Last Update : 09-August-2012, Thursday

 
અપાર મુશ્કેલીઓ વેઠનાર સાચી કૃષ્ણભક્ત મીરાંને કોટી કોટી વંદન
- 'આપ ભલા તો જગ ભલા'. આપણે સારા તો જગત આપણા માટે સારું જ છે. બાકી જગતને જોવાની આપણી દ્રષ્ટિ ખરાબ હોય તો પછી જગત આપણને ખરાબ જ લાગવાનું. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

રાજસ્થાનમાં પાંચસો વર્ષ પહેલાં જ્યાં સ્ત્રીઓ ઘૂમટો તાણતી હતી. જ્યાં લોકો સ્ત્રીઓનું મુખ ન જોઇ શકે ત્યાં પ્રતિષ્ઠિત પરિવારની- રાજઘરાની મીરાં બાળપણથી ભગવાન કૃષ્ણ પાછળ ઘેલી બની, ભગવાન કૃષ્ણ માટે જાહેરમાં નાચવા લાગી એવી કૃષ્ણપ્રેમી મીરાંને સાચે જ કોટી કોટી વંદન છે.
પ્યારા આત્મબંધુઓ આવો એવી દિવ્યનશામાં ડુબેલી મીરાં વિશે જાણીએ, માણીએ અને ભગવાન કૃષ્ણના દિવ્ય નશામાં ડૂબવા પ્રયાસ કરીએ.
બાળપણમાં જો કોઇ ભાવ થઇ જાય તો તે ખૂબ દૂરોગામી ભાવ થઇ જાય છે. બચપણથી મીરાંને કૃષ્ણ પર પ્રેમ ઉમડવા માંડયો. ભગવાન કૃષ્ણ પર જેટલો પ્રેમ ઉછળવા માંડે એટલા કૃષ્ણ ભગવાન જીવંત- Lively Lord Krishna બને છે. બાળપણમાં મીરાંના માતા-પિતા દેવલોક પામ્યાં. સત્તર- અઢાર વર્ષની ઉંમરે તેના લગ્ન થયા. પછી એના પતિ મૃત્યુ પામ્યા. પછી સસરાએ તેની સંભાળ રાખી પછી સસરા ગુજરી ગયા. મીરાંની બત્રીસ- તેંત્રીસ સાલની ઉંમરમાં એના જીવનમાંની મહત્ત્વની વ્યક્તિઓનાં અવસાન થયાં. ડેપ્યુટી કલેકટર હિરાભાઇ ઠક્કર તેમના પ્રવચનમાં જણાવતા કે જેમને જેમને સંસારની લાતો વાગી છે તે ઈશ્વરના ખોળામાં જઇને બેઠા છે, મીરાંને પણ આવી સંસારની કેટલીયે લાતો વાગી ત્યારે તે કૃષ્ણમય બની ગઇ. પાંચ પાંચ મહત્વની વ્યક્તિઓના મોતને લીધે મીરાંનો સઘળો પ્રેમ ગોપાલ માટે ઉછળવા લાગ્યો. જગતથી તૂટેલા સંબંધોથી મીરાંમાં ગજબનો સંસાર તરફ વૈરાગ્ય થયો. સંસારના પ્રેમમાંથી મુક્ત બનેલી મીરાં પરમાત્માના પ્રેમમાં તન્મય બની ગઇ. તે કૃષ્ણની પ્રેમગંગામાં ડુબી ગઇ. પાંચ પાંચ નજીકની મહત્વની વ્યક્તિઓએ મીરાંને એ શિખવાડયું કે આ જગતમાં બધું ક્ષણભંગુર છે. જો પ્રેમ શોધવો હોય તો 'શાશ્વત'ને - 'Eternal' ને શોધો જ્યાં કંઇ આપણું નથી. અહીં આ જગતમાં ના ભરમાવો. અહીં બધું છૂટી જવાનું છે. અહીં તો ક્ષણભંગુરતા ક્ષણભંગુરતા - ટ્રાન્ઝીટરી થીંગ્ઝ, મૃત્યુ જ મૃત્યુ- Death - Death જ છે. અહીં રહેવાની બહુ ઈચ્છા ન કરો. મીરાં કહેતી કે સંસાર ફિક્કો છે. જીવનરૃપી સોનાનો અસલી સિક્કો જોઇતો હોય તો હરિવરને વરો.
પોતાની નજર સમક્ષ એણે મહત્ત્વના સગાસંબંધીઓને મોતના મુખમાં જતાં જોયાં. બત્રીસ-તેત્રીસ સાલની ઉંમર કોઇ મોટી ઉંમર ન ગણાય જુવાનીમાં સ્વજનોનાં મોતે એને જીવનની ક્ષણભંગુરતા સમજાઇ ગઈ. અને તેથી તે સંસારમાંથી વિરક્ત થઇ પરમાત્મામાં અનુરક્ત થવા લાગી.
રાજઘરાની મીરાં જાહેર સગાસંબંધીઓનો વિરોધ છતાં, લોકલાજ ખોઇ કૃષ્ણ માટે નાચવા લાગી. સલામ છે એ કૃષ્ણપ્રેમી મીરાંને.
મીરાં શુદ્ધ હૃદયની હતી, નિર્દોષ હતી. એટલે રાણાએ મીરાંને મારી નાખવા મોકલેલ ઝેર પણ અમૃતમાં ફેરવાઇ ગયું. જો માનવીનું પાત્ર કામવાસના, મદ-મત્સર (અદેખાઇ) વગેરે જાતજાતના કીડા-મંકોડાથી ભરેલું હોય તો અમૃત આપવામાં આવે તો તે ઝેર બની જાય છે. માનવીની અંદર જે કંઇ પડેલું હોય છે તે જ છેવટે જે તે ફળસ્વરૃપે મળે છે.
'આપ ભલા તો જગ ભલા'. આપણે સારા તો જગત આપણા માટે સારું જ છે. બાકી જગતને જોવાની આપણી દ્રષ્ટિ ખરાબ હોય તો પછી જગત આપણને ખરાબ જ લાગવાનું. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. મીરાંની નીચેની પંક્તિઓ યાદ રાખવા જેવી - માણવા જેવી ને તેનો અમલ કરવા જેવો ખરો. તો જ જિંદગી મોજમસ્તીથી રંગીલી સોનેરી સફળ રીતે અવશ્ય જીવી શકાય છે ઃ
* અબ તો મેરો ગીરધર ગોપાલ, દુસરો ન કોઈ
* બસો મેરે નૈનનમેં નંદલાલ
મોહની સૂરત સાંવરી સૂરત,
નૈના બને વિસાલ.
મીરાં પ્રભુ સંતન સુખદાઈ,
ભક્ત વચ્છલ ગોપાલ.
* ‘‘આંસુવન જલ સંિચી
સંિચી પ્રેમ-બેલી બોઈ;
અબ તો બેલી ફૈલ ગઈ,
આનંદ ફલ હોઈ.
* ભગત દેખ રાજી હુઈ,
જગત દેખ રોઈ;
દાસી મીરાં લાલ ગિરધર,
તારો અબી મોહિ.
(હવે તો તારામાં મોહી છું)
* હરિ મોરે જીવન પ્રાણ આધાર
ઔર આસિરો નાહી તૂજ બીન,
આપ બિના મુજે કછુ ન ભાવે,
નિરખ્યો સબ સંસાર,
મીરાં કહે મૈં દાસી, દીજ્યો મતિવિસાર.
- ચૂનીભાઈ પટેલ

 
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved