Last Update : 09-August-2012, Thursday

 

કાપોદ્રામાં રાજેશ્વરી સોસાયટીમાં
જીઇબીના કામનું કમિશન નહીં મળતા કોન્ટ્રાકટરની કાર સળગાવી

રાજકોટમાં સરકારી કામ અપાવવા બદલ કમિશનના રૃ।. ૨ લાખ નહીં આપતા ત્રણ શખ્સોનું કારસ્તાન

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
કમિશનના રૃપિયા બે લાખ નહીં આપતા કાપોદ્રામાં સોમવારે મળસ્કે ત્રણ વ્યક્તિએ વીજકંપનીના કોન્ટ્રાકટરની વેગનઆર કારને આગ ચાંપી હતી અને ભાગી છુટયા હતા. કાપોદ્રા પોલીસે ત્રણેય વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા લક્ષ્મણનગરની પાછળ રાજેશ્વરી સોસાયટીના પ્લોટ નં. ૧૧૧માં રહેતા વજુભાઇ નાથાભાઇ સુતરીયા જેસીબી મશીન ધરાવે છે. વીજકંપની જેવી સરકારી કંપનીઓમાં કોન્ટ્રાકટથી કામ કરે છે. યોગીચોક મહાવીરનગરના પ્લોટ નં. ૩૪૪માં રહેતા બે ભાઇઓ જગદીશભાઇ અને નરેશભાઇ ભીખાભાઇ ગેવરીયા અને ગોદાવરી સોસાયટીમાં રહેતા જયુસુખભાઇ કાનુભાઇ બાવરીયાએ તેમને રાજકોટમાં જીઇબીનું કામ અપાવ્યું હતું અને તે પેટે કમિશન રૃપિયા બે લાખ આપવા કહ્યું હતું.
પરંતુ રૃ. ૩૩૭ પ્રતિ મીટરના કામના બદલામાં વજુભાઇને પ્રતિ મીટર માત્ર રૃ. ૩૦૦ મુજબ પેમેન્ટ મળતા નુકસાન થયું હતું. આથી તેમણે ત્રણેયને કમિશનના રૃપિયા બે લાખ આપ્યા ન હતા. આ તરફ ત્રણેય કમિશનની વારંવાર માંગણી કરતા હોવાથી વિખવાદ સર્જાયો હતો. પરિણામે ત્રણેયે વજુભાઇન, તેમના પરિવારને માર મારવાની અને વાહનને સળગાવી નાખવાની ધમકી આપી હતી.
દરમિયાન ગત સોમવારે મળસ્કે પોણા પાંચ વાગ્યાના અરસામાં વજુભાઇના ઘરના આંગણામાં પાર્ક કરેલી તેમની વેગનઆર કાર (ન. જીજે-૧૫-પીપી- ૭૯૧૧)માં અચાનક આગ લાગતાં વજુભાઇ બહાર દોડી ગયા હતા. તેમણે જોયું તો જગદીશ, નરેશ અને જયસુખ મોટરસાયકલ ઉપર બેસી ભાગતા હતા. કારમાં લાગેલી આગને બુઝાવી વજુભાઇએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં કેરોસીનની બોટલ પણ સળગેલી હાલતમાં મળી આવી હતી. બનાવ અંગે વજુભાઇએ કાપોદ્રા પોલીસ મથકમાં ત્રણેય વિરૃદ્ધ ફરિયાદ નોંધાવતા હે.કો. વનસિંગ કાળુભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved