Last Update : 09-August-2012, Thursday

 

દોઢ મહિનાના લાંબા અંતરાલ બાદ આખરે મેઘરાજા મહેરબાન થતાં
જિલ્લામાં સાર્વત્રિક બેથી ત્રણ ઈંચ વરસાદ

ધનસુરા તાલુકામાં સૌથી વધુ ત્રણ ઈંચ અને વિજયનગર- ઈડરમાં અડધો ઈંચ વરસાદ ઃ ખરીફ પાકને જીવતદાન

મોડાસા,બાયડ,તલોદ,મેઘરજ,ખેડબ્રહ્મા,તા.૮
સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ દોઢ મહિના પછી મહેર કરતાં સાર્વત્રિક બેથી ત્રણ ઈંચ વરસાદ નોંધાતાં ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા દોઢ મહિનાથી વરસાદ અંગે અનેક અટકળો અને આગાહીઓ થતી હતી. અછતના ઓળા વચ્ચે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા ત્યાં મેઘરાજાએ પધરામણી કરતાં આશાનો સંચાર થયો છે અને હજુ વધુ વરસાદ પડશે તેવી આશા બળવત્તર બની છે. જિલ્લામાં ત્રણ લાખ હેક્ટરમાં કરવામાં આવેલા ખરીફ પાકને ફાયદો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શરૃ થયેલો વરસાદ હવે મનમૂકીને મૂશળધાર વરસી પડે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. જિલ્લામાં ધનસુરા તાલુકામાં સૌથી વધુ ત્રણ ઈંચ જ્યારે ઈડર અને વિજયનગર તાલુકામાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર ચાલુ રહેવા પામી છે. ખેડબ્રહ્મા તાલુકામાં મોસમનો સૌથી વધુ ૧૮ ઈંચ વરસાદ નોંધાયો છે.
ખેડબ્રહ્મા પંથકમાં ઘણા સમયથી વરસાદની રાહ જોઈને ખેડૂતો બેઠા હતા પરંતુ અચાનક વરસાદ ચાલુ થતાં ખેતીનો પાક બચી જવા પામ્યો છે. ગઈકાલે સવારથી અઢી ઈંચ વરસાદ પડયો હતો. મોસમનો કુલ વરસાદ ૧૮ ઈંચ થયો છે.
છેલ્લા પંદર દિવસથી વરસાદની ચાતક પક્ષીની જેમ રાહ જોવાતી હતી. ખેતીનો પાક મુરઝાવા માંડયો હતો. ખેડૂતોએ વરસાદની આશા છોડી દીધી હતી. મંદિરોમાં વરસાદ આવે તે માટે પર્જન્ય યજ્ઞાો પણ કરવામાં આવ્યા હતા. ખેડૂતો માથે હાથ દઈને નિરાશ થઈને બેઠા હતા પરંતુ છેલ્લા બે દિવસથી અચાનક વાતાવરણ પલટો આવતાં ગઈકાલે સવારથી જ ધીમી ગતિએ વરસાદનું અગામન થયું હતું. દિવસ દરમ્યાન તેમજ રાત્રીના વહેલી સવાર સુધીમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. મોસમનો કુલ ૪૫૫ મી.મી. એટલે કે ૧૮ ઈંચ ઉપર વરસાદ ખેડબ્રહ્મા તાલુકામાં થયો છે. વરસાદ થવાથી પશુ પંખીઓએ પણ રાહતનો દમ ખેંચ્યો હતો. સમયસરના વરસાદથી શાકભાજી તેમજ ચોમાસુ ખેતીના હાલમાં તો જીવતદાન મળ્યું છે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.
સાબરકાંટા જિલ્લામાં તા. ૭મીના રોજ સાંજના સમયથી શરૃ થયા પછી આજે સવારના ૮ વાગ્યા સુધીમાં સરેરાશ સવા ઈંચ વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં સૌથી વધુ ધનસુરા તાલુકામાં ૩ ઈંચ અને સૌથી ઓછો ઈડર- વિજયનગરમાં અડધો - અડધો ઈંચ નોંધાયો છે.
ગઇકાલથી આજસુધીના આંકડાની સાથે કૌંસમાં દર્શાવેલ આંકડા મોસમનો કુલ વરસાદ સૂચવે છે. બાયડ ઃ ૬૦ મી.મી. (૧૮૦), ભિલોડા ૨૫ (૩૦૭), ધનસુરા ઃ ૭૫ (૩૩૨), હિંમતનગર ઃ ૨૭ (૧૯૯), ઈડર ઃ ૦૯ (૩૧૬), ખેડબ્રહ્મા ઃ ૬૦ (૪૫૫), માલપુર ઃ ૧૭ (૩૨૮), મેઘરજ ઃ ૨૧ (૨૮૬), મોડાસા ઃ ૧૧ મી.મી. (૨૪૮), પ્રાંતિજ ઃ ૧૯ મી.મી. (૧૬૫), તલોદ ઃ ૨૭ મી.મી. (૧૭૯), વડાલી ઃ ૨૭ મી.મી. (૧૯૬), વિજયનગર ઃ ૦૯ મી.મી. (૩૧૫ મી.મી.) નોંધાયો છે. સવા મહિના પછી અને વાવેતર પછી લાંબા સમયે પડતી બૂમે વરસાદ ઓછો છતાં જે વરસાદ પડયો તેનાથી ખેતીને જીવતદાન મળ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના મેઘરજ નગર તેમજ તાલુકામાં અસહ્ય ગરમીના ઉકળાટ બાદ મંગળવારે અને બુધવારે સમી સાંજે પવનના સુસવાટા સાથે બે ઈંચ જેટલો વરસાદ તૂટી પડતાં ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
છેલ્લા કેટલાય સમયથી મેઘરજ તાલુકામાં વરસાદ ખેંચાતા તાલુકાના ખેડૂતોના મોંઘાદાટ વિયારણો નિષ્ફળ નીવડયા હતા. તાલુકામાં મકાઈ, કપાસ, ડાંગર જેવા પાકોને હજારો રૃપિયાનું નુકશાન પહોંચ્યું હતું. જ્યારે ગઈકાલે અસહ્ય ગરમીના ઉકળાટ બાદ એકાએક હવામાને પલટો ખાતાં મોડી સાંજે નગર અને તાલુકાના ઉન્ડવા, ભેમાપુર, રામગઢી, સેદર્યો, ઈસરી, કસાણા, ઈપલોડા, શાન્તીપુરાકંપા, વાસણા, કંભરોડા સહિત સમગ્ર તાલુકામાં ભયંકર પવનના સુસવાટા સાથે સતત એક કલાક સુધી અનરાધાર વરસાદ તૂટી પડતાં ખેતરોમાં અને વાંગાઓમાં તળાવોમાં પાણીની આવક થવા પામી હતી. આ વરસાદ પાડવાના કારણે પશુધન માટે રાહતની લાગણી ફેલાઈ છે. આજે પણ બુધવારના દિવસે બપોર બાદ ઝરમર ઝરમર વરસાદ તૂટી પડયો હતો. આ વરસાદ પડવાના કારણે વૈડી બંધમાં પણ પાણીની આવક થવા પામી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ભારતીય બોક્સર મેરી કોમને સેમિ ફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ

મારી માતા કહેતી કે તારા કબાટમાં એકમાત્ર ઓલિમ્પિક મેડલ જ ખૂટે છે
આજથી ભારતના કુસ્તીબાજોની પરીક્ષા ઃ ગીતા ફોગાટ પર નજર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ૨૩ દેશોની ટીમમાં ચાઇનીઝ ખેલાડીઓ
ડિસ્કસ થ્રોમાં વિકાસ આઠમા ક્રમે

પાક.ના વડાપ્રધાન અશર્રફને હાજર થવા સુપ્રીમ કોર્ટનું ફરમાન

ઈજિપ્તની સેનાએ સિનાઈમાં પ્રવેશીને ૨૦ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો
અમેરિકાના ગુરૃદ્વારા ગોળીબારમાં શૂટરની પૂર્વ ગર્લફ્રેન્ડ ઝડપાઇ
ખાંડમાં તહેવારો ટાંકણે ૪ લાખ ટનનો વધારાનો કવોટા છૂટ્ટો કરાયો
હોમ લોનના હપ્તા સમય પહેલાં ભરાતા લેવાતી પેનલ્ટી નહીં લેવાય

સચીન અને રેખાને સંસદીય કાર્યવાહીના પાઠ ભણાવતા રાષ્ટ્રપતિ

રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરતા કેજરીવાલ સામે છેતરપિંડીનો કેસ
ભારે બ્લડ ઇન્ફેક્શનને કારણે દેશમુખના અન્ય અવયવોને નુકસાન
૩૦થી વધુ ગામોને ખસી જવા ચેતવણી
શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુક્તકરનાર ડો. એડવર્ડ જેનરને સલામ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved