનું વદન મઘુર છે. નેત્રો મઘુર છે પ્રભુનું હાસ્ય મઘુર છે. હૃદય મઘુર છે. જવાની ક્રિયા મઘુર છે.
પ્રભુ પોતે જ દિવ્ય છે. મઘુર છે. માઘુર્યના સ્વામી પ્રભુનું બઘુ ંજ મઘુર છે.
પ્રભુની વાંસળી એ વ્રજને ઘેલું લગાડેલું. પ્રભુની વાંસળીમાં એવો કયો જાદુ હશે કે પ્રભુની ધેનું (ગાય) ત્યારે કાન ઉંચી પ્રભુનું ગાન સાંભળતી હતી. ‘વ્રજ’ એટલે જ વેણું ધેનું અને રેણુંનું વૈકુંઠ ધામ!
પ્રભુના ચરણો મઘુર છે એટલે જ આજે વૈષ્ણવો, ૠષિઓ અને સંતો વ્રજની ઘૂળમાં આળોટે છે. બાલ કૃષ્ણ લાલનું નૃત્ય મઘુર છે. ગોપીઓ બાલ કનૈયાને નૃત્ય કરાવતી આ તેની મઘુરતા હતી.
પ્રભુનું ગીત મઘુર છે. ‘ગોપીગીત’ સાંભળતા હૃદય આનંદ અનુભવે છે. એટલે જ ગોપીગીતમાં ગોપીઓ ગાય છે ઃ
‘‘તવ કથામૃતં તપ્તજીવનં
કવિભિરીડીતં કલ્પ પાપહમ’’
તમારું કથામૃતં સંતાપ પામેલાનું જીવન છે. તમારા નામનું શ્રવણ કરવાથી હૃદયમાં આનંદ થાય છે. તમારું નામ સ્મરણ મઘુર છે.
તમારા પ્રાક્ટ્યથી વ્રજની શોભા છે. પ્રભુના શૃંગાર મઘુર છે ઃ
‘‘ગુંજર મઘુરા માલા મઘુરા યમુના મઘુરા
(વીછી) વીશ મઘુરા ।
સલિલં મઘુરં કમલં મઘુરં
મઘુરાધિપતેરખિલં મઘુરમ ।।’’
પ્રભુના કંઠમાં રહેલી માલા માઘુર્ય આપે છે હૃદયને આનંદ આપે છે.
યમુના સ્નાન પાનની તો વાતો જ શી કરવી? યમુનાના પાન કરનારને યમયાતના જીવનના અંતે કરવી પડતી નથી. શ્રી યમુના સિઘ્ધી આઠ પ્રકારની આવે છે. યમુના મઘુર છે. તેના તરંગો મઘુર છે. યમુનાના જળમાંના કમળ મઘુર છે.
આવા શ્રી કૃષ્ણપ્રભુ શ્રી યમુનાજીના પતિ છે. યમુનાના કાંઠે ગોકુલ અને વ્રજમાં ગોપીઓ મઘુર છે. કેવાં ભાગ્ય હશે કે કૃષ્ણ ગોપીઓ વીના રહી શકતા ન હોય.
ગોપીઓને જોઈ પ્રભુ પ્રસન્નતા અનુભવે છે. ગોપી દિવ્ય રસાત્મક છે.
ભૌતિક બંધનોથી મુક્ત છે. તેમની દ્રષ્ટિમાં કેવળ ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. તેમના હૃદયમાં શ્રીકૃષ્ણને તૃપ્ત કરનારું પ્રેમામૃત છે.
પ્રભુના હસ્તની વાંસળી ‘વેણુ’ મઘુર છે. ચંિતકોની વેદના છે ઃ
‘‘વેણું! મુરલિમાં! કૌન તપ તે કિયો?
સુંદર શ્યામ કમલનદલ લોચન
અધરનકો રસ દિયો?’’
વેણુ પૂર્વકાળમાં બ્રહ્માની માનસપુત્રી સરસ્વતી મનાય છે.
રસો વૈ સઃ। શ્રી કૃષ્ણ સ્વયં રસરૂપ છે. એમનું ચિદાનંદધન શરીર દિવ્ય છે.
એક દેહ-દૈહી ગુણ-ગુણી રૂપ-રૂપી નામ-નામી કે લીલા પુરૂષોત્તમ વચ્ચે કોઈ ભેદ નથી.
પ્રભુ તો અવિનાશી છે. આમ તો -
શ્રીકૃષ્ણ પ્રુભુનું પ્રત્યેક શ્રીઅંગા અને મઘુરતાથી ભરેલાં છે. જીવ જ્યાં સુધી જગતમાં સુખ દેખે છે ત્યાં સુધી સંસારના સંબંધો મીઠા લાગે છે. પણ જગતના દુઃખો અને કડવાશ દેખાય ત્યારે પ્રભુના સ્વરૂપની ઝાંખી કરવા તલાશે છે.
શ્રી કૃષ્ણનું માઘુર્ય નિર્ગુણ નિરાકાર
ચૈતન્યરૂપે બિરાજેલું છે. આથી
‘પ્રભુ મઘુર લાગે છે’
પવિત્ર અગીયારસે શ્રી મહાપ્રભુ વલ્લભ છોંકરના વૃક્ષ નીચે પોઢ્‌યા હતા. શ્રી વલ્લભને અજંપો હતો કે જીવોના ઉઘ્ધાર માટે મારું પ્રાક્ટ્ય છે પરંતુ દૈવી જીવ તો અનેક દોષોથી ભરેલો છે. તેના ઉપર યુગોનો પ્રભાવ છે. આવા દોષવાળા જીવનો સંબંધ પ્રભુ સાથે કેમ બાંધવો? શ્રીજીથી શ્રી મહાપ્રભુ વલ્લભનો અજંપો સહન ન થયો. મઘ્ય રાત્રિએ શ્રીજી સાક્ષાત્‌ પ્રકટ થઈ દર્શન આપ્યા. દૈવી જીવોને બ્રહ્મસંબંધ આપવાની આજ્ઞા કરી. શ્રી વલ્લભ પ્રભુના દર્શનથી આનંદવિભોર થઈ ગયા. પ્રભુના તેજપૂંજના અલૌકિકનું ‘મઘુરાષ્ટકમ’થી પ્રભુના ગુણાનુવાદ કરીને પવિત્રા અને મિસરી ભોગ ધરાવી, પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવો શ્રી પ્રભુને અને પોતાના ગુરૂજનને પવિત્રા ધરાવે છે. ‘મઘુરાષ્ટકમ્‌’ સુંદર છે.
- બંસીલાલ જી. શાહ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved