Last Update : 09-August-2012, Thursday

 

ઉત્તર ભારતમાં મધ્યમથી ભારે વરસાદ ઃ બિહારના છ જિલ્લામાં પૂર

નેપાળમાં ભારે વર્ષાથી બિહારની નદીઓ ગાંડીતૂર આસામમાં પૂરથી એક લાખ અસરગ્રસ્ત
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૮
ઉત્તર ભારતમાં કેટલાક સ્થળે આજે સામાન્ય વરસાદ થયો હતો. જ્યારે કેટલાક રાજ્યોમાં નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પુરજનિત સ્થિતિના કારણે એકલા આસામમાં જ દોઢ લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. બ્રહ્મપુત્રના પાણીએ આસામના સાત જિલ્લાઓમાં કેર વર્તાવ્યો છે એટલું જ નહિ પણ સતત ચાલુ રહેલા વરસાદને કારણે નદીઓમાં હજી જળસ્તર વધી રહ્યું છે.
પાટનગર દિલ્હીમાં ૧૧ દિવસ દરમિયાન ૧૧ એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા એક ડિગ્રી વધારે ૩૪.૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા એક ડિગ્રી વધારે ૨૭.૮ ડિગ્રી નોંધાયું હતું.
રાજસ્થાનમાં પણ વરસાદ થયો છે જેમાં નાદબઈ અને શેરગઢ ખાતે ૧૩૦ એમ.એમ. વરસાદ નોંધાયો છે જ્યારે સમર્થપુરા તેમજ ટોડારાયસિંગ વિસ્તારમાં ૯૦થી ૧૧૦ એમ.એમ. જેવો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં કોઈ કોઈ સ્થળે સામાન્ય વરસાદ નોંધાયો છે જો કે તે ખૂબ સામાન્ય રહ્યો હતો.
રાજસ્થાનમાં અન્યત્ર પણ ૭થી ૬૬ એમ.એમ. સુધીનો વરસાદ નોંધાયો હતો તેમ હવામાન વિભાગે માહિતી આપી છે. પશ્ચિમ તેમજ પૂર્વ રાજસ્થાનમાં અમુક સ્થળે આગામી ૨૪ કલાક દરમ્યાન વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ ચાલુ રહેતા રાજ્યની નદીઓમાં જળસ્તર વધવાનું ચાલુ રહ્યું છે. ઉત્તર પ્રદેશના બીજનોર, ઇગ્લાસ, ગરોઠા, બાબેરૃ, બલરામપુર, સીરાઠુ, હાપુર, જસરાણા અને મથુરામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાતા ગંગા નદીમાં ફતેહગઢથી ફાફામાઉ સુધીના વિસ્તારમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જ્યારે રામગંગા દાબ્રી ખાતે ભયજનક સપાટી વટાવી ગઈ છે.
ઉત્તર પ્રદેશની શારદા નદી પાલીઆ, કાલન, ધાઘરા નદી એલ્જીન બ્રિજ, અયોધ્યા અને તુર્તિયાર રાપી નદી બલરામપુર અને ભૂરીરાપી કાક્રાહી ખાતે ભયજનક સપાટીએ વહી રહી છે તેમ કેન્દ્રિય જળસંશાધન પંચના બુલેટીનમાં જણાવાયું છે.
જ્યારે નેપાળમાં થયેલા ભારે વરસાદ અને વધેલા જળસ્તરે બિહારમાં પૂરની સ્થિતિ સર્જી છે. બિહારના છ જિલ્લાઓમાં ૧૫૮ ગામોમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે દોઢ લાખ લોકો પર તેની થોડી વધુ અસર પડી છે તેમ નીતિશકુમારે માહિતી આપી હતી. બિહારની ગંડક અને બાગમતી નદીઓ ગોપાલગંજ, ઔરાઇ અને મુઝફ્ફરપુરના કટારા ખાતે ભયજનક સપાટીએ વહી રહી છે. બ્રહ્મપુત્રએ આસામમાં કેર વર્તાવ્યો છે. આસામના સાત જિલ્લાઓમાં બ્રહ્મપુત્રાના પાણી રેલાઈ ગયા છે અથવા રેલાવાની તૈયારી છે. ત્યાં પણ દોઢ લાખ જેટલા લોકોને અસર પડી છે. સરકારે ૧૫ જેટલા રાહત કેમ્પ ખોલ્યા છે જેમાં પાણીથી વિસ્થાપિત થયેલા ૩૦,૦૦૦ જેટલા લોકોને આશ્રય અપાયો છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved