-વેકેશન મોંધું પડી ગયું
-માત્ર દસ સેકંડમાં બઘું ગયું
મુંબઇ, તા.9 ઓગસ્ટ, 2012
બ્યૂટી ક્વીન કમ અભિનેત્રી સુસ્મિતા સેન તાજેતરમાં એથેન્સ એરપોર્ટ પર લૂંટાઇ ગઇ હતી. એટલી હદે કે એણે પહેરેલાં ટી શર્ટ અને જિન્સ સિવાયનો બધો સામાન માત્ર દસ સેકંડમાં અલોપ થઇ ગયો હતો.
ગ્રીસના સેન્ટોરિનિ આઇલેન્ડ પર વેકેશન માણીને એ દૂબઇની ફ્લાઇટ માટે ચારેક કલાક વહેલી એરપોર્ટ પર આવી હતી. દૂબઇથી એને મુંબઇની કનેક્ટંિગ ફ્લાઇટ મળવાની હતી.
એક ઇટરી (હૉટલ) નજીક એ ટ્રોલી સાથે ઊભી હતી. બપોરે ૧.૦૫ વાગ્યે એટલે કે ધોળે દિવસે એ પડખે ઊભેલા એક સજ્જનને કંઇક પૂછવા રહી એટલી વારમાં એનો ટ્રોલીમાંનો સામાન અદ્રશ્ય થઇ ગયો હતો. એ સ્તબ્ધ થઇ ગઇ હતી.
થોડીવારે સ્વસ્થ થઇને એણે મુંબઇમાં પોતાની ઑફિસે ફોન કરીને એથેન્સની એક મિત્રનો નંબર મેળવ્યો હતો અને એ બહેનપણીની મદદથી એ પાછી મુંબઇ આવી શકી હતી