-પટૌડી પરિવાર પ્રસંગ આટોપવા ઉત્સુક
-શર્મિલા ટાગોર-પટૌડી મક્કમ
મુંબઇ, તા.9 ઓગસ્ટ, 2012
ડિસેંબર સુધી લગ્નને લંબાવવાને બદલે ૧૬ ઑક્ટોબરે જ પ્રસંગ ઉકેલી લેવા સૈફ અલી ખાનની માતા અને પટૌડી પરિવારની વડીલ એવી શર્મિલા ટાગોરે દીકરા અને ભાવિ પુત્રવઘૂને આગ્રહ કર્યો હતો.
આ માસના આરંભે એવી અફવા ફેલાઇ હતી કે ઝોયા અખ્તર અને સંજય લીલા ભણસાલીની ફિલ્મો પૂરી ન થાય ત્યાં સુધી સૈફીનાએ લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ શર્મિલાએ વડીલ તરીકે મક્કમપણે દીકરાને કહી દીઘું હતું કે હવે બસ થયું. સહેજ પણ વિલંબ હું નહીં ચલાવી લઉં.
એક વર્તુળે ક્હ્યું કે શર્મિલાએ દીકરા સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી લીધી હતી. ૩૧ ઑક્ટોબરની તારીખ ફાઇનલ છે. પરંતુ લગ્નસ્થળ નક્કી નથી. શર્મિલાએ મહેમાનોની યાદી અને બીજી વિગતો તૈયાર કરવા માંડી હતી.