ઓવરફલો ઃ ગુજરાતમાં વરસાદ નથી છતાં નર્મદા ડેમ ઓવરફલો થઇ ગયો છે. રાતના ૧૦ કલાકે ડેમની સપાટી ૧૨૮.૭૯ મીટરની થતાં ઓવરફલો થવા શરૃ થયા હતા. મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદથી સતત પાણી છોડવાનુ ચાલુ રહેતા નર્મદા ડેમ ઓવરફલો થયો છે. જો કે મંગળવાર કરતા બુધવારે ડેમમાં સપાટી વધવાની ઝડપ ઘણી ઓછી થઇ ગઇ હતી. પાણીના ધોધનો અદ્ભૂત નઝારો જોવા માટે પ્રવાસીઓનો ડેમ સ્થળે ધસારો શરૃ થઇ ગયો છે. (તસવીર ઃ સતિષ કપ્તાન)