Last Update : 09-August-2012, Thursday

 

૧૫ પશુ ભરી કતલખાને જતાં બે ટેમ્પા નિરપણ ગામે પકડાયા

વાંસદા-ધરમપુર માર્ગ પર કોઇ પણ ચેકપોસ્ટ નથી

ચીખલી તાલુકામાંથી પશુઓ એકત્ર કરી કતલખાને લઇ જવાતા હોવાની વાપી હિંસા નિવારણને બાતમી મળી હતી

વાંસદા, વાપી, બુધવાર
વાપી-સરીગામ હિંસા નિવારણ સંઘના યુવાનોએ ચીખલી તાલુકાના અંબાચથી મહારાષ્ટ્રના દેવનાર કતલખાને ૧૫ અબોલ પશુઓ ભરી જઈ રહેલા બે આઈશર ટેમ્પાનો ફિલ્મી ઢબે પીછો કરી વાંસદાના નિરપણ ગામેથી બંને ટેમ્પાને ઝડપી પાડી વાંસદા પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે અબોલ પશુઓ ભરેલા બંને ટેમ્પા સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
વાપી હિંસા નિવારણ સંઘના પ્રમુખને ચીખલી તાલુકાના અંબાચ અને રૃમલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી દૂધ આપતા બંધ થઈ ગયા હોય તેવા ગાય-ભેંસ, વાછરડા અને પાડાઓને એકત્રિત કરી મહારાષ્ટ્રના દેવનાર કતલખાને વાહનો મારફતે લઈ જવાની પ્રવૃત્તિ આચરવામાં આવી રહ્યાની માહિતી મળી હતી. જે સંદર્ભે ગઈકાલે રાત્રિ દરમિયાન વાપી-સરીગામ હિંસા નિવારણ સંઘના યુવાનોએ વાંસદા-ધરમપુર રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન રોડ ઉપરથી જઈ રહેલા બે આઈશર ટેમ્પા (નં. જીજે-૨૧-ટી-૨૦૮૯) અને (નં. જીજે-૧૫-યુયુ-૯૨૦)ને રોકવા પ્રયાસ કર્યો હતો. જો કે ટેમ્પા ચાલક પુરઝડપે ટેમ્પો હંકારી જતા યુવાનોએ તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.
પશુઓ ભરી ભાગી રહેલા ટેમ્પા અંગે વાંસદા પોલીસને પણ જાણ કરાઈ હતી. જો કે યુવાનોએ બંને ટેમ્પાને વાંસદાના નિરપણ ગામેથી ઝડપી પાડયા હતા. આ દરમિયાન વાંસદા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જતાં પોલીસે પશુ ભરેલા ટેમ્પાને કબજે લઈ પાંચ આરોપી બસીર ઈસ્માઈલ શિદત (રહે. અંબાચ-ચીખલી), જફાર ઈકબાલ (રહેે. ફડવેલ), ઈકબાલ મુસેજી ગાંચી(રહે. ફડવેલ), અલહાજ ઈબ્રાહીમ શેખ (રહે. અંબાચ) અને પ્રકાશ હાસજી પટેલ (રહે. વાંદરવેલા)ની ધરપકડ કરી હતી. પોલીસે અબોલ પશુઓનો કબજો વધુ સારસંભાળ માટે વાપી રાતા પાંજરાપોળને શોપવામાં આવ્યો છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન અબોલ પશુઓ નાશિકના રંગનાથ નામના શખ્સ દ્વારા અંબાચ, રૃમાલા, થાલા, ચીખલી, આલીપોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી અંબાચ અને રૃમાલા ગામે એકત્રિત કર્યા બાદ વાહનો મારફતે મહારાષ્ટ્રના કતલખાને લઈ જવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. વાંસદા-ધરમુપર માર્ગ ઉપર કોઈપણ ચેકપોસ્ટ ન હોવાથી અને મહારાષ્ટ્રની સરહદ પણ નજીકમાં હોવાને કારણે આ વિસ્તારમાંથી અબોલ પશુઓને કતલખાને લઈ જવાની પ્રવૃત્તિ સહેલાઈથી થઈ રહી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved