Last Update : 09-August-2012, Thursday

 

દેશમાં ચોમાસું જામતાં કૃષિ બજારોમાં ઘટાડો
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો

ખાંડ તથા અન્ય જીવન જરૃરી ચીજોના ભાવો ઉંચેથી તૂટતાં ફેસ્ટીવલ સિઝનમાં જનતામાં ફેલાયેલી રાહતની લાગણી

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૮
તહેવારોની મોસમ શરૃ થઈ છે ત્યારે તાજેતરમાં ખાંડ તથા વિવિધ કૃષિ ચીજોના ભાવો ઉછળ્યા પછી હવે બજારમાં ઘટાડો શરૃ થતાં મોસમી ગ્રાહકોમાં રાહતની લાગણી ફેલાયાના નિર્દેશો આજે મળ્યા હતા. ખાસ કરીને ખાંડમાં તહેવારો ટાંકણે કેન્દ્ર સરકારે વધારાનો ૪ લાખ ટનનો કવોટા ખુલ્લા બજાર માટે મુક્ત વેંચાણમાં છુટ્ટો કરતાં ખાંડના ભાવોમાં મોટા ગાબડાં પડયા હતા.
છુટક બજારમાં ખાંડના કિલોના ભાવો જે તાજેતરમાં રૃ.૪૦ની ઉપર જતા રહ્યા હતા તે આજે રૃ.૪૦નીઅંદર બોલાતા થયા હતા. નવી મુંબઈના જથ્થાબંધ ખાંડ બજારમાં ભાવો ૩ દિવસમાં કિવ.દીઠ રૃ.૨૦૦ જેટલા તૂટયા છે. કેન્દ્ર સરકારે જુલાઈથી શરૃ થયેલા ત્રિમાસિકગાળા માટે અગાઉ ખાંડનો મુક્ત વેંચાણનો કવોટા ૪૫ લાખ ટન આપ્યો હતો અને ત્યાર પછી ૨-૩ વર્ષ જૂની લેવી ખાંડને મુક્ત વેંચાણના કવોટામાં ફેરવી આશરે ૨.૯૦ લાખ ટનનો વધારાનો કવોટા તાજેતરમાં છૂટ્ટો કર્યો હતો. હવે તહેવારોની ભેટના સ્વરૃપમાં કેન્દ્ર સરકારે આજે મુક્ત વેંચાણમાં વધુ ૪ લાખ ટન ખાંડ છૂટ્ટી કરી છે. આ ૪ લાખ ટન ચાલુ વર્ષના ઉત્પાદનની છે તથા આ વધારાની ૪ લાખ ટન ખાંડ મિલોએ ૩૧ ઓગસ્ટ સુધીમાં વેંચી દેવી એ શરતે ખુલ્લા બજાર માટે છૂટ્ટી કરવામાં આવ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. આના પગલે ખાંડ મિલોની વ્યાપક વેચવાલી શરૃ થઈ છે. આજે જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવો તૂટી કિવ.ના નીચામાં રૃ.૩૫૧૨થી ૩૫૨૧ બોલાયા હતા. ભારત સરકાર ે ૪૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાની છૂટ આપી છે એ પૈકી અત્યાર સુધીમાં આશરે ૩૦ લાખ ટનની નિકાસ થઈ ગઈ છે અને હવે બાકીની ૧૦ લાખ ટન ખાંડની નિકાસ થવાની શક્યતા ઘટી ગઈ છે.
દરમિયાન, તાજેતરમાં મધ્ય પ્રદેશમાં વરસાદ થયા પછી હવે રાજસ્થાન તથા અન્ય સ્થળોએ પણ વરસાદ શરૃ થતાં કૃષિ ચીજોની બજારોમાં તેજીના વળતા પાણી થયા છે તેથી પણ ગ્રાહકોમાં રાહત ફેલાઈ છે. આજે મરચાં, જીરું, હળદર, ધાણા, એરંડા, સોયાબીન, મકાઈ, ઘઉં, સરસવ, ચણા, કપાસ, જવ, મરી, સોયાતેલ, પામતેલ, કપાસિયા તેલ વિ.ના ભાવો હાજર તથા વાયદા બજારમાં નીચા આવ્યાના નિર્દેશો હતા, વાયદા બજારમાં તો આજે ઘણી કૃષિ ચીજોમાં ભાવો તૂટતાં મંદીની સર્કિટો લાગી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved