Last Update : 09-August-2012, Thursday

 
કંપનીઓમાંથી કોપરની ચોરી કરતી ટોળકી વાપીમાં પકડાઇ

વાપી અને ઉમરગામની કંપનીમાં પણ ચોરી કર્યાની કબૂલાત

એલસીબીએ બાતમી આધારે પાંચને દબોચી લીધાઃ ૪ વોન્ટેડ ગુંદલાવની ગોપી એન્જીનીયરીંગમાંથી ચોરેલો કોપરનો ભંગાર કબ્જે

વલસાડ, બુધવાર
વલસાડ જિલ્લામાં ગુંદલાવ, વાપી અને ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાંથી કોપરની ચોરી કરનારી ટોળકીના પાંચ સાગરીતોને વલસાડ એલસીબીએ બાતમી આધારે વાપીથી ઝડપી પાડયા છે. પોલીસે આ શખ્સો પાસેથી રૃ।. ૮૬ હજારનો કોપર જપ્ત કરી રૃ।. ૫ લાખની જીપ કબ્જે લીધી છે. જ્યારે ટોળકીના ૪ સાગરિતો હાલ વોન્ટેડ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અગાઉ કોપર ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી તનવીરઆલમ ઉર્ફે મંત્રી જુબેરઆલમ સિદ્દીકી (ઉ.વ.૨૪, રહે. અંકલેશ્વર, સંજાલી તળાવ પાસે) સાથી આરોપીઓ સાથે વાપીના છીરી સ્થિત ગુલાબનગરમાં ચંદુ મારવાડીની દુકાન પાસે તુફાન જીપ (નં.જીજે-૬, એક્સએક્સ-૩૬૭)માં કોપર આપવા આવનારા હોવાની વલસાડ એલસીબી પીઆઇ વી.બી. બારડને બાતમી મળી હતી. આ બાતમી આધારે એલસીબીની ટીમે મારવાડીની દુકન પાસે વોચ ગોઠવી કોપર આપવા આવેલા તનવીરઆલમ ઉપરાંત ચંદ્રપ્રકાશ ઉર્ફે ચંદુ મનોહરલાલ સિસોદીયા (ઉ.વ.૪૩, રહે. ન્યુ હઉસીંગ બોર્ડ, વાપી જીઆઇડીસી), સોમાભાઇ રણછોડભાઇ વસાવા (ઉ.વ.૩૭, રહે. ઝુમખાડી, તા. ઝઘડીય, જી. ભરૃચ), અરમાનઆલમ ફૈયાઝઆલમ શેખ (ઉ.વ.૨૬, રહે. અંજાલી તળાવ પાસે, અંકલેશ્વર) અને અમિત ઉર્ફે અમીર બબ્બન સીંગ (ઉ.વ.૨૬, સલવાવ, વિમલ પટેલની ચાલમાં, વાપી)ને ઝડપી પાડયા હતા.
પોલીસે તેમની જીપમાંથી રૃ।. ૮૬ હજારનો ૨૧૫ કિલો કોપરનો ભંગાર જપ્ત કરી પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે આ કોપરનો ભંગાર ગુંદલાવ જીઆઇડીસી ખાતે આવેલી ગોપી એન્જીનીયરીંગમાંથી ચોર્યો હોવાનું કબૂલ્યું હતું. જે સલવાવ વાપી ખાતે રહેતા અલ્લાહુસેન જયતુલ્લા અન્સારી અને ઇરફાનની મદદગારીથી ચોર્યા બાદ સલવાવ ખાતે રહેતા રાજેશ ચૌધરીની પિયાગો રીક્ષામાં કોપરનો ભંગાર ભરી લઇ જવામાં આવ્યો હતો.
આ શખ્સોએ ભેગા મળીને પંદરેક દિવસ પહેલાં વાપી જીઆઇડીસીમાં આવેલી અમઝા ઇલેકટ્રીક એન્ડ વાઇન્ડીંગ ફેકટરીમાં અને અઠવાડિયા પહેલાં ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી ભૂમિ મેટલ કંપનીમાંથી કોપર ભંગારની ચોરી કરી હતી. જે માલ મુંબઇના કુર્લામાં રહેલા દદન ભૈયો મુંબઇથી ટેમ્પો (નં.એમએચ-૪૮, જી-૯૭૮) લાવી ટેમ્પોમાં ભરી લઇ ગયો હતો. હાલ આ ચારેય શખ્સો વોન્ટેડ છે.

 

કોસંબા પાસેથી ટ્રાન્સફોર્મર તોડતી ટોળકીના છ સાગરીતો ઝડપાયા
ટ્રાન્સફોર્મરમાંથી ચોરેલો સામાન ખરીદનાર વેપારી અને ૩ ભંગારીયાની પણ ધરપકડ ઃ જોકે, મુખ્ય સુત્રધાર ફરાર
બારડોલી, બુધવાર
સુરત જિલ્લા એલસીબી ટીમે વીજકંપનીના ટ્રાન્સફર્મર તોડી ચોરી કરતી ટોળકીના ૬ સાગરિતોને કોસંબા નજીકથી ઝડપી પાડી ટ્રાન્સફર્મરમાંથી ચોરેલો સામાન ખરીદનાર વેપારી અને ૩ ભંગારીયાની ધરપકડ કરી છે. જયારે ટોળકીનો મુખ્ય સૂત્રધાર ફરાર થઇ જતાં કોસંબા વિસ્તારમાં કયાં-કયાં ટ્રાન્સફર્મર તોડી ચોરી કરી છે તેની તપાસ અટકી ગઇ છે.
સુરત એલસીબી કચેરી ખાતેથી પ્રાપ્ત વિગત મુજબ ડીએસપી પ્રદીપ સેજુળએ વીજકંપનીના ટ્રાન્સફર્મર તોડી ચોરી કરતી ટોળકીના સાગરિતો અંગે એલસીબીને તપાસ કરવા આદેશ કર્યો હતો. જે અંગે એલસીબી જમાદાર પ્રકાશ રઘુનાથભાઇ પાટીલને મળેલી બાતમી આધારે એલસીબી ટીમે કોસંબા નજીકના વેલાછાથી હથોડા જતા રોડ પર તેમજ નંદાવથી કંટવા જતા રોડ પરથી ૬ શખ્સો રણજીત ધનજીભાઇ વસાવા, રવજી નટવરભાઇ વસાવા, રમેશ ભગવાનભાઇ વસાવા, ગોમાન રૃપસીંગભઆઇ વસાવા, નિખિલ ઉર્ફે બીપીન દેવજીભાઇ વસાવા અને વિજય ઝીણાભાઇ વસાવા (તમામ રહે. શિલુડી તા. વાલીયા, જિ. ભરૃચ)ને ઝડપી પાડયા હતાં.
તમામ ૬ શખ્સોને અલગ અલગ રાખીને પોલીસે બે ટીમ બનાવી સઘન પૂછપરછ કરતા માંગરોળ તાલુકાના કોસંબા, મહુવેજ, હથુરણ અને ધામડોદ વિસ્તારમાંથી અગાઉ ટ્રાન્સફર્મર તોડી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેમજ ટ્રાન્સફર્મર ચોરીનો કોપર સહિતનો મુદ્દામાલ કોસંબાની આસપાસ ભંગારના ફરતા ફેરીયાને વેચેલો હોવાનું જણાવતા પોલીસે કોસંબા તળાવ પાસે ભંગારની દુકાન ચલાવતા ઇકબાલ હસન સૈયદ તથા સુલતાન સુભાન પઠાણને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તેમજ કોસંબા દાદરી ચિસ્તીનગરનો ભંગારનો વેપારી સાદીક ઉર્ફે બબ્બુ સુભાન શેખ પોતાની મારૃતી સીફટ કાર (નં. જીજે-૫-સીજે- ૫૨૭૧)માં ભરી સુપ્રિમ હોટલ ખાતે અંકલેશ્વરના વેપારી બાબુને આપવા જતાં પોલીસે તેને પણ રંગેહાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીફટ કાર અને રૃ. ૩૦૯૦૦ના તાંબા-પિત્તળનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે ટોળકીનો મુખ્ય સૂત્રધાર મુકેશ ફરાર હોવાથી કયા-કયા વિસ્તારમાંથી ટ્રાન્સફર્મર તોડી ચોરી કરી હતી તે તપાસ અટકી ગઇ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved