Last Update : 09-August-2012, Thursday

 

કાનાને કાગળ લખું... રે...!
કાનાને પાગલ કરું... રે...!

 

હે... નટખટ કાનુડા કાલે તારો જન્મદિવસ છે. તને હેપ્પી બર્થ ડે.. કહેવાની અમારી શું હેસિયત! તું તો જન્મજન્માંતર રહેવાનો... અમારો તો આખો જન્મારો તારા હાથમાં છે! તોય આવતીકાલે રાત્રે બાર વાગે... ‘હાથી-ઘોડા-પાલખી જય કન્હૈયા લાલ કી - નંદ ઘેર આનંદ ભયો’ ના નાદ વચ્ચે વર્ષોથી જે પરંપરા નિભાવતા આવ્યા છીએ એમાં ચૂક નહીં આવવા દઈએ..! તારું સ્મરણ-રટણ અમારે માટે આશ્વાસન બને છે. ક્યાંક રસ્તો દેખાય છે. ભગવદ્‌-ગીતામાં આખા જીવનનો સાર તમે સમજાવ્યો છે. તેમ છતાં અમારામાં રાધા જેવું સમર્પણ, ગોપીઓ જેવું ભોળપણ કે પછી મીરાં જેવી દિવાનગી, રોજ ગીતાના પાઠ કરવા છતાં અમારામાં નથી આવતા...! તું તો હે માધવ સ્વયં આનંદમૂર્તિ છે. તારાથી કશું અજાણ હોય નહંિ. તો ય તું જુએ છે... અમારામાં કેટલો બધો દંભ ને દેખાડો ધૂસી ગયો છે. જેને તમોએ ગીતામાં પાપ ગણાવ્યો છે. દરેક પ્રાણીમાં તમો કામ રૂપે પણ રહેલા છો તો પણ દંભીઓ અમને ઉપદેશ આપીને કામલીલાઓ આચરી રહ્યા છે. ગીતામાં તમોએ કહેલી દરેક વાતો અમોને ખૂબ ગમે છે. અમોને અમુક-અમુક અઘ્યાય મોઢે છે એવું કહેતા અમારી છાતી ગજ-ગજ ફૂલે છે પણ અમલમાં મીંડુ.. ઢીર્િ!હે.. ગોપીનંદન... તું તો ગોકુળમાં ગાયો ચરાવતો હતો, એમની ભૂખ સંતોષતો હતો પણ અહંિ તો તારા નામે ચરી ખાનારાઓની સંખ્યા વધતી જાય છે. હે કાના કેટલા તો તારા નામ છે. યશોદાનંદન, ગોપાલનંદન, શામળિયો, રાસવિહારી, રાધા-રમણ ને વળી પાછા નટખટ કોડીલા-કોડામણા, નટવર નાનકા.. આ..હા..હા...!
તોય અમારા ધર્મગુરુઓ અમને શુષ્ક ઉપદેશો આપે રાખે છે. અમને આનંદ ઉદધિમાં ઘૂબાકા મારવાની ના પાડે છે. રાધા સાથેનો તમારો નિર્દોષ ને નટખટ ભર્યો અંદાજ... આજે વાસનાના ભડકા કરાવરાવે છે. લોકો ઉંમરને પણ નેવે મૂકી રહ્યા છે..! ભેરુબંધો સાથે ગોકુળમાં તમો જે રમતો રમતા હતા એ આજે અહીંયા જુગારમાં પરિવર્તિત થઈ છે. કેટલાય પોતે નહીં પોતાનાઓને પણ બરબાદ કરી રહ્યા છે.
પાતાળમાં જઈને કાળીનાગ નાથનારા તમો એ હવે અમને બધાને નાથવા અહીં આવવાનો સમય પાકી ગયો છે નહિ તો અમે તને પણ નહીં ગાંઠીએ...! ભલે અમે શ્રી કૃષ્ણ શરણં મમ ગાતી હોઈએ... કે પછી અમને ડાળ, ડાળ પર પક્ષી બોલે, ગાય બોલે કે પછી કોઈ પણ બોલતું સંભળાતું હોય પણ, તું તો જાદુગર છે, તારો ખેલ તો અવિરત ચાલ્યા જ કરે છે. તને તો અમારી ચાલની ખબર જ છે ને...!?! કે પછી જશોદાને ફરિયાદ કરવી પડશે...!
એટલે હે મોહન..! હજુ કાંઈ મોડું નથી થયું. પેલો તમારો વાયદો... યદા યદા હિ ધર્મસ્ય..! પૂરો કરવાનો ટાઈમ આવી ચૂક્યો છે. ભલે તમો બીજું કાંઈ ન કરો પણ એટલું ચોક્કસ કરજો કે તેં અમોને બનાવ્યા છે, અમોને જીવાડ્યા છે તો અમારી ‘વિચારધારા’ પણ બદલાય એવું કંઈક કર મુરારિ..! અમારું ગાંડપણ ખરી પડે, અમારી મૂંઝવણ દૂર થઈ જાય, અમારી કાચી સમજણ પાક્કી બને અને જીવનનો અઘ્યાય પૂરો થાય એ પહેલાં તારા ચરણમાં ને શરણમાં આવીએ અને તું અમારો બરડો થપથપાવે... એ જ પ્રાર્થના...
સ્વ. અવિનાશ વ્યાસે સાચું જ કહ્યું છે...
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં
કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં...
- અંજના રાવલ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved