Last Update : 09-August-2012, Thursday

 

કરકસરના પગલાની ઐસીતૈસી !
સંસદીય પેનલોના આલીશાન હોટલોમાં રોકાણ પાછળ કરોડોનો ધુમાડો

અત્યાર સુધીમાં ૨૫ સંસદીય સમિતિઓ કરકસરના પગલા 'ઘોળીને પી ગઈ' છે !

નવી દિલ્હી, તા. ૮
આર્થિક મંદીની સ્થિતિમાં સરકારે તેના સાંસદો માટે કેટલાક કરકસરના પગલા જાહેર કર્યા હતા અને આ પગલાથી બહુ મોટી બચતની સરકારને આશા હતી પરંતુ આ આશા ઠગારી નીવડી હોવાના અનેક ઉદાહરણો સપાટી પર આવ્યા છે. કોલસા મંત્રાલયની સંસદીય પેનલ જૂન ૧૧થી ૧૬ દરમિયાન અભ્યાસ પ્રવાસ અંતર્ગત લેહ ગઈ હતી અને ત્યાંની આલીશાન હોટેલમાં રોકાણ કર્યું હતું. જો કે, આ પેનલે કયા મુદ્દે અભ્યાસ માટે કરોડો ખર્ચી તે હજુ સ્પષ્ટ થયું નથી.
આરટીઆઇ અંતર્ગત અપાયેલા જવાબ મુજબ ૨૦૦૯થી અત્યાર વિવિધ મંત્રાલયોની ૨૫ જેટલી સંસદીય સમિતિએ આવા અભ્યાસ પ્રવાસો પાછળ કરોડો રૃપિયાનો ધુમાડો કર્યો છે. ૨૦૦૯માં તત્કાલીન નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ લખેલી નોટમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, 'જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ અને જાહેર સાહસ અંગેની સમિતિ સિવાયની સંસદીય સમિતિઓની બેઠકો દિલ્હીમાં યોજાશે.'
કરકસરના અંતર્ગત સરકારે વિમાન પ્રવાસ ઇકોનોમી ક્લાસમાં કરવાનો અને રોકાણ સરકારી ગેસ્ટહાઉસ કે સરકારી હોટલમાં જ કરવાનો નિર્દેશ આવ્યો હતો. પરંતુ સાંસદોને આ નિર્દેશો સાથે કંઈ લેવા ન હોવાનું તેમના પ્રવાસો પરથી સાબિત થાય છે. સાંસદો અને સમિતિઓએ તેમના અભ્યાસ પ્રવાસો માટે એવા સ્થળોની પસંદગી કરી હતી જેને તેમના અભ્યાસના મુદ્દા સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો અભ્યાસ પ્રવાસ માટે પસંદ કરાયેલા આવા 'ફરવાલાયક સ્થળો'માં તાજ વિવંત (ગોવા), લલિત ગ્રાન્ડપેલેસ (શ્રીનગર), તાજ મહલ અને લીલા (મુંબઈ), લા મેરેડિયન (ચેન્નાઈ), ઓબેરોય ગ્રાન્ડ અને તાજ બેંગાલ (કોલકાતા) સહિતની અનેક લક્ઝરી અને આલીશાન હોટલોનો સમાવેશ થાય છે.
કોલસા અને સ્ટીલ અંગેની સંસદીય પેનલે તેના આવા ગયા અભ્યાસ પ્રવાસોમાં અનુક્રમે ૨૬ લાખ, ૨૦ લાખ અને ૧૬ લાખ રૃપિયાનો ધુમાડો કર્યો હતો. મે- ૨૦૧૨ સુદીમાં રેલવે મંત્રાલયની પેનલે આવા આઠ અભ્યાસ પ્રવાસો યોજ્યા હતા અને જેમાં મુસાફરોની સલામતી અને કેટરિંગ જેવા મુદ્દે અભ્યાસ કરાયો હતો.
પીટીશન અંગેની સમિતિએ તેના પ્રમુખ અનંત ગંગરામ ગીતેના પ્રવાસ પાછળ રૃા. ૨.૭૩ લાખ અને પેનલના આઠ સભ્યોના પ્રવાસ માટે રૃા. ૪.૬૨ લાખનો ખર્ચ થયો હતો. ગ્રામીણ વિકાસ અંગેની સંસદીય સમિતિએ છેક ડેલ્હાઉસી સુધી જઈને ચર્ચા કરી અને પેનલના ૧૨ સાંસદો પાછળ ખર્ચ થયો ૬.૪૭ લાખ... આ મંત્રાલયની અન્ય સમિતિ ૨૯ જૂનથી ચાર જુલાઈ દરમિયાન મેંગ્લોર, પલક્કડ, કોચી અને તિરૃવનંતપુરમના પ્રવાસ માટે ૧૧.૩૫ લાખનો ધુમાડો કર્યો હતો.
આ ઉપરાંત રસાયણ અને ખાતર અંગેની ભાજપના નેતા ગોપીનાથ મુંડે સહિતના ૧૧ સભ્યોની સમિતિએ ૨૦૧૦થી અત્યાર સુધીમાં ત્રણ પ્રવાસ કર્યા છે. સમિતિએ હજુ સુધી તેમના પ્રવાસનો ખર્ચ રજૂ કરવાની તસ્દી પણ લીધી નથી. અને પ્રવાસના હેતુઓ પણ હજુ સુધી સ્પષ્ટ થયા નથી. મસમોટા ખર્ચ કરનારી સમિતિઓમાં એસ.સી.- એસ.ટી. કલ્યાણ સમિતિનો પણ સમાવેશ થાય છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved