Last Update : 09-August-2012, Thursday

 
શ્રીકૃષ્ણં વંદે જગદ્‌ગુરુમ્‌
- શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે. પદ્મપુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, હરિવંશ, શ્રીમદ્‌ ભગવત - વગેરેમાં શ્રીકૃષ્ણ લીલાનો ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણની વ્રજ સંસ્કૃતિ પંદર કલ્પ જેટલી પ્રાચીન છે. તેઓ વ્રજમાં અગિયાર વર્ષ અને બાવન દિવસ બિરાજ્યા છે. પછી ૧૪ વર્ષ મથુરામાં, સો વર્ષ દ્વારકામાં બિરાજ્યા છે. એટલે જ ગુજરાતના સૌરાષ્ટ્રનું આગવું સ્થાન છે

વ્રજના ગોકુળમાં પુષ્ટીમાર્ગના શ્રીમહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ સાક્ષાત્‌ દર્શન આપી બાહ્ય સંબંધનું જ્ઞાન કર્યું. શ્રી ગુસાઈજીએ અડેલ ગામ છોડીને વ્રજમાં, પહેલા મથુરા અને પછી ગોકુળમાં નિવાસ કર્યો. તેમણે અને તેમના વારસોએ વ્રજના વિકાસ અને ગૌરવમાં સતત પાંચસો વર્ષથી પુષ્ટીમાર્ગનો ફાળો આપ્યો છે. વ્રજના કણેકણમાં વ્યાપ્ત રાસેશ્વર શ્રીકૃષ્ણની ખોજ અને પરમાનંદને પ્રાપ્ત કરવા માટે ભગવદ્‌ ભક્તો યાત્રા કરવા આવે છે. શરીર, બુઘ્ધિ અને પ્રાણ આ ત્રણેય જોડાય તો જ યાત્રા સફળ થાય અને પરમાત્માની ખોજનું લક્ષ્ય સિઘ્ધ થાય.
શ્રીકૃષ્ણનો અનુગ્રહ ત્યારે જ થાય કે જ્યારે જીવે સતત શ્રવણ-કિર્તન અને ભગવત્સેવા કરી હોય. વ્રજ એ ભગવાનની લીલાઓનું ઉદ્‌ગમ સ્થાન છે. આજે પણ ભૂતલ ઉપરના એ ગોલોક ધામમાં પ્રભુએ લીલા કરી રહ્યા છે. ભાગવતજીના દશમા સ્કંધ સુબોધિનિજીમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે, ‘‘પગે ચાલીને યાત્રા કરવાથી તાપ, ટાઢ, તથા દ્રષ્ટિને સહન કરી, વ્રજભૂમિના ખેતરોમાં નિવાસ કરવાથી અને સંકલ્પપૂર્વક વ્રજ યાત્રાના નિયમોનું પાલન કરવાથી દેહદમન તેમજ ઈન્દ્રિયદમન રૂપી આઘ્યાત્મિક તપસ્યા આપોઆપ થઈ જાય છે.’’ પ્રપંચ અને વિસ્મૃતિપૂર્વક ભગવદાશક્તિ એજ વ્રજધામની ફલશ્રુતિ છે. દરેક ધર્મમાં પોતાના ધાર્મિક સ્થળોની તીર્થયાત્રા કરવાનો મહિમા છે તેમ વૈષ્ણવ સંપ્રદાયમાં વ્રજયાત્રાનો મહિમા છે.
સાસ્વત કલ્પમાં શ્રીકૃષ્ણના હાથે વૃષભાનસુર નામના એક બળદનો વધ થયો. ત્યારે ગૌ-હત્યાના પાપના નિવારણ માટે યમુનાજીએ રસ્તો બતાવ્યો કે, ‘‘બધાજ તિર્થોને વ્રજમાં હાજર થવાનું જણાવી દો.’’ શ્રીકૃષ્ણની આજ્ઞા થતાં બધા જ તીર્થો વ્રજમાં વિવિધ સ્થળે ગોઠવાઈ ગયા. શ્રીકૃષ્ણે તે તમામ તીર્થોમાં સ્નાન-દાન કરી ગૌ-હત્યાના પાપનું નિવારણ કર્યું. તિર્થોની વિનંતિને ઘ્યાનમાં રાખી આધૃિદૈવિક સ્વરૂપે વાસ કરવા જણાવ્યું. ત્યારથી વ્રજયાત્રા કરનારને તમામ તીર્થોની યાત્રાનું ફળ મળે છે. આમ શ્રીકૃષ્ણે સહુપ્રથમ વ્રજયાત્રા કરી હતી. સ્કંધ પુરાણની કથા મુજબ શ્રીકૃષ્ણના પ્રપૌત્ર શ્રી વૃષનાભે રાજા પરિક્ષિતિ સાથે વ્રજયાત્રા કરી હતી.
વ્રજ મંગળ છે. વ્રજભૂમિ મંગળ છે. અહીંનું સર્વ કાંઈ જે છે તે સઘળું મંગળ છે. અહીંની પરિક્રમા કરવાનો હેતુ ભગવાન શ્રીકૃષ્ણના ગુણગાન ગાતા-ગાતા તેમને શોધવાના છે. તે દયાળુ છે. વૈકુંઠમાં ભગવાનને ભક્તો વશ કરે છે. વ્રજમાં ભગવાન ભક્તોને પોતાના વશમાં કરે છે. વ્રજમાં ભગવાન સ્વયં વેણુનાદ કરે છે. વૈકુંઠમાં સેવકો ભગવાનની પાછળ ફરે છે. વૈકુંઠમાં બ્રહ્માનંદ છે. વ્રજમાં ભજનાનંદ છે. વૈકુંઠમાં લક્ષ્મીજી મહારાણી છે, જ્યારે વ્રજમાં હજારો ગોપીઓ લક્ષ્મીજી છે.
વૃજભૂમિમાં કેવળ શ્રીકૃષ્ણની ચરણરજ નથી, પરંતુ ભગવાનને વશ કરનાર ભગવાનના ભક્તોની ચરણરજ પણ મળેલી છે અને દિવસે-દિવસે વધતી જ જાય છે. તેથી તે પ્રેમરજ પણ છે. આ કૃષ્ણ સંસ્કૃતિનું મૂળ તત્ત્વ ભક્તોના ભગવાન પ્રત્યેના નિષ્કામ અને દિવ્ય પ્રેમ છે. અહીં ગિરિરાજજી માત્ર ભૌતિક પર્વતરૂપે નથી બિરાજતા, તે સાક્ષાત્‌ ભગવાન સ્વરૂપે બિરાજે છે. વ્રજ મૂળ તો ગોવ્રજ જ એટલે કે ગોલોક જ છે. ગોકુલ અને ગોવર્ધજી તેના બે ઘુ્રવ છે. યમુનાજી શ્રીકૃષ્ણના સ્વામિનિજી છે. શ્રી કૃષ્ણે અહીં સ્વયં ગાયો ચરાવીને વનોનું સાંસ્કૃતિકરણ કર્યું છે.
શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે. પદ્મપુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, હરિવંશ, શ્રીમદ્‌ ભગવત - વગેરેમાં શ્રીકૃષ્ણ લીલાનો ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણની વ્રજ સંસ્કૃતિ પંદર કલ્પ જેટલી પ્રાચીન છે. તેઓ વ્રજમાં અગિયાર વર્ષ અને બાવન દિવસ બિરાજ્યા છે. પછી ૧૪ વર્ષ મથુરામાં, સો વર્ષ દ્વારકામાં બિરાજ્યા છે. એટલે જ ગુજરાતના સૌરાષ્ટ્રનું આગવું સ્થાન છે. શ્રીકૃષ્ણ ૧૨૫ વર્ષ પૃથ્વી પર બિરાજ્યા છે. શ્રીકૃષ્ણનો જન્મ ગોકુલ-મથુરા જ્યારે તેમણે તેમની માયા દ્વારકામાં સંકેલી. વ્રજ કુલ બાર વન અને ચોવિસ ઉપવનોનું બનેલું છે.
છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણન આવે છે કે, ‘‘જે આ બ્રહ્મપુરમાં આ કલમ ગૃહદહર સ્થાન છે. તે આ જગતની જીર્ણતામાં જીર્ણ થતું નથી. જગતના પ્રલયમાં પ્રલય પામતું નથી. આ સત્ય બ્રહ્મપુર છે. લીલા સ્થાન નિત્ય છે. આમાં બધાં કામો (ભગવાન સાથે ભક્તોના આનન્દાનુભાવો) રહેલા છે. ભગવાને વૈકુંઠ-ગોલોકને જ પોતાની લીલા માટે ભૂતલ પર પધરાવ્યું છે. ગર્ગસંહિતામાં કહ્યું છે, ‘‘પોતાના ધામ ગોલોકની ૮૪ કોશ ભૂમિ ગોવર્ધન પર્વત અને યમુના નદીને સ્વયં શ્રીહરિએ ભૂતલ ઉપર મોકલ્યા.’’
ગોવર્ધન લીલામાં બે સિઘ્ધાંતનું પ્રતિપાદન શ્રીકૃષ્ણે કર્યું છે -
(૧) ‘‘હે મનુષ્ય! તું અનન્યાથી મારું સેવન કર અને ભજન કર. તારા યોગક્ષેમની ચંિતા તું કરીશ નહિ. તે તું મારા પર છોડી દે.’’
(૨) હે મનુષ્ય ! તું બઘું છોડીને મારી પાસે આવી જા. મારી શરણાગતિ સ્વિકાર.’’
શ્રી જગતગુરૂએ ગોવર્ધન લીલામાં શરણાગતિ, યજ્ઞ અને આશ્રયની ક્રાંતિનું મોટું દર્શન કરાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘‘પરંપરાથી ચાલતો આવતો ધર્મ અંધશ્રઘ્ધાવાળો હોય તો તેને તોડીને ફેંકી દો.’’ સાત વર્ષના શ્રીકૃષ્ણે સાત દિવસ સુધી ગિરિરાજને ધારણ કર્યા છે, કારણ કે શરણાગતિના સાત પ્રકાર છે. શરણાગતિ એ ચિત્તની એક અવસ્થા છે.
(૧) અનુકૂલસ્ય સંકલ્પ - મારા ભગવાનને જે ગમે તે કરું.
(૨) મારા ભગવાનને જે ન ગમે તે બધી રીતે હું છોડું.
(૩) ભગવાન મારું રક્ષણ કરશે એવો દ્રઢ વિશ્વાસ.
(૪) હું એવા ગુણોને ધારણ કરું કે જેથી ભગવાન મારો સ્વિકાર કરે.
(૫) આત્મનિક્ષેપ - એટલે પોતાની જાત ભગવાનને સોંપી દેવી.
(૬) કૃપણતા - એટલે દીનતા
(૭) ઉપરના છ ભાવનો સ્વિકાર કરવાથી કૃપારૂપી વૃષ્ટિ થાય તો ધર્મીની શરણાગતિ થાય.
આમ છ ધર્મશરણાગતિ જ અને એક ધર્મ, ધર્મીરૂપ શરણાગતિ છે. ગોવર્ધન લીલામાં ભગવાને ઈન્દ્રને ઉદ્દેશીને બોધ આપ્યો છે. ‘‘હે ઈન્દ્ર! આ મારું નથી. પરમાત્માનું છે. તેથી તેને આપેલી સત્તા મર્યાદામાં રહીને ભોગવવાની છે. તું તેનો માલિક નથી - હું પણ માલિક નથી. હું-તું તો કેવળ તેના ટ્રસ્ટી જ છીએ.’’
પુષ્ટીમાર્ગના પાંચ તત્વ અને બેઠકજીઓ ઃ
૧. શ્રીનાથજી - શ્રી મહાપ્રભુજી ૮૪ બેઠકો - આકાશતત્વ
૨. શ્રીયમુનાજી - શ્રી ગુંસાઈજીની ૨૮ બેઠકો - જળતત્વ
૩. શ્રી વલ્લભકુળ - શ્રી ગિરિધરજી - ૪ બેઠકો - અગ્નિતત્વ
૪. શ્રી ગિરિરાજજી - શ્રી ગોકુલનાથજી - ૧૩ બેઠકો - વાયુતત્વ
૫. શ્રી વ્રજભૂમિ - શ્રી હરિરાયજી - ૭ બેઠકો - પૃથ્વીતત્વ
અહીં પ્રભુના ચાર સ્વરૂપ મેઘશ્યામ સ્વરૂપ છે. (૧) શ્રીકૃષ્ણ (૨) શ્રી મહાપ્રભુજી (૩) શ્રી યમુનાજી (૪) શ્રી ગિરિરાજજી. પ્રભુ પણ પ્રેમ, આનંદ અને વિરહ રૂપ છે. પ્રભુ પ્રેમને વશ છે. આનંદ પ્રિય છે તેથી તેમને સત્‌ચિદાનંદ કહે છે ‘‘રસો વૈ સઃ’’ પ્રભુ પરિપૂર્ણ છે. તેઓનો સંદેશ છે ‘‘અભિમાન છોડીને તમે મારા શરણમાં આવો’’ વૈષ્ણવ સંપ્રદાયમાં હંિડોળાની શરૂઆત અષાઢ સુદ બીજથી શરૂ થાય છે અને શ્રાવણ વદ બીજના દિવસે વિજય થાય છે. તેમાં બાળભાવ અને કિશોરભાવ એમ બે ભાવ જોવા મળે છે. કુંજ સદનમાં કિશોર ભાવથી અને નંદરાયજીને ત્યાં બાળ ભાવથી પ્રભુને હંિડોળે ઝૂલાવે છે.
દાનલીલામાં પ્રભુએ દહીંનું દાન માંગ્યું છે. દહીં સર્વોત્તમ રસ છે. દહીંની સરખામણી એકાદશ ઈન્દ્રિયો સાથે કરવામાં આવી છે. આપણી ઈન્દ્રિયોમાં રહેલો રસ લૌકિક છે. તેને ભગવદ્‌ વિષયોમાં પરિવર્તિત કરવાની જરૂર છે. તેથી દહીંના દાન દ્વારા પ્રભુ ઈન્દ્રિયોનું દાન માંગે છે. ગોરસ એટલે દૂધ, દહીં, માખણ; ગો એટલે ઈન્દ્રિય. આ રીતે આપણી ઈન્દ્રિયોને પ્રભુમાં જોડવા માટેની આ એકાદશી પરિવર્તની એકાદશી તરીકે ઓળખાય છે. દાનલીલાની શરૂઆત ભાદરવા સુદ એકાદશીથી શરૂ થઈ ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. પુષ્ટીમાર્ગમાં તેનું ઘણું જ મહત્વ છે.
શ્રી હરિરાયજી ઃ ‘‘વાત્સલ્ય ભાવથી શરૂ કરી મઘુરા ભક્તિની પ્રાપ્તિ માટે જ દાનલીલા કરવામાં આવી છે. ભગવદ્‌ સ્વરૂપમાં સેવાનો અને સ્મરણનો ભાવ જાગે એ જ દાનલીલાનું રહસ્ય છે.’’
શ્રીમદ ભાગવતનો દશમ સ્કંધ શ્રીનાથજી બાવાનું હૃદય છે અને શરદ પૂનમની રાસલીલા તેનો પ્રાણ છે. રાસલીલા પ્રભુની રસમથી લીલા છે. વૈષ્ણવોની હોળી વસંત પંચમીથી શરૂ થાય છે. હોળીમાં મુખ્ય કેસુડાનો રંગ (શ્રી સ્વામિનીજીનો ભાવ) અબીલ (શ્રી ચંદ્રાવલીજીનો ભાવ) ગુલાલ (શ્રી રાધા સહચરીજીનો ભાવ) યુવાનો રંગ (શ્રી યમુનાજીના ભાવથી) શ્રીકૃષ્ણ ભક્તજનો સાથે વસંત સંપાત સુધી ચાર પ્રકારની હોળી ખેલે છે. હોળી કેવળ રસાત્મક શ્રૃંગાર છે.
ઉદ્ધવજી વ્રજમાં આવ્યા. ગોકુળમાં નંદ-યશોદા, વૃઘ્ધ ગોપો સાથે શ્રીકૃષ્ણની લીલાનું સ્મરણ કર્યું. ત્યાંથી વૃંદાવન જઈ ગોપીઓ સાથે ગોષ્ટિ કરી શ્રી મહાપ્રભુજીએ ગોપીગીતના સુબોધિનીમાં પ્રભુના નામ-સ્વરૂપોનો મહિમા વર્ણવ્યો છે. પ્રભુના છ ધર્મો - ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ-બિરાજમાન છે. પ્રભુનું નામ અને પ્રભુની કથા આ છ દિવ્ય ધર્મોથી યુક્ત છે. પ્રભુ તેમના નામ દ્વારા ભક્તોને આનંદનું દાન કરે છે. પ્રભુ પૂર્ણાનંદ છે. હૃદયમાં રહેલો આનંદ જ્યારે અનાયાસે બહાર પ્રગટ થાય છે તે ઉત્સવ કહેવાય છે.
વૈષ્ણવોને મન ૮૪ અને ૨૫૨ના આંકડાનું ઘણું મહત્ત્વ છે. સાહિત્યના ભાવ પ્રકાશમાં શ્રી હરિચરણ સમજાવે છે કે, શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ દ્વાદશ અંગાત્મક છે. શ્રી ઠાકુરજીના પ્રત્યેક અંગમાં શ્રી મહાપ્રભુજીના દિવ્ય ષ્‌ડ ધર્મ અને સાતમું ધર્મી બિરાજમાન છે, તેથી બારને સાતે ગુણતા ૮૪નાં આંક પ્રાપ્ત થયો. આવા ૮૪ ત્રણ પ્રકારના વૈષ્ણવ છે. ૮૩ ટ ૩ = ૨૫૨ વૈષ્ણવો થાય. શ્રી ગુંસાઈજીના સેવકોને નિર્ગુણઅંશી ભવદીય સાત્વિક ભાવપ્રધાન ગણવામાં આવે છે. શ્રી મહાપ્રભુના ૮૪ વૈષ્ણવોને નિર્ગુણ ભક્તો કહેવામાં આવ્યા છે. જેમણે વલ્લભકુળ દ્વારા અષ્ટાક્ષર મૂત્રની દીક્ષા લઈ તુલસીની માળા ધારણ કરી છે તે વૈષ્ણવ. વૈષ્ણવ શબ્દનો પહેલો વ શ્રી વલ્લભનો છે. બીજો વ શ્રી વિઠ્ઠલનો અને ષ્ણ શ્રીકૃષ્ણનો છે.
‘શ્રી કૃષ્ણ શરણં મમ’ અષ્ટાક્ષર મંત્રના આઠ અક્ષરોનો અર્થ (ફલ) શ્રી ગુંસાઈજી જણાવે છે કે, ‘શ્રી’ - શ્રી સૌભાગ્ય સંપ્રાપ્તિ, ધનવાન અને રાજપ્રિય બનાવે, ‘કૃ’ પાપને શોષે, ‘ષ્ણ’ સંતાપને શાંત કરે, ‘શ’ - યોનિ - જન્મનો નાશ કરે, ‘ર’ - જ્ઞાન આપે ‘ણ’ - કૃષ્ણમાં સદા દ્રઢ ભક્તિ આપે, ‘મ’ - કૃષ્ણનો ઉપદેશ આપનાર ગુરૂમાં પ્રિતિ આપે. ‘મ’ કૃષ્ણમાં સાયુજ્ય આપે. આ મંત્રનો જાપ કરવાથી ભક્તિ, વૈરાગ્ય, રિઘ્ધિ-સિઘ્ધિ પ્રભુ સુલભ થઈ જાય છે.
શ્રીમદ્‌ ભાગવતમાં જણાવ્યું છે કે, ભાગવતે (૧) યુધિષ્ઠિરજી (૨) નારદજી (૩) પ્રહલ્લાદજી (૪) હનુમાનજી એમ ચાર હરિદાસ બતાવ્યા છે. આ ચાર હરિદાસોમાં પણ શ્રેષ્ઠ શ્રી ગિરિરાજજીને વૈષ્ણવો ગણે છે. પુષ્ટિ માર્ગમાં અગિયાર પ્રકારની મિસરી હોય છે. પવિત્રા અગિયારસ મિસરી, પવિત્રા બારસ મિસરી, સૂકા મેવા મિસરી, પન્તની મિસરી, નંદ મહેત્સવ મિસરી, નાથદ્વારામાં બાંટા આઠ ગોટીની મિસરી, માખણ મિસરી, લીમડાની કૂંપળ સાથેની મિસરી, શ્રી યમુનાજીને મિસરી ભોગ, કોઈ સમયે ઝારીજીમાં મિસરી ભરવામાં આવે છે.
જેમ બ્રાહ્મણ જનોઈ ગ્રહણ કર્યા પછી ગાયત્રી મંત્ર ના બોલે તો તેનું બ્રાહ્મણત્વ નષ્ટ થાય છે, તેવી રીતે વૈષ્ણવે દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ ના કરે તો તેનું વૈષ્ણવ નષ્ટ થાય છે. પૂર્ણ શ્રઘ્ધા અને વિશુઘ્ધ બુઘ્ધિ રાખીને કરવાથી સાક્ષાત્‌ શ્રીકૃષ્ણના અધરામૃતનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી પદ્મપુરાણના ભાગવત મહાત્મમાં શાલિગ્રામના ૧૬ સ્વરૂપો ગણવામાં આવ્યા છે. જેવા કે, ઓમકાર ગાયત્રી, પુરુષસુકત, વેદત્રયી, દ્વાદશાક્ષર મંત્ર, દ્વાદશા વગેરે. આ બધા નામોમાં તાત્વિક કોઈ ભેદ નથી.
વૃંદ એટલે તુલસી. યમુનાજીના કિનારે આવેલું આ વન તુલસીવન હતું, તેથી તેનું નામ વૃંદાવન પડ્યું. સંસ્કૃતમાં વૃંદાનો અર્થ સમૂહ પણ થાય છે. રાધીકાજીના સોળ નામો પૈકી એક નામ વૃંદા છે. તેથી પણ શ્રીકૃષ્ણને વૃંદાવન અતિપ્રિય છે. તે પ્રભુની ભક્તિલીલા હોવાથી વધારે ખીલે છે. વૃંદાનો એક અર્થ સ્ત્રીલંિગ વાચક ઘણી વસ્તુઓ એવો થાય છે. તેથી નવધા ભક્તિનો સમૂહ અને એની સાથે પ્રેમ-લક્ષણા ભક્તિ એક સાથે પ્રગટ કરવાનું સામર્થ જેનામાં હોય તે વૃંદાવન. ભગવાન શ્રીકૃષ્ણને શોધવા હોય તો ભક્તિ ક્ષેત્ર એવા વૃંદાવનમાં જ શક્ય છે.
વ્રજ ભૂમિમાં જેમ ચાર વૃંદાવન (ચંદ્ર સરોવર, નંદગામ, કામવન, વૃંદાવન) છે તેમ ગોકુલ પણ ચાર (ગોકુલ, મહાવન, ગોવર્ધન નજીક ગ્વાલપો ખરા અને ગોકુલ) આ ચારેય ગોકુલમાં નંદરાય વસ્યા. શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય અહીં શ્રીમદ્‌ ગોકુલમાં થયું. શ્રી મહાપ્રભુજીએ અહીં ગોવંિદ ઘાટ ઉપર ‘મઘુરાષ્ટક’ રચ્યું હતું.
શ્રીમદ્‌ ભગવદ ગીતાજી એટલે સર્વ વેદો, ઉપનિષદોના તત્વજ્ઞાનનો નિચોડ. કર્મ, ઉપાસના અને જ્ઞાનકાંડના ત્રણ કાંડવાળી કહી શકાય. જે સ્વયં ભગવનના મુખકમળમાંથી જીવના સુખાનંદ માટે વહેલો પ્રવાહ છે. ભગવાને કહ્યું છે કે, ‘ભક્તિમાં શ્રઘ્ધા જ મુખ્ય છે. કર્મ ચિત્ત શુઘ્ધિ માટે છે. જ્યારે સંકલ્પ માત્રનો ત્યાગ કરનાર જ સાચો જ્ઞાની છે. કર્મયોગ જ્ઞાન યોગની અપેક્ષાએ સુગમ છે. કર્મ યોગમાં કર્મફળનો ત્યાગ કરવાનો કહ્યો છે. તેથી સુગમ સરળ ભક્તિ છે.’
હરિ એ જ જગત છે અને જગત એ જ હરિ. તેનાથી ભિન્ન કંઈ નથી એવી જેની બુઘ્ધિ છે તે મનુષ્ય ભવસાગર તરી જાય છે. સર્વત્ર શ્રીકૃષ્ણ દર્શન કરવાનો અભ્યાસ કેળવતા શાંતિ, દયા, ક્ષમા, સત્ય જેવા ગુણો પ્રગટશે. ઉઠતા-બેસતા અક્ષય-જપ યજ્ઞ ચાલુ રાખો. પ્રભુ સ્મરણ જપ જ પછી બઘું સમજાશે ‘‘શ્રી કૃષ્ણ શરણં મમ’’.
- અક્ષય જનાર્દન મહેતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved