Last Update : 09-August-2012, Thursday

 
એક જ મિલકત સાત બેંકમાં ગીરવે મુકી

-કરોડોની લોન લેવાનું કૌભાંડ

 


-નવસારીના દેસાઇ દંપતિનું કૃત્ય

નવસારી, બુધવાર
નવસારીનાં એક દંપતિએ આઠ વર્ષ અગાઉ પોતાની એક જ મિલકત શહેરની અલગ અલગ સાત બેંકોમાં ગીરવે મુકી તેના પર કરોડો રૃપિયાની લોન લેવાનું કૌભાંડ આચર્યું હતું. આ કિસ્સામાં ટાઉન પોલીસે આજરોજ લોન કૌભાંડ આચારનાર દંપતિ સહિત તેમને ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપનારા બેંકના પેનલ વકીલો, ''નો-ઓબ્જેકશન સર્ટીફીકેટસ'' લખી આપનારા જમાલપોર ગ્રામપંચાયતના તત્કાલીન સરપંચ તલાટી કમ મંત્રી અને તમામ સભ્યો વિરૃદ્ધ ગુનો દાખલ કરતાં ચકચાર મચી છે.
નવસારી ટાઉન પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નવસારીનાં સયાજીરોડ સ્થિત ટાવર પાસે રહેતા અને અહીં જ અભિ એન્ટરપ્રાઇઝ અને ''હાર્ટ-ટુ-હાર્ટ'' નામની ગીફટશોપમાં દુકાન ચલાવતા કલ્પેશ ઇશ્વરલાલ દેસાઇ અને તેમની પત્ની માધવી કલ્પેશભાઇ દેસાઇએ આઠ વર્ષ અગાઉ તા. ૧૯-૮-૨૦૦૦ના રોજ નવસારીના દુધિયા તળાવ સામે આવેલી બેંક ઓફ બરોડામાંથી તેમની દુધિયા તળાવ શોપીંગ સેન્ટર સામે આવેલી અક્ષર કો.ઓ.હા. સોસાયટીની ત્રણ દુકાનોવાળી મિલકતને ગીરવે મુકી લાખો રૃપિયાની લોન લીધી હતી અને ત્યારબાદ શહેરમાં આવેલી દેનાબેંક ટાવર શાખા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા છાપરારોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા નવસારી, યુકો બેંક- નવસારી, પ્રાઇમ કો.ઓ. બેંક- નવસારી તથા નવસારી પીપલ્સ કો.ઓ. બેંકમાંથી કરોડો રૃપિયાની લોન લીધી હતી. લોન લેવા માટે આ દંપતિએ બેંકના પેનલનાં વકીલો મારફતે આ તમામ બેંકોમાં એક જ મિલકતનાં દસ્તાવેજો શેર સર્ટીફીકેટસ અને તેના ટાયટલ કલીયરન્સ સર્ટીફીકેટસ અને મિલકત પર કોઇપણ પ્રકારનો બોજો નહીં હોવાનો સાસયટીનું બનાવટી પ્રમાણપત્રનો છુટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. આની સાથે જમાલપોર ખાતે મજૂર મહાજન સોસાયટીમાં આવેલો રૃ. ૧ કરોડની કિંમતનો બંગલો, જેના ઉપર નવસારી પીપલ્સ કો.ઓ. બેંકનો બોજો હોવા છતાં જાન્યુઆરી-૨૦૧૧માં આ દંપતિએ જમાલપોર ગ્રામપંચાયતના સરપંચ ગ્રામપંચાયતનાં સભ્યો તથા તલાટી કમ મંત્રી દ્વારા તા. ૩૧-૧-૨૦૧૧ના રોજ મિલકત ઉપર બોજો ન હોવાનો ઠરાવ કરી મિલકત વેચી દીધી હતી. આથી લોન આપનારી બેંકોનો કરોડો રૃપિયાનો બોજો અક્ષર કો.ઓ.હા. સોસાયટીની મિલકત પર આવી પડયો હોવાની ધારણા સાથે આ સોસાયટીમાં રહેતા વકીલ યોગેશકુમાર દોલતરાય દેસાઇએ આ લોન કૌભાંડ આચારનાર આરોપી દંપતિ માધવી અને કલ્પેશ દેસાઇ, બેંકમાં ટાઇટલ કલીયર સર્ટીફીકેટસ લખી આપનારા પેનલ વકીલો સુધીર શરદચંદ્ર સૂળે તથા સતીશ દેવીચરણ શર્મા તેમજ જમાલપોર ગ્રામપંચાયતના તત્કાલીન સરપંચ, તલાટી અને તમામ હાજર સભ્યો વિરૃદ્ધ એકબીજાનાં મેળાપીપણામાં અક્ષર કો.ઓ.હા. સોસાયટીનાં સભાસદો તથા બેંકો સાથે છેતરપિંડી કરી કરોડો રૃપિયાનું લોન કૌભાંડ આચારવાની ફરિયાદ આપતા નવસારી ટાઉન પોલીસે આ તમામ આરોપીઓ વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતા ચકચાર મચી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ નવસારી ટાવર પર આવેલી દેના બેંકના મેનેજર ડી.પી. જાનીએ લોન લઇ ઠગાઇ કરનાર આરોપી દંપતિ માધવી-કલ્પેશ દેસાઇ સામે નવસારી ચીફ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે કલમ-૨૦૨ મુજબ તપાસ કરવા નવસારી ટાઉન પોલીસને હુકમ કર્યો હતો. ત્યારબાદ વકીલ યોગેશકુમાર દેસાઇએ પણ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે કંઇ કાર્યવાહી નહીં કરતા આ મામલો સુરત રેંજ આઇ.જી. હસમુખ પટેલના દરબારમાં પહોંચ્યો હતો.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved