Last Update : 09-August-2012, Thursday

 

અડવાણીની ટીકાઓ અપમાનજનક અને કમનસીબ ઃ મનમોહન
યુપીએ સરકાર ગેરકાયદેસર ઃ લોકસભામાં હોબાળો

વિવાદાસ્પદ વિધાનોથી સૌ પ્રથમવાર સોનિયા ગાંધી વિફયાંર્ ઃ અડવાણીએ શબ્દો પાછા ખેંચવા પડયા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૮
સંસદના ચોમાસુ સત્રનો પહેલો દિવસ તોફાની બની રહ્યો હતો. ભાજપના નેતા એલ.કે. અડવાણીએ યુપીએ-૨ને 'ગેરકાયદે' ગણાવતા ગૃહમાં ઉહાપોહ મચી ગયો હતો. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના વડપણ હેઠળ ઉગ્ર દેખાવો થતાં તેમને આ ઉચ્ચારણો પાછા ખેંચવા પડયા હતા. કોંગ્રેસ ૨૦૦૪થી સત્તા પર આવી ત્યારથી સોનિયા ગાંધી ક્યારેય પણ આટલા 'લાલઘૂમ' જણાયા નથી. બીજી બાજુ વડાપ્રધાન મનમોહનસિંહે અડવાણીની ટિપ્પણીને 'અપમાનજનક અને કમનસીબ' ગણાવી હતી. આસામની હિંસાના મુદ્દે ગૃહમાં ચર્ચા દરમિયાન અડવાણીએ જણાવ્યું હતું કે, ''યુપીએ-૨ ગેરકાયદે છે.
મત મેળવવા માટે કરોડો રૃપિયા અપાયા હોવાનું ભારતના ઈતિહાસમાં અગાઉ ક્યારેય બન્યું નથી.'' અડવાણીની ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા કોંગ્રેસ અધ્યક્ષાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ અડવાણીના નિવેદનને ચલાવી લેશે નહીં. સોનિયાએ પક્ષના અન્ય સભ્યોને પણ અડવાણીની ટિપ્પણીનો વિરોધ કરવા કહ્યું હતું.
સામે ભાજપના સભ્યોએ પણ અડવાણીની તરફેણ કરતા ગૃહમાં ધમાલ મચી ગઈ હતી છતાં ગાંધી અડવાણીના નિવેદનને પાછુ ખેંચવાની માગણીને વળગી રહ્યા હતાં. બીજી બાજુ ગૃહના નેતા તરીકે સુશીલકુમાર શિંદેનો આજે પહેલો દિવસ હતો. અડવાણીએ તેમની ટિપ્પણી ૨૦૦૯ની ચૂંટણી પછીની સરકાર અંગે નહીં પણ પરમાણુ કરાર વખતે વિશ્વાસ મત અંગે હોવાની સ્પષ્ટતા કરીને ઉહાપોહ શાંત પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે અંતે તેમને ટિપ્પણી પાછી ખેંચવી જ પડી હતી. બપોરના ભોજન માટે ગૃહ મોકુફ રહ્યું ત્યારે પણ સોનિયા ગાંધી સાંસદો અને પ્રધાનો સાથે ચર્ચા કરતાં નજરે પડયા હતાં. સોનિયાનો આટલો આક્રમક મિજાજ કદાચ ગૃહ માટે 'અભૂતપૂર્વ' હતો.
લોકસભા અધ્યક્ષ મીરા કુમારે પણ અડવાણીને જણાવ્યું હતું કે લોકો આસામની સ્થિતી અંગે ચિંતિત હોવાથી તેમણે મોકુફી પ્રસ્તાવને મંજૂરી આપી હતી પરંતુ અડવાણીએ કરેલા શબ્દ પ્રયોગથી દરેકની લાગણી દુભાઈ છે. અડવાણી ઈચ્છે તો તેમની ટિપ્પણી પાછી ખેંચી શકે છે.
દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહે અડવાણીની ટિપ્પણીને 'અપમાનજનક અને કમનસીબ' ગણાવી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved