Last Update : 09-August-2012, Thursday

 

સત્યની એક વાર અનુભૂતિ થઇ જાય છે ત્યાર પછી આઘ્યાત્મની યાત્રા પૂર્ણ થઇ જાય છે

- વિમર્શ
- શ્રીકૃષ્ણને લાગે છે કે હવે અર્જુનની પાત્રતા વિકસી છે. પરંતુ તે માનવીય દ્રષ્ટિએ સત્યનો સાક્ષાત્કાર નહિ કરી શકે. તેથી તેઓ અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે. આમ અર્જુનને સત્યના સાક્ષાત્કાર માટે સજ્જ કરીને શ્રીકૃષ્ણ પોતાના પૂર્ણ સ્વરૂપનું દર્શન કરાવવાની શરૂઆત કરે છે

ભગવદ્‌ ગીતાના અગિયારના અઘ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને સમગ્ર અસ્તિત્વનું વિધવિધ સ્વરૂપે દર્શન કરાવે છે. સત્યને માટે એકલું જ્ઞાન પર્યાપ્ત નથી બનતું. તે માટે દર્શન આવશ્યક બની જાય છે. જ્ઞાન એટલે કોઇની કહેલી વાત અને દર્શન એટલે પોતે જોયેલી અને જાણેલી વાત. બેની વચ્ચે ઘણો તફાવત છે. દર્શન થતાંની સાથે સંદેહ ન રહે. જ્ઞાનનું સમર્થન થઇ જાય.
દસમા અઘ્યાયમાં શ્રીકૃષ્ણ પોતાની ભિન્ન ભિન્ન વિભૂતિઓ વિશે કહ્યા પછી અર્જુનને પ્રશ્ન કરે છે ‘આ બઘું જાણીને તું શું કરીશ ? તેનાથી શું વધારે છે ? મારી યોગમાયાના એક અંશથી હું સર્વભૂતોની ઉત્પત્તિ કરં છું અને તેનું વિસર્જન કરું છું.’ ક્ષણભર આપણને લાગે કે વાત પૂરી થઇ અને હવે અર્જુન યુદ્ધ કરવા માટે માની જશે. ત્યાં તો અર્જુન શ્રીકૃષ્ણને વિનંતી કરતાં કહે છે ઃ ‘મારું અજ્ઞાન નષ્ટ થયું છે. આપ તમને જેવા કહો છો તેવા જ તમે છો એવાં મને શંકા નથી પણ હું તમારી વિભૂતિઓનું પ્રત્યક્ષ દર્શન કરવા ઇચ્છું છું. તમે મને તેનું પ્રત્યક્ષ દર્શન કરાવો.’
શ્રઘ્ધાને પણ સીમા હોય છે જે આવી ગયા પછી પ્રત્યક્ષ દર્શન આવશ્યક બની જાય છે. જયારે સત્યની સ્વયં અનુભૂતિ થઇ જાય છે ત્યારે અઘ્યાત્મની યાત્રા પૂર્ણ થાય છે.
શ્રીકૃષ્ણને લાગે છે કે હવે અર્જુનની પાત્રતા વિકસી છે. પરંતુ તે માનવીય દ્રષ્ટિએ સત્યનો સાક્ષાત્કાર નહિ કરી શકે. તેથી તેઓ અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે. આમ અર્જુનને સત્યના સાક્ષાત્કાર માટે સજ્જ કરીને શ્રીકૃષ્ણ પોતાના પૂર્ણ સ્વરૂપનું દર્શન કરાવવાની શરૂઆત કરે છે.
શ્રીકૃષ્ણ અર્જુનને સૌ પ્રથમ પોતાનું સુચારુ રૂપ ચતુર્ભૂજ સ્વરૂપ બતાવે છે. જે જોઈને અર્જુનને આનંદ થાય છે. ત્યાર પછી તેઓ તેને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે જે જોઇને તેને આશ્ચર્ય થાય છે અને મનોમન થોડોક ગભરાય છે. અહોભાવથી તેના બંને હાથ જોડાઈ જાય છે. આ સ્વરૂપને તે જુએ જાણે કે સમજે તે પહેલાં તો તેમાંથી વિકરાળ સ્વરૂપ પ્રગટે છે જે અર્જુન સહી શકતો નથી. અર્જુન હવે ગદ ગદ કંઠે પ્રાર્થના કરતાં શ્રીકૃષ્ણને પુનઃ ચતુર્ભૂજ સ્વરૂપે પ્રગટ થવા વિનવે છે. તે કહે છે ઃ ‘સમસ્ત બ્રહ્માંડ આ સ્વરૂપને જોઇને આક્રંત થઇ ગયું છે. દેવો-દાનવો - માનવો કોઇ આપના આ રૂપને સહી શકતા નથી માટે આપ પુનઃ ચારૂસ્વરૂપે પ્રગટ થાવ.’
શ્રીકૃષ્ણ તેમનું વિરાટ- વિકરાળ સ્વરૂપ સંહરી લઇને ચતુર્ભૂજ સ્વરૂપનાં અર્જુનને દર્શન કરાવી પુનઃ દ્વિભૂજવાળા સખા તરીકે પ્રગટ થાય છે.
પરમાત્માનાં સ્વરૂપોની આ પરંપરા ગીતાકારે મનોરંજન માટે નથી મૂકી. તેની પાછળ રહસ્ય છે. તેનો તત્વાર્થ એ છે કે અસ્તિત્વ એ જ પરમાત્મા છે. અસ્તિત્વ વિરાટ છે, અજ્ઞેય છે. તેનો પાર કોઇ પામી શકયું નથી અને પામી શકે તેમ નથી. તેને ગમે તે નામે ઓળખો, ભજો કે તેનાથી ભાગતા રોહ અસ્તિત્વ ઉપર કોઈનુંય નિયંત્રણ નથી. અસ્તિત્વ જે સ્વરૂપે પ્રગટ થાય તે સ્વરૂપે તેનો સ્વીકાર કરવા સિવાય માનવી પાસે અન્ય કોઇ વિકલ્પ નથી.
અસ્તિત્વ પાસે માનવી તો ઘણો વામણો છે. તેની કોઈ પણ ચેષ્ટા અસ્તિત્વમાં ફેરફાર કરવા સમર્થ નથી. આ અસ્તિત્વને તમે કોઇ પણ નામે ઓળખો, તમે તેનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો કે દ્વેષથી, તેને આધીન થવા કે સમર્પિત થાવ કે પછી રડતાં કકળતાં તેની સાથે તણાઈ જાવ. અસ્તિત્વને તેનાથી કંઇ ફરક પડતો નથી. જે ફરક વર્તાય છે તે માનવીને વિશ્વરૂપ દર્શન પાછળની આ ગહન વાત ઘણા બધા ચૂકી જાય છે.
વિશ્વરૂપ દર્શન પાછળ બીજો પણ એક સંકેત છે કે પરમાત્મા તેના સર્જનથી ભિન્ન નથી. સર્જન- જીવન- વિસર્જન બઘું વિરાટ અસ્તિત્વમાં સમાઇ જાય છે. આપણને જીવન સમસ્યા લાગે છે કારણ કે આપણે તેને અલગ કરીને જોઈએ છીએ. બાકી તે એક અખંડ- અદ્વિતીય છે. જે દોષ છે તે આપણી દ્રષ્ટિનો. જો આપણે અસ્તિત્વને એક તરીકે જોઈએ તો તે સમસ્યા ન રહે પણ રહસ્ય લાગે અને તેને રહસ્ય રાખીને જ માનવીએ જીવવાનું છે અને જીવવું પડે તેમ છે.
વિશ્વરૂપ દર્શનમાં શ્રીકૃષ્ણે પોતાના જે વિધ વિધ સ્વરૂપે બતાવ્યાં તેની અંતર્ગત એક ગહન વાત છુપાયેલી છે જે આપણે ચૂકી જઈએ છીએ. અસ્તિત્વ સકળ સંસાર વિપરીત ઘટકોનો બનેલો છે અને તેનું સહઅસ્તિત્વ એ તેની વિશિષ્ટતા છે. તે તેનો સ્વભાવ છે જેન કારણે સંતુલન જળવાઈ રહેલું છે. અસ્તિત્વ તેના સ્વભાવમાં વર્તે છે પણ માનવી તે સ્વભાવનો સ્વીકાર કરી શકતો નથી તેને કારણે તે દુઃખી થઇને સતત સંઘર્ષમાં જીવન જીવ્યા કરે છે. જીવન સાથે લડતાં લડતાં માનવી જીવે છે અને રડતાં રડતાં મરે છે. કારણ કે તે વિભાવમાં વર્તે છે. પરસ્પર વિરોધી સ્વભાવવાળા ઘટકોનું સહઅસ્તિત્વ એ સંસારનો સ્વભાવ છે જેને સમર્પિત થઇને જ જીવવું પડે છે. તેનો વિકલ્પ નથી.
- ચંદ્રહાસ ત્રિવેદી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved