બાબા રામદેવે કહ્યું અર્થતંત્રની રક્ષાની જવાબદારી માત્ર સરકારની નહીં

 


-રામલીલા મેદાનમાં ત્રણ દિવસનાં ઉપવાસ શરૂ

 

-હજારો લોકો એકઠા થયા

 

 

નવી દિલ્હી, તા.9 ઓગસ્ટ, 2012

 

પાટનગરના રામલીલા મેદાનમાં ઉપવાસ દરમિયાન મધરાતે ત્રાટકીને પોલીસે ભગાડ્યાના બરાબર ચૌદ મહિના બાદ આજે ફરી યોગગુરુ બાબા રામદેવ એજ સ્થળે બ્લેક મની પાછા લાવવાના મુદ્દે ત્રણ દિવસનાં સાંકેતિક ઉપવાસ શરૂ કર્યા છે.

 

આજે સવારે રામલીલા મેદાનમાં હજારો લોકો એકઠા થયા હતા. સવારે બાબા પણ રામલીલા મેદાન પહોંચ્યા હતા. અહીં એક વિરાટ તંબુ ઊભો કરવામાં આવ્યો હતો.

 

બાબાએ મેદનીને સંબોધતાં કહ્યું, ‘દેશની અને દેશના અર્થતંત્રની રક્ષા કરવાની જવાબદારી ફક્ત સરકારની નથી, આમ આદમીની પણ છે. આ વખતનું અમારું આંદોલન નિર્ણયાત્મક બની રહેશે.’

 

આ વખતના આંદોલનને વિસ્તારતાં બાબાએ બ્લેક મની ઉપરાંત સ્વતંત્ર લોકપાલની રચના, પારદર્શક ચૂંટણી પંચ, સ્વંતત્ર સીબીઆઇ, સીએજી, સીવીસી અને સીબીઆઇ ડાયરેક્ટરના મુદ્દાને પણ આવરી લીધા હતા.